IND vs AUS: ખાતુ ખોલાવ્યાની સાથે ધોનીએ મેળવી આ ખાસ સિદ્ધિ
મહેન્દ્ર સિંહ ધોનીએ ભારત માટે રમતા વનડે ક્રિકેટમાં પોતાના 10 હજાર રન પૂરા કર્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ શનિવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાલી રહેલી પ્રથમ વનડેમાં ખાસ મુકામ હાસિલ કર્યો છે. આ મેચમાં ખાતુ ખોલતા ધોનીએ આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારત માટે રમતા 10 હજાર રન પૂરા કરી લીધા હતા. મહત્વનું છે કે, ધોનીના આંતરરાષ્ટ્રીય 10 હજાર રન પહેલા જ પૂરા થઈ ગયા છે. પરંતુ તેમાંથી 174 રન તેણે એશિયા XI તરફથી રમતા બનાવ્યા હતા.
પાંચમો દસ હજારી બન્યો ધોની
ધોની પહેલા સચિન તેંડુલકર (18426), સૌરવ ગાંગુલી (11221), રાહુલ દ્રવિડ (10768), વિરાટ કોહલી (10235)એ ભારત માટે આ સિદ્ધિ મેળવી હતી. ધોનીએ આ સિદ્ધિ 279મી ઈનિંગ (ભારત માટે રમતા)માં હાસિલ કરી છે.
ધોનીએ વનડે કરિયરમાં 49.74ની એવરેજથી રન બનાવ્યા છે. તે 10 સદી અને 67 અડધી સદી ફટકારી ચુક્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં સંન્યાસ લીધા પહેલા તેણે 90 મેચમાં 38.09ની એવરેજથી 4876 રન બનાવ્યા હતા. ટેસ્ટ કરિયરમાં તેણે 6 સદી અને 33 અડધી સદી ફટકારી હતી. ધોની ભારતનો સફળ વિકેટકીપર પણ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે