મેગ્નસ કાર્લસે જીત્યો વિશ્વ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ, વિરોધીઓનો માન્યો આભાર


મેગ્નસ કાર્લસને વિશ્વના બીજા નંબરના ખેલાડી ફાબિયાનો કરૂઆનાને હરાવીને વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ 2018નું ટાઇટલ જીતી લીધું છે. કાર્લસને ફાબિયાનો વિરુદ્ધ ત્રણ ટાઇબ્રેકર જીતીને આ ટાઇટલ પોતાના નામે કર્યું છે.

મેગ્નસ કાર્લસે જીત્યો વિશ્વ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ, વિરોધીઓનો માન્યો આભાર

નવી દિલ્હી: મેગ્નસ કાર્લસને વિશ્વના બીજા નંબરના ખેલાડી ફાબિયાનો કરૂઆનાને હરાવીને વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ 2018નું ટાઇટલ જીતી લીધું છે. કાર્લસને ફાબિયાનો વિરુદ્ધ ત્રણ ટાઇબ્રેકર જીતીને આ ટાઇટલ પોતાના નામે કર્યું છે. ચેસના બાયસેટ પર પોતાના નામને વધુ એક સફળતાની ગાથા સાથે જોડતા વિશ્વના નંબર વન મેગ્નસ કાર્લસન ફરી એકવાર વિશ્વ ચેમ્પિયન બનીને સામે આવ્યો છે. પરંતુ કાર્લસન માટે ચેમ્પિયન બનવું એટલું સરળ ન રહ્યું પરંતુ તેના મગજની કસરતથી આ ખેલમાં પોતાને સર્વશ્રેષ્ઠ રીતે સામે રાખવામાં કાર્લસન અમેરિકી ખેલાડી ફાબિયાનો કરૂઆના પર ભારે પડ્યો હતો. 

કાર્લસન માટે આ જીત એટલી મુશ્કેલ રહી તેનો અંદાજ આ વાતથી લગાવી શકાય કે ત્રણ સપ્તાહમાં 50 કલાકથી વધુ સમય બાદ શતરંજ વિશ્વ ચેમ્પિયનશિપનો નિર્ણય ટાઈબ્રેકરના માધ્યમથી થયો હતો. આ બંન્ને ખેલાડીઓ વચ્ચે સતત 12 બાજી ડ્રો રહી હતી. કાર્લસને ફાબિયાનો વિરુદ્ધ ત્રણ ટાઈબ્રેકર જીતીને આ ટાઇટલ તેના નામે કર્યું હતું.

જીત બાદ મૈગ્નસ કાર્લસને કહ્યું કે, એક શાનદાર ટક્કર માટે હું મારા વિરોધીનો આભાર વ્યક્ત કરુ છું. તેણે પોતાને એક મજબૂત ખેલાડી તરીકે સ્થાપિત કર્યો છે. તેને હરાવવો મુશ્કેલ રહ્યો પરંતુ જે રીતે મેચ પૂરી થઈ તેનાથી હું ખુબ ખુશ છું, પરંતુ હું માનું છું કે હજુ આપણે ફાબિયાનોની છેલ્લી રમત જોઈ નથી. પરંતુ ફાબિઆનો કૈરૂઆના પોતાની રમતથી અસંતુષ્ઠ લાગ્યો. તેણે કહ્યું, આજનો દિવસ સારો રહ્યો નથી. મૈગ્નસે સારી રમત રમી, મને સારી શરૂઆત ન મળી, ખાસ કરીને બીજી ગેમમાં. પરંતુ હા મેં મારી સર્વશ્રેષ્ઠ રમત ન રમી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news