રોનાલ્ડો અને મેસ્સીની 10 વર્ષની બાદશાહત સમાપ્ત કરીને લુકા મોડ્રિચ બન્યો દુનિયાનો શ્રેષ્ઠ ફૂટબોલર

ફીફાએ લંડનમાં યોજાયેલા એવોર્ડ સમારોહમાં રિયલ મેડ્રિટ તરફથી રમતા ક્રોએશિયાના ફૂટબોલર લુકા મોડ્રિચને વર્ષનો શ્રેષ્ઠ ફૂટબોલર જાહેર કરી સન્માન કર્યું 

રોનાલ્ડો અને મેસ્સીની 10 વર્ષની બાદશાહત સમાપ્ત કરીને લુકા મોડ્રિચ બન્યો દુનિયાનો શ્રેષ્ઠ ફૂટબોલર

લંડનઃ ફીફા એવોર્ડ સમારોહમાં લાયોનલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની 10 વર્ષની બાદશાહતને સમાપ્ત કરીને ક્રોએશિયાનો લુકા મોડ્રિચ દુનિયાનો શ્રેષ્ઠ ફૂટબોલર બની ગયો છે. 22 વર્ષના મોડ્રિચને ફીફાએ વર્ષ 2018નો સર્વશ્રેષ્ઠ ફૂટબોલર પસંદ કર્યો છે. સોમવારે મોડી રાત્રે લંડનમાં આયોજિત સમારોહમાં તેનું સન્માન કરાયું હતું. 

2009-17 સુધી માત્ર મેસ્સી અને રોનાલ્ડો
છેલ્લા 10 વર્ષમાં આ પ્રથમ વખત આર્જેન્ટીનાના મેસ્સી કે પોર્ટુગલના રોનાલ્ડોને આ એવોર્ડ મળ્યો નથી. 2007માં બ્રાઝીલનો 'કાકા' ફીફા પ્લેયર ઓફ ધ યર પસંદ થયો હતો. ત્યાર બાદ મેસ્સીએ (2009, 2010, 2011, 2012, 2015) અને રોનાલ્ડોએ (2008, 2013, 2014, 2016, 2017) પાંચ-પાંચ વખત આ એવોર્ડ જીત્યો હતો. 

વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચ્યું હતું ક્રોએશિયા
લુકા મોડ્રિચ ક્રોએશિયાનો પ્રથમ ખેલાડી છે, જેને દુનિયાનો શ્રેષ્ઠ ફૂટબોલર પસંદ કરાયો છે. તેણે 2017-18માં પોતાના દેશ અને ક્લબ (રિયલ મેડ્રિડ) બંને માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. મોડ્રિચની આગેવાનીમાં ક્રોએશિયા પ્રથમ વખત ફીફા વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચ્યું હતું. જોકે, તેણે ફાઈનલમાં ફ્રાન્સ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, મોડ્રિચની ટીમ રિયલ મેડ્રિડે આ વર્ષે સતત ત્રીજી વખત 'ચેમ્પિયન્સ ટ્રોફી' જીતી હતી. 

રોનાલ્ડો બીજા અને સાલેહ ત્રીજા નંબરે 
મોડ્રિચે જણાવ્યું કે, 'હું મારી લાગણી વ્યક્ત કરી શકું એમ નથી. મને અહીં સુધી પહોંચાડવામાં ભૂમિકા ભજવનારા દરેક વ્યક્તિનો આભાર.' આ સ્પર્ધાની દોડમાં મોડ્રિચને લિવરપુલ માટે રમતા મોહમ્મદ સાલેહ અને યુવેન્ટસના રોનાલ્ડોને પછાડ્યો છે. રોનાલ્ડો એવોર્ડની રેસમાં બીજા અને ઈજિપ્તનો સાલેહ ત્રીજા નંબરે રહ્યો હતો. રોનાલ્ડો અને મોડ્રિચ થોડા મહિના પહેલા સુધી એક જ ટીમ (રિયલ મેડ્રિડ)ણાં હતા. 

મેસ્સી-રોનાલ્ડો આવતા તો સારું લાગતું- મોડ્રીચ 
રોનાલ્ડો અને મેસ્સીએ લંડનમાં થયેલા પુરસ્કાર સમારોહમાં ભાગ લીધો નહતો. રોનાલ્ડો યુવેન્ટસ અને મેસ્સી બાર્સેલોના તરપથી બુધવારે મેચ રમવાના છે. બંનેને તેમની ગેરહાજરીને કારણે ભારે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, મોડ્રિચે જણાવ્યું કે, 'દરેક વ્યક્તિના પોતાના અંગત કારણ હોય છે. જો, તેઓ અહીં હાજર રહ્યા હોત તો મને ઘણું સારું લાગતું.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news