એકસમયે પાણીપુરી વેચતો હતો, હવે અંડર-19 ટીમમાં રમશે આ ખેલાડી
યશસ્વી જાયસવાલના પિતા ભદોહીમાં એક નાનકડી દુકાન ચલાવે છે. તેમના બે પુત્ર છે. જેમાં યશસ્વી નાનો છે. બાળપણથી જ તેને ક્રિકેટ રમવાનો શોખ હતો. ક્રિકેટના શોખને પુરો કરવા માટે તે મુંબઇ આવી ગયો.
Trending Photos
નવી દિલ્હી: સાચી લગન અને આકરી મહેનત હોય તો સફળતા દરેક વખતે પગ ચૂમે છે. એવી કહાની યશસ્વી જાયસવાલની. જોકે પરિસ્થિતિ તેમની કઠીનમાં કઠીન પરીક્ષા લે છે, પરંતુ તેની સામે હાર ન માની. પાણીપુરી વેચીનો પોતાનું ગુજરાન ચલાવનાર આ યુવક હવે ભારતની અંડર-19 ટીમનો ભાગ બની ચૂક્યો છે. 17 વર્ષના યશસ્વી મધ્યક્રમના બેટ્સમેનના રૂપમાં શ્રીલંકામાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરશે. પરંતુ તેના માટે આ સફર ક્યારેય સરળ હોતી નથી.
યશસ્વી જાયસવાલના પિતા ભદોહીમાં એક નાનકડી દુકાન ચલાવે છે. તેમના બે પુત્ર છે. જેમાં યશસ્વી નાનો છે. બાળપણથી જ તેને ક્રિકેટ રમવાનો શોખ હતો. ક્રિકેટના શોખને પુરો કરવા માટે તે મુંબઇ આવી ગયો. પિતા મદદ કરી શકે તેમ ન હતા, તો તેમને કોઇ વાંધો પણ ન હતો. વર્લીમાં યશસ્વી સંતોષ કાકાના ત્યાં રહેતો હતો. પરંતુ તેમનું ઘર એટલું મોટું ન હતું કે યશસ્વી પણ ત્યાં રહી શકે. એટલે તેણે મુસ્લિમ યૂનાઇડેટ ક્લબના માલિકને વિનંતી કરી કે તેમના ભત્રીજાને ત્યાંના ટેંટમાં રાખવાની પરવાનગી આપવામાં આવે. અ ક્લબમાં સંતોષ મેનેજર હતા.
ઇન્ડીયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ત્રણ વર્ષ સુધી યશસ્વી અહીં ટેંટમાં રહ્યો. અહીં આઝાદ મેદાન પર તે ક્રિકેટ શિખ્યો. પોતાનું ગુજરાન ચલાવવા માટે તેણે પાણીપુરી વેચી. ક્યારેક ક્યારેક ફળ વેચવાનું કામ પણ કર્યું. તેના પિતા પણ ક્યારેક ક્યારેક પૈસા મોકલતા રહ્યા, પરંતુ તે એટલા બધા ન હતા કે જેના દ્વારા એક ક્રિકેટની તૈયારી કરનાર યુવક ગુજરાન ચલાવી શકે.
મિત્રો સમક્ષ શરમમાં મુકાવવું પડતું હતું
યશસ્વીના અનુસાર તે આઝાદ મેદાનમાં પાણીપુરીની લારી લગાવતો હતો. જ્યારે અહીં રામલીલા થતી તો તેનું કામ સારી રીતે ચાલી જતું હતું. પરંતુ તે વિચારતો હતો કે આ દરમિયાન તેની સાથે ક્રિકેટ રમનાર તેના મિત્રો ન આવ્યા, પરંતુ ઘણીવાર આવી જતા હતા. એવામાં તે ખૂબ શરમ અનુભવતો હતો. યશસ્વીને આઝાદ મેદાન પર ક્રિકેટ રમતાં એક લોકલ ક્રિકેટ કોચ જ્વાલા સિંહે જોયો. જ્વાલા સિંગ પોતે સારો બોલર રહી ચૂક્યો છે. જોકે તે ક્યારેય રાષ્ટ્રીય સ્તર પર મોટી ઓળખ બનાવી ન શક્યો. તેમણે એમઆરએફ પેસ એકેડમીમાં ઝહીર ખાન સાથે બોલીંગનું હુનર શિખ્યા પરંતુ તે ઝહીર ખાન જેટલા મશહૂર થઇ ન શક્યા.
જ્વાલા સિંહ કહે છે કે જ્યારે મેં યશસ્વીને જોયો તો મને મારી કહાની યાદ આવી ગઇ. હું પણ યૂપીથી મુંબઇ એક ફાસ્ટ બોલર બનવા માટે આવ્યો હતો. જ્વાલા સિંહની દેખરેખમાં યશસ્વીનું હુનર ખિલ્યું. મુંબઇ અંડર-17 ટીમમાં પસંદગી બાદ બધાની નજરોમાં આવ્યો. હવે અંડર-19 ટીમમાં પસંદગી થયા બાદ તે ટીમ ઇન્ડીયાના સાથે શ્રીલંકાનો પ્રવાસ કરશે. તેના કોચ સતીશ સામંત કહે છે કે તે મધ્યક્રમનો કમાલનો બેટ્સમેન છે. તે મુંબઇનો આગામી સૌથી હુનહાર બેટ્સમેન બનવા જઇ રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે