IPL 2019: ક્રિસ ગેલ બોલ્યો- 'હું જેટલા ઓપનરો સાથે રમ્યો તેમાંથી રાહુલ શ્રેષ્ઠ'
કિંગ્સ ઈલેવન પંજાબ માટે લોકેશ રાહુલે આ સિઝન 14 મેચોમાં 593 રન બનાવ્યા અને તે પોતાની ટીમ માટેસૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યો છે.
Trending Photos
મોહાલીઃ દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલે કિંગ્સ ઈલેવન પંજાબ ટીમના પોતાના ભારતીય સાથી લોકેશ રાહુલની પ્રશંસા કરી છે. ગેલે કહ્યું કે, તેણે અત્યાર સુધી જેટલા ઓપનિંગ બેટ્સમેનની સાથે બેટિંગ કરી છે તેમાંથી લોકેશ રાહુલ સર્વશ્રેષ્ઠ છે. કેએલ રાહુલે કિંગ્સ ઈલેવન પંજાબ માટે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 12મી સિઝનના અંતિમ મેચમાં 36 બોલ પર 71 રનની ઈનિંગ રમી ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ પોતાની ટીમને જીત અપાવી લીગનો વિજયી અંત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.
ક્રિસ ગેલે કહ્યું- કેએલ રાહુલ પાસે ઘણું શીખ્યો છું
મચે બાદ ગેલે રાહુલને કહ્યું, 'મેં અત્યાર સુધી જેટલા ઓપનિંગ બેટ્સમેનોની સાથે બેટિંગ કરી છે તેમાંથી તમે સર્વશ્રેષ્ઠ છો.' વિકેટ પર આપણી વચ્ચે તાલમેલ શાનદાર છે. તેનો જવાબ આપતા રાહુલે કહ્યું, 'તેમણે મને રોયલ ચેલેન્જર્સ બેંગલોરથી જોયો છે જ્યારે હું માત્ર 21 વર્ષનો હતો.' મેં એક ઓપનિંગ બેટ્સમેન તરીકે તેની પાસે ઘણું શીખ્યો છું. ત્યારથી લઈને તેણે કંઇ અલગ કહ્યું નથી. હું તેની પાસેથી ઘણું શીખ્યો છું અને અમે સાથે રમવાનો આનંદ ઉઠાવ્યો છે.
પંજાબ માટે રાહુલ અને ગેલે બનાવ્યા સર્વાધિક રન
કિંગ્સ ઇલેવન પંજાબે આઈપીએલની 12મી સિઝનનો અંત 14 મેચોમાં 12 પોઈન્ટની સાથે કર્યો છે. રાહુલે આ સિઝન 14 મેચોમાં 593 રન બનાવ્યા અને તે પોતાની ટીમ તરફથી આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યો છે. ત્યારબાગ ગેલે પંજાબ માટે સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 13 મેચોમાં 490 રન બનાવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે