T20 વિશ્વકપ ફાઇનલ પહેલા કેટલી ચિંતામાં છે કીવી ટીમ? સાંભળો કેન વિલિયમસનનો જવાબ
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે (New Zealand Cricket Team) આઈસીસી વનડે વિશ્વકપ 2019ના ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો, તેવામાં શું કેન વિલિયમસન રવિવારે રમાનાર ટી20 વિશ્વકપ ફાઇનલને લઈને ચિંતામાં છે?
Trending Photos
દુબઈઃ ન્યૂઝીલેન્ડના (New Zealand) કેપ્ટન કેન વિલિયમસને (Kane Williamson) ટી20 વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 'બિગ ફાઇનલ'ની ચર્ચાને નકારતા શનિવારે કહ્યુ કે, આ અમારા માટે એક અન્ય મેચની જેમ છે, જેમાં તેનું ધ્યાન પોતાની સારી લયને જાળવી રાખવા પર હશે.
ફાઇનલ પહેલા વિલિયમસનનું નિવેદન
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ 2015 અને 2019 વનડે વિશ્વકપના ફાઇનલમાં પહોંચી હતી અને તેણે પ્રથમવાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી હતી. કેન વિલિયમસને મેચની પૂર્વ સંધ્યા પર કહ્યુ- આ આકરી મહેનતનો પડછાયો છે, પરંતુ કાલે અમારા માટે એક અન્ય મેચ છે અને અમે ફરીથી નાની-નાની વસ્તુ પર ધ્યાન આપીશું.
ટીમના પ્રદર્શનથી ખુશ છે કેન
કેન વિલિયમસન (Kane Williamson) એ કહ્યું- આ ટીમ સામૂહિક રૂપથી સારૂ પ્રદર્શન કરી રહી છે અને ચોક્કસપણે એકબીજાનો સંપૂર્ણ સાથ આપી રહ્યા છે. અમારા માટે તે મહત્વનું છે કે અમે નિયમિત શીખવાનો પ્રયાસ કરો અને અમે તેનાથી શીખ્યુ પણ છે. રવિવારે અમારી પાસે વધુ એક તક હશે.
'અન્ડરડોગ' તરીકે ઉતરશે કીવી ટીમ
પ્રદર્શન અને સાતત્યતા હોવા છતાં ન્યૂઝીલેન્ડ ટીમ દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાનાર ફાઇનલ મુકાબલામાં 'અન્ડરડોગ' તરીકે ઉતરશે અને કેપ્ટન કેન વિલિયમસન (Kane Williamson) ને તેનાથી કોઈ ફર્ક પડતો નથી.
આ પણ વાંચોઃ AUS vs NZ: કોણ બનશે ટી20 વિશ્વકપમાં ચેમ્પિયન, આંકડા કરી રહ્યાં છે ઓસ્ટ્રેલિયાની જીતનો ઈશારો
'અન્ડરડોગ' ની વાત પર શું બોલ્યો કેન?
કેન વિલિયમસને કહ્યું, 'અમારા માટે તેનો ખરેખર કોઈ અર્થ નથી. અમે અમારા ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને એક ટીમ તરીકે સતત સુધારો કરવાનો પ્રયાસ કરીએ છીએ. વ્યક્તિગત ટૅગ્સ અથવા તેના જેવી કોઈપણ વસ્તુ પર અમારું કોઈ નિયંત્રણ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે