IND vs WI ODI સિરિઝ વચ્ચે ટીમ ઈન્ડિયા માટે મોટી ખુશખબર, વધી જશે ભારતની તાકાત!

Team India: વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ રમાઈ રહેલી ODI સિરીઝની વચ્ચે ટીમ ઈન્ડિયા માટે એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે. ટીમનો એક ઘાતક ખેલાડી ટૂંક સમયમાં વાપસી કરી શકે છે.

IND vs WI ODI સિરિઝ વચ્ચે ટીમ ઈન્ડિયા માટે મોટી ખુશખબર, વધી જશે ભારતની તાકાત!

Indian Cricket Team: ભારત અને વેસ્ટ ઈન્ડ઼િઝ બન્ને ટીમો એક સમયની વિશ્વ વિજેતા રહી ચુકી છે. એટલું જ નહીં બન્ને ટીમો એક સમયની પ્રબળ વિરોધી પણ રહી ચુકી છે. અને બન્ને ટીમોમાં એક સમયે વર્લ્ડ ક્લાસ ખેલાડીઓ પણ રહી ચુક્યા છે. તે સમયે ભારતીય ટીમ પાસે વર્લ્ડ ક્લાસ બેટર્સ હતા ત્યારે વેસ્ટ ઈન્ડિઝ પાસે વર્લ્ડ ક્લાસ બોલર્સની ફોજ હતી. આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. હાલ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વન-ડે શ્રેણી ચાલી રહી છે. આ સિરિઝની વચ્ચે એક મોટા સમાચાર એવા આવ્યાં કે, ભારતમાં એક ખતરનાક બોલર વાપસી કરી રહ્યો છે.

ઉલ્લેખનીછેકે, ટીમ ઈન્ડિયા હાલમાં વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે શ્રેણી રમી રહી છે. આ પછી બંને ટીમો વચ્ચે T20 સિરીઝ પણ રમાવાની છે. વેસ્ટ ઈન્ડિઝના આ પ્રવાસની વચ્ચે ટીમ ઈન્ડિયા માટે એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે. ભારતનો એક ઘાતક બોલર ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે. આ ખેલાડી પુનરાગમન કરવા માટે સખત મહેનત કરી રહ્યો છે. બીસીસીઆઈએ ગયા સપ્તાહના મેડિકલ અપડેટમાં પણ આ ખેલાડીનો ઉલ્લેખ કર્યો હતો.

વનડે સીરીઝની વચ્ચે ટીમ ઈન્ડિયા માટે મોટા સમાચાર-
ઘાતક ઝડપી બોલર જસપ્રિત બુમરાહ આયર્લેન્ડ પ્રવાસ પર રમતા જોવા મળી શકે છે. બુમરાહને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બુમરાહ સંપૂર્ણપણે ફિટ હોવાના પુરાવા પણ સામે આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર, તેણે બેંગ્લોરના અલુર ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઈન્ટ્રા સ્ક્વોડ પ્રેક્ટિસ મેચમાં બોલિંગ કરી હતી. આ પ્રેક્ટિસ મેચમાં બુમરાહે 10 ઓવરમાં 34 રન આપીને એક વિકેટ લીધી હતી, જ્યારે બે ઓવર ફેંકી હતી. આ પ્રેક્ટિસ મેચમાં પ્રખ્યાત કૃષ્ણાએ પણ બોલિંગ કરી હતી. પ્રખ્યાત કૃષ્ણા પણ છેલ્લા કેટલાક સમયથી ઈજા સામે ઝઝૂમી રહ્યા છે.

જય શાહે પરત ફરતી વખતે આ અપડેટ આપ્યું હતું-
બીસીસીઆઈએ ગયા અઠવાડિયે મેડિકલ અપડેટમાં કહ્યું હતું કે બુમરાહ નેટમાં સંપૂર્ણ ક્ષમતા સાથે બોલિંગ કરી રહ્યો છે. આ પછી શાહે બુમરાહ વિશે વાત કરતા કહ્યું, 'બુમરાહ સંપૂર્ણ રીતે ફિટ છે અને તે આયર્લેન્ડ જઈ શકે છે. એશિયા કપ અને વર્લ્ડ કપ માટે ખેલાડીઓની પસંદગીમાં સાતત્ય રહેશે. ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ પ્રવાસ પર 18 થી 23 ઓગસ્ટ વચ્ચે 3 T20 મેચ રમવાની છે. આવી સ્થિતિમાં તે આ શ્રેણીમાં ભારતીય ટીમમાં વાપસી કરી શકે છે.

ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં સર્જરી કરવામાં આવી હતી-
પીઠની ઈજાને કારણે જસપ્રિત બુમરાહે માર્ચમાં ક્રાઈસ્ટચર્ચ, ન્યુઝીલેન્ડમાં સર્જરી પણ કરાવી હતી. બુમરાહ હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં તાલીમ લઈ રહ્યો છે. બુમરાહને જુલાઈ 2022માં ઈંગ્લેન્ડના પ્રવાસ પછી કમરનું 'સ્ટ્રેસ ફ્રેક્ચર' થયું હતું. આ ઈજાના કારણે તે સતત ટીમમાંથી બહાર થઈ રહ્યો છે. જસપ્રીત બુમરાહે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 30 ટેસ્ટ મેચ, 72 ODI અને 60 T20 મેચ રમી છે. તેણે ટેસ્ટમાં 128 વિકેટ, વનડેમાં 121 વિકેટ અને ટી20માં 70 વિકેટ લીધી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news