જેસન રોયને આઈપીએલમાંથી હટવાની મળી સજા, ઈસીબીએ લગાવ્યો પ્રતિબંધ, દંડ પણ ફટકાર્યો
ઈસીબીએ નિવેદનમાં કહ્યું, ક્રિકેટ અનુસાશન સમિતિની અનુશાસન પેનલે જેસન રોય વિરુદ્ધ પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. જેસને પોતા પર લાગેલા આરોપોને કબૂલ કરી લીધા છે.
Trending Photos
લંડનઃ વિસ્ફોટક ઓપનર જેસન રોયને ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે બે મેચો માટે બેન કરી દીધો છે. આઈપીએલ 2022 માટે ગુજરાત ટાઈટન્સ દ્વારા ખરીદ્યા બાદ રોયે બાયો બબલનો હવાલો આપતા લીગની 15મી સીઝનમાંથી પોતાનું નામ પરત લઈ લીધુ હતું. ઈસીબીએ પ્રતિબંધ લગાવવા સિવાય રોય પર 2500 યુરોનો દંડ ફટકાર્યો છે. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે રોય પર પ્રતિબંધ અને દંડ તેના ખરાબ વ્યવહારને કારણે લગાવ્યો છે. બોર્ડે આગળ જણાવ્યું કે જો રોયનો વ્યવહાર સુધરતો નથી તો આ બેન 12 મહિના સુધી થઈ શકે છે.
ઈસીબીએ નિવેદનમાં કહ્યું, ક્રિકેટ અનુસાશન સમિતિની અનુશાસન પેનલે જેસન રોય વિરુદ્ધ પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. જેસને પોતા પર લાગેલા આરોપોને કબૂલ કરી લીધા છે જે વ્યવહાર તેણે કર્યો હતો તે ન કરવો જોઈએ કારણ કે તેનાથી ક્રિકેટ, ઈસીબી અને તેની ખુદની બદનામી થાય છે. જેસને ઈસીસીના નિર્દેશ 3.3નં ઉલ્લંઘન કર્યું છે.
Jason Roy slapped with suspended ban and fined as ECB slam his behaviour in statement https://t.co/fiMsy4r0lz pic.twitter.com/Z0aIouWSHi
— Sun Sport (@SunSport) March 22, 2022
ઈસીબીએ આગળ કહ્યું, જેસન ઈંગ્લેન્ડની આગામી બે મેચોથી સસ્પેન્ડ થી ગયો છે, જેમાં તે પસંદગી માટે ઉપલબ્ધ હશે પરંતુ તા સસ્પેન્સન 12 મહિનાનું પણ હોઈ શકે છે. પરંતુ આ તેના વ્યવહાર પર નિર્ભર કરે છે. આ સિવાય તેના પર 2500 યુરોનો દંડ લાગ્યો છે અને તે ફાઇન 31 માર્ચ 2022 સુધી ભરવો પડશે.
આ પણ વાંચોઃ આઈપીએલ માત્ર 10 ટીમો વચ્ચે નહીં... આ ત્રણ ખેલાડીઓમાં થશે ટીમ ઈન્ડિયાના કેપ્ટનનો જંગઃ શાસ્ત્રી
બાયો બબલનો હવાલો આપી આઈપીએલ 2022થી નામ પરત લીધુ
વિસ્ફોટક બેટર જેસન રોયે આઈપીએલ 2022માં ગુજરાત ટાઈન્ટ્સ માટે રમવાનું હતું. ગુજરાતની ટીમે રોયને બે કરોડમાં ખરીદ્યો હતો. પરંતુ ઓપનરે બાયો બબલનો હવાલો આપતા 15મી સીઝનમાંથી પોતાનું નામ પરત લઈ લીધુ હતું. તે આ પહેલાં પણ આઈપીએલ 2020માં તે સમયે હટી ગયો હતો, જ્યારે દિલ્હી કેપિટલ્સે તેને ખરીદ્યો હતો. પરંતુ તે સમયે પણ તેણે ટૂર્નામેન્ટમાં ન રમવાનો નિર્ણય લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે