ફાસ્ટ બોલર એન્ડરસન 40 વર્ષની ઉંમર સુધી રમી શકે છેઃ કોચ બેલિસ
જેમ્સ એન્ડરસને ભારત સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડને મોટી સફળતા અપાવી છે. 36 વર્ષીય એન્ડરસને અત્યાર સુધી બે ટેસ્ટમાં સૌથી વધુ 13 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેની બોલિંગ એવરેજ 10.30 રહી છે.
Trending Photos
લંડનઃ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ટ્રેવર બેલિસનું કહેવું છે કે તેની ટીમના દિગ્ગજ બોલર જેમ્સ એન્ડરસન 40ની ઉંમર સુધી બોલિંગ કરી શકે છે. 36 વર્ષના એન્ડરસને ભારત વિરુદ્ધ બંન્ને ટેસ્ટમાં ઈંગ્લેન્ડની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી છે.
પોતાના આ શાનદાર પ્રદર્શનની મદદથી એન્ડરસને આઈસીસી ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં પ્રથમ સ્થાન હાસિલ કર્યું છે. આ તેના કેરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ છે.
એન્ડરસનના ટોંચના સ્થાન પર રહેતા 903 અંક છે. તેવામાં તે 900 અંકને પાર કરનાર ઇયાન બોથમ બાદ ઈંગ્લેન્ડનો પ્રથમ બોલર છે. બોથમે 1980માં 900નો આંકડો પાર કર્યો હતો.
કોચ બેલિસે કહ્યું, જો તમે વિશ્વના અન્ય બોલરો સાથે એન્ડરસનની તુલના કરીએ તો અન્ય બોલર 30 વર્ષની ઉંમરમાં નબડા પડવા લાગે છે. કેટલાક જ શાનદાર ખેલાડી હોય છે જે પોતાની ક્ષમતાને બરકરાર રાખે છે. તેવામાં એન્ડરસન દર્શાવી રહ્યો છે કે તે એક શાનદાર ખેલાડી છે.
બેલિસે કહ્યું, મને નથી લાગતું કે તેની ઉંમર મહત્વ રાખે છે. તેમાં કોઇ શંકા નથી કે તે આગામી ત્રણથી ચાર વર્ષ સુધી આ પ્રદર્શનને જારી રાખી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે