જયસ્વાલ, બિશ્નોઈ અને ત્યાગીને આઈસીસી અન્ડર-19 વિશ્વકપની ટીમમાં મળ્યું સ્થાન
ભારતીય અન્ડર-19 ટીમના ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને રવિવારે સંપન્ન થયેલા વિશ્વકપમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર રવિ બિશ્નોઈ તે ત્રણ ભારતીય ખેલાડીઓમાં સામેલ છે જેને આઈસીસીએ અન્ડર-19 વિશ્વકપની ટીમમાં સોમવારે જગ્યા આપી છે.
Trending Photos
દુબઈઃ ભારતીય અન્ડર-19 ટીમના ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને રવિવારે સંપન્ન થયેલા વિશ્વકપમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર રવિ બિશ્નોઈ તે ત્રણ ભારતીય ખેલાડીઓમાં સામેલ છે જેને આઈસીસીએ અન્ડર-19 વિશ્વકપની ટીમમાં સોમવારે જગ્યા આપી છે.
વિશ્વ કપ વિજેતા બાંગ્લાદેશના કેપ્ટન અકબર અલીના નેતૃત્વમાં પસંદ કરાયેલી 12 સભ્યોની ટીમમાં ઓપનિંગ બેટ્સમેન જયસ્વાલ અને લેગ સ્પિનર બિશ્નોઈ સિવાય ફાસ્ટ બોલર કાર્તિક ત્યાગીને સ્થાન મળ્યું છે. વિશ્વકપની 6 ઈનિંગમાં 133ની એવરેજથી 400 રન બનાવનાર જયસ્વાલને ટૂર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી પસંદ કરવામાં આવ્યો હતો. બિશ્નોઈએ આટલી મેચમાં 10.64ની એવરેજથી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 17 વિકેટ ઝડપી જ્યારે ત્યાગીએ 13.90ની એવરેજથી 11 વિકેટ ઝડપી હતી.
Three Indians and three Bangladeshis in the #U19CWC Team of the Tournament!
Find out who made the cut 👇 https://t.co/r8GZDYzKKY
— Cricket World Cup (@cricketworldcup) February 10, 2020
ભારતીય ટીમે ફાઇનલમાં ત્રણ વિકેટથી પરાજયનો સામનો કર્યો હતો. ટૂર્નામેન્ટની સત્તાવાર ટીમમાં અફઘાનિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન ઇબ્રાહિમ જાદરાન અને વેસ્ટ ઈન્ડિઝના નઈમ યંગ જેવા ખેલાડી સામેલ છે.
અકબર સિવાય બાંગ્લાદેશના વધુ બે ખેલાડીઓ શહાદત હુસૈન અને મહમૂદુલ હસન જોયને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ટીમમાં અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝના બે-બે ખેલાડી છે. કેનેડાના અકીલ કુમારને 12માં ખેલાડીના રૂપમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ટીમને પાંચ સભ્યોની સમિતિ દ્વારા પસંદ કરવામાં આવ્યા જેમાં આઈસીસીના પ્રતિનિધિ મૈરી ગોડબીર, ઇયાન બિશપ, રોહન ગાવસ્કર અને નતાલી જર્મનોસ સિવાય ઈએસપીએન ક્રિકઇન્ફોના સંસાદદાતા શ્રેષ્ઠ શાહ પણ સામેલ હતા.
U-19 WC: ICCએ બાંગ્લાદેશી ખેલાડીઓની આક્રમક ઉજવણીને ગંભીરતાથી લીધી છેઃ ભારતીય ટીમ મેનેજર
ટૂર્નામેન્ટની આઈસીસી અન્ડર-19 વિશ્વ કપ ટીમ (બેટિંગ ક્રમમાં)
યશસ્વી જયસ્વાલ (ભારત) ઇબ્રાહિમ જાદરાન (અફઘાનિસ્તાન), રવિંદુ રાસન્તા (શ્રીલંકા), મહમૂદુલ હસન જોય (બાંગ્લાદેશ), શાહદત હુસેન (બાંગ્લાદેશ), નૈમ યંગ (વેસ્ટ ઇન્ડીઝ) અકબર અલી (બાંગ્લાદેશ (વિકેટકીપર, કેપ્ટન), શફીકુલ્લા ગફારી (અફઘાનિસ્તાન) ), રવિ બિશ્નોઇ (ભારત), કાર્તિક ત્યાગી (ભારત), જાયદેન સીલ, (વેસ્ટ ઇન્ડીઝ) અકિલ કુમાર (કેનેડા) - 12 મા ખેલાડી
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે