IPL: કેપ્ટનશિપમાં વિરાટ કોહલીનો અજબ સંયોગ... 39થી ઈનિંગ શરૂ અને 39 પર ખતમ

આ વખતે કોહલીની આરસીબી પાસે પ્રથમવાર આઈપીએલ ટાઇટલ જીતવાની શાનદાર તક હતી. આવું એટલા માટે કારણ કે તેણે લીગ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ ટીમ નોકઆઉટ લીગમાં પોતાના પ્રદર્શનનું પુનરાવર્તન કરી શકી નહીં. 
 

IPL: કેપ્ટનશિપમાં વિરાટ કોહલીનો અજબ સંયોગ... 39થી ઈનિંગ શરૂ અને 39 પર ખતમ

નવી દિલ્હીઃ વિરાટ કોહલીની આગેવાનીવાળી રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો આઈપીએલ 2021 (IPL 2021) માં સોમવારે નિરાશાજનક અંત થયો. કેપ્ટન તરીકે કોહલીની આરસીબી માટે આ અંતિમ મેચ સાબિત થઈ. શારજાહમાં રમાયેલા એલિમિનિટર મુકાબલામાં કોલકત્તા નાઇટ રાઇડર્સે આરસીબીને 4 વિકેટે હરાવીને આઈપીએલમાંથી બહાર કરી દીધી.

આ વખતે કોહલીની આરસીબી પાસે પ્રથમવાર આઈપીએલ ટાઇટલ જીતવાની શાનદાર તક હતી. આવું એટલા માટે કારણ કે તેણે લીગ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ ટીમ નોકઆઉટ લીગમાં પોતાના પ્રદર્શનનું પુનરાવર્તન કરી શકી નહીં. 

આ હાર બાદ કોહલી (Virat Kohli) ની કેપ્ટનશિપનો નિરાશાજનક અંત પણ થયો. કોહલીએ 8 સીઝનમાં આરસીબીની કમાન સંભાળી પરંતુ ટીમને એક ટ્રોફી અપાવી શક્યો નહીં. આરસીબી માટે કેપ્ટન તરીકે કોહલીએ અંતિમ ઈનિંગમાં 39 રન બનાવ્યા હતા. 

પર્દાપણ કેપ્ટનશિપમાં 39 અને કેપ્ટન તરીકે અંતિમ ઈનિંગમાં પણ કોહલીએ એટલા રન બનાવ્યા જ્યારે વિરાટે વર્ષ 2011માં આરસીબીની કમાન સંભાળી તે સમયે પણ પર્દાપણ ઈનિંગમાં 39 રન બનાવ્યા હતા. તેના બે વર્ષ બાદ એટલે કે 2013માં ન્યૂઝીલેન્ડના ડેનિયલ વિટોરી બાદ તેને ફુલટાઇમ કમાન સોંપવામાં આવી હતી. 

કેપ્ટન તરીકે કોહલીના નામે આઈપીએલમાં સર્વાધિક રન
વિરાટ કોહલીએ આઈપીએલમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન અને સદી ફટકારી છે. 32 વર્ષીય કોહલીએ કેપ્ટન તરીકે આઈપીએલમાં કુલ 4871 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 5 સદી અને 35 અડધી સદી ફટકારી છે, જ્યારે તેની બેટિંગ એવરેજ 41.99 રહી છે. 

140 મેચમાં કરી આગેવાની
કોહલીએ આઈપીએલમાં 140 મેચમાં આગેવાની કરી જેમાં આરસીબીને 66 મેચમાં જીત મળી અને 70 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. વિરાટની આગેવાનીમાં આરસીબીએ 2016, 2020 અને 2021માં પ્લેઓફની ટિકિટ કપાવી હતી. પરંતુ આ ભારતીય ખેલાડીની આગેવાનીમાં આરસીબીનું બેસ્ટ પ્રદર્શન વર્ષ 2016માં આવ્યું જ્યારે ટીમે આઈપીએલ ઈતિહાસમાં ત્રીજીવાર રનર્સઅપ બનીને સંતોષ કરવો પડ્યો હતો. 

વર્ષ 2016 રહ્યું દમદાર
કોહલી માટે વર્ષ 2016 શાનદાર રહ્યુ. તે વર્ષે કોહલીએ 4 સદીની સાથે કુલ 973 રન બનાવ્યા હતા. કોહલી આગામી વર્ષે આઈપીએલમાં આરસીબી તરફથી ખેલાડી તરીકે મેદાન પર જોવા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news