બાળપણમાં અભિષેકે બિગ બીને લખ્યો હતો આવો પત્ર, વાંચીને તમે પણ થશે જશો ભાવુક

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitbah Bachchan)એ પોતાના પુત્ર અભિષેક બચ્ચન (Abhishek Bachchan)એ બાળપણમાં લખેલા એક પત્રને ટ્વિટર પર શેર કર્યો છે. પત્રમાં લખ્યું છે, ''પ્યારા પાપા, તમે કેમ છો? અમે બધા સારા છીએ. હું તમને ખૂબ યાદ કરું છું.

બાળપણમાં અભિષેકે બિગ બીને લખ્યો હતો આવો પત્ર, વાંચીને તમે પણ થશે જશો ભાવુક

નવી દિલ્હી: મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitbah Bachchan)એ પોતાના પુત્ર અભિષેક બચ્ચન (Abhishek Bachchan)એ બાળપણમાં લખેલા એક પત્રને ટ્વિટર પર શેર કર્યો છે. પત્રમાં લખ્યું છે, ''પ્યારા પાપા, તમે કેમ છો? અમે બધા સારા છીએ. હું તમને ખૂબ યાદ કરું છું. પાપા, તમે જલદી ઘરે આવી જાવ. હું તમારી સ્માઇલ માટે પ્રાર્થના કરી રહ્યો છું. ઇશ્વર અમારી પ્રાર્થનાઓને સાંભળી રહ્યો છું. તમે ચિંતા ન કરો. હું માતા અને શ્વેતા દીદી ઘરનું ધ્યાન રાખી રહ્યો છું. હું ક્યારેક ક્યારેક તોફાની બની જાવ છું. હું તમને ખૂબ પ્રેમ કરું છું પાપા. તમારો વ્હાલો પુત્ર, અભિષેક.''

— Amitabh Bachchan (@SrBachchan) November 14, 2019

આ પોસ્ટને લગભગ 1.4 હજાર લોકોએ રીટ્વિટ કરવાની સાથે 24.1 હજાર લોકોએ લાઇક કરી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં રૂમી જાફરી નિર્દેશિતની સાઇકોલોજિકલ થ્રિલર ફિલ્મ 'ચેહરે'માં એકસાથે જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે બોલીવુડ એક્ટર ઇમરાન હાશમી  (Emraan Hashmi) પણ જોવા મળશે. આ ફિલ્મના નિર્માતા આનંદ પંડિત છે. આ ફિલ્મનું નિર્માણ મોશન પિક્ચર્સ અને સરસ્વતી એન્ટરટેનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થવાની હતી. પરંતુ આ ફિલ્મ આગામી વર્ષે 24 એપ્રિલના રોજ રિલીજ થશે. 

Shweta and Abhishek .. in their prime .. !!🤣 pic.twitter.com/k6AuFYskhP

— Amitabh Bachchan (@SrBachchan) November 15, 2019

તમને જણાવી દઇએ કે તાજેતરમાં અમિતાભ બચ્ચને બોલીવુડમાં પોતાના 50 વર્ષ પુરા કર્યા. આજથી પચાસ વર્ષ પહેલાં અમિતાભ બચ્ચનની પહેલી હિંદી ફિલ્મ રિલીઝ થઇ હતી. આ ફિલ્મનું નામ છે 'સાત હિંદુસ્તાની' જેના નિર્દેશક ખ્વાઝા અહેમદ અબ્બાસ છે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news