IPL Final થઈ જશે ખેદાન-મેદાન! અંબાલાલ બાદ હવામાન વિભાગે કહ્યું આજે અમદાવાદમાં તૂટી પડશે વરસાદ! 

IPL Final 2023: રિઝર્વ ડે પર રમાનારી ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની આઈપીએલની ફાઈનલ મેચ પર તોળાઈ રહ્યું છે ભુક્કા કાઢી નાંખે એવા ભારે વરસાદનું જોખમ. આગાહીકાર અંબાલાલ પટેલે આજે પણ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. ત્યાર બાદ હવામાન વિભાગે શું કહ્યું એ જાણો...

IPL Final થઈ જશે ખેદાન-મેદાન! અંબાલાલ બાદ હવામાન વિભાગે કહ્યું આજે અમદાવાદમાં તૂટી પડશે વરસાદ! 

IPL Final 2023: સામાન્ય રીતે ગુજરાતમાં ઉનાળાની સિઝનમાં વરસાદ પડતો નથી. જોકે, રવિવારે અમદાવાદમાં રમાનારી આઈપીએલી ફાઈનલમાં તોફાની વરસાદે વિધ્ન નાંખ્યું. આજે સોમવારે પણ સ્થિતિ લગભગ સરખી જ છે. આગાહીકાર અંબાલાલ બાદ હવામાન વિભાગે પણ કરી છે કરોડો ક્રિકેટ ચાહકોના દિલ તોડી નાંખે તેવા વરસાદની આગાહી. ભારે વરસાદને કારણે ખેદાન-મેદાન થઈ શકે છે અમદાવાદમાં આજે રિઝર્વ ડે પર રમાનારી IPL Final. 

IPL Final માં ફરી વિલન બનશે વરસાદઃ
અમદાવાદમાં IPLની મેચ દરમ્યાન ફરી એકવાર વિલન બનશે વરસાદ. સાંજ પડતાની સાથે જ કાળુ ડિબાંગ થઈ જશે અમદાવાદનું આકાશ. ત્યાર બાદ અમદાવાદ શહેરમાં સાંજના સમયે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીકાર અંબાલાલ બાદ હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે. જેને કારણે કરોડો ક્રિકેટ ચાહકોના દિલ તૂટી જશે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક વિજીન લાલના જણાવ્યા મુજબ સાંજ પડતાની સાથે જ અમદાવાદમાં ભારે પવન સાથે રીતસર તૂટી પડશે વરસાદ. પવનની ગતિ 40-50 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. વરસાદના કારણે આઈપીએલની અમદાવાદમાં રમાનાર ફાઇનલ મેચ ધોવાઈ શકે છે. બે દિવસ સુધી કમોસમી વરસાદની સંભાવના છે.

વાવાઝોડા સાથે વરસાદની આગાહીઃ
વેસ્ટન ડીસ્ટબન્સ ના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ. પવનની ગતિ  40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. આ બાબત પણ ખતરાથી ખાલી નથી. એટલે આજે સાંજના સમયે ઘરની બહાર કે રસ્તા પર નીકળતા પહેલાં સાવધાન રહેજો.

આજે પણ વિલન બનશે વરસાદ?
રિઝર્વ ડે પર રમાનારી ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની મેચ પર વરસાદનું જોખમ તોળાઈ રહ્યું છે. આગાહીકાર અંબાલાલ પટેલે આજે પણ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. જો કે રિઝર્વ ડે પર વરસાદ કાલ જેવો પડશે તેવી આશંકા નથી. સોમવારે અમદાવાદમાં તડકો રહેશે પરંતુ સાંજે વાદળો જોવા મળી શકે છે. મેચના સમયે લગભગ 10 ટકા ચાન્સ છે કે વરસાદ પડે. ભેજ પણ 45-50 ટકા વચ્ચે રહી શકે છે. 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 

ક્યાં-ક્યાં તૂટી પડશે વરસાદ?
હવામાન વિભાગની આગાહી મુજબ હજુ બે દિવસ ગુજરાત માટે ભારે છે. ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને રાજ્યના અમદાવાદ, ગાંધીનગર ખેડા પંચમહાલ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મોરબી ભરૂચ વડોદરા કચ્છ મહીસાગર દાહોદ મોરબીમાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news