સટ્ટાબાજ સોનૂનું દાઉદ સાથે કનેક્શન, અરબાઝ સાથે બોલિવૂડના અનેક મોટા માથાં સામેલ હોવાની શંકા

આઈપીએલમાં સટ્ટાબાજી માટે ધરપકડ કરાયેલા સોનૂનો અંડરવર્લ્ડના અનેક માફિયા સાથે સંબંધ હોવાનું કહેવાય છે. જેમાં દાઉદ ઈબ્રાહિમ કાસકરનું નામ પણ સામેલ છે.

સટ્ટાબાજ સોનૂનું દાઉદ સાથે કનેક્શન, અરબાઝ સાથે બોલિવૂડના અનેક મોટા માથાં સામેલ હોવાની શંકા

મુંબઈ: બોલિવૂડ અભિનેતા-નિર્માતા અરબાઝ ખાનને થાણે પોલીસે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સટ્ટાબાજી મામલે પૂછપરછ માટે સમન પાઠવ્યું છે. પોલીસના એક અધિકારીએ આ અંગે જાણકારી આપી છે. પોલીસ ઈન્સ્પેક્ટર રાજકુમાર કોથમીરે કહ્યું કે સુપરસ્ટાર સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાનને શનીવારે થાણે એન્ટી એક્સટોર્શન સેલમાં હાજર થવાનું કહેવાયું છે. એક સટ્ટાબાજ સોનૂ જાલન ઉર્ફે સોનુ બાટલાની થોડા સમય પહેલા ધરપકડ થઈ હતી અને એઈસીસીએ આઈપીએલ સટ્ટાબાજી મામલે તેની પૂછપરછ કરી, ત્યારબાદ અરબાઝને સમન મોકલવામાં આવ્યું.

આઈપીએલમાં સટ્ટાબાજી માટે ધરપકડ કરાયેલા સોનૂનો અંડરવર્લ્ડના અનેક માફિયા સાથે સંબંધ હોવાનું કહેવાય છે. જેમાં દાઉદ ઈબ્રાહિમ કાસકરનું નામ પણ સામેલ છે. આ સંબંધે તપાસ કરી રહેલા ઈન્સ્પેક્ટર રાજકુમારે જણાવ્યું કે આ મામલે તપાસ છેલ્લા 5-6 વર્ષથી ચાલુ છે અને તેમાં 550થી 600 કરોડનું કૌભાંડ હોવાની શંકા છે. અમે અરબાઝ પાસેથી આ મામલે તેમના સામેલ હોવા અંગે માહિતી ઈચ્છીએ છીએ.

રાજકુમારે એમ પણ કહ્યું કે સોનૂ પાસેથી કેટલીક તસવીરો મળી છે જેમાં અન્ય ફિલ્મી હસ્તીઓના સામેલ હોવાનો પણ ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે. આવામાં તેમને પણ સમન મોકલવામાં આવી શકે છે. પોલીસ ઈન્સ્પેક્ટર રાજકુમારના જણાવ્યાં મુજબ આ સમગ્ર આઈપીએલ કૌભાંડમાં મોટા મોટા સટ્ટાબાજો સામેલ છે જે મુંબઈ, અમદાવાદ, જયપુર અને નવી દિલ્હીથી સંચાલન કરી રહ્યાં છે.

These were the 'unfortunate' players in IPL Auction 2018

લગભગ 10 વર્ષ પહેલા આઈપીએલ કૌભાંડનો મામલો સામે આવ્યો હતો અને તેમાં સોનૂની ધરપકડ થઈ હતી. આ દરમિયાન પૂછપરછમાં સામે આવ્યું હતું કે આ મામલામાં વિશ્વની અનેક નાની મોટી હસ્તિઓ સાથે તે સંપર્કમાં છે જેમાં અરબાઝ ખાનનું નામ પણ સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ વિદુ દારા સિંહ પણ સોનૂ જાલનને મળ્યો હતો. પરંતુ તે આઈપીએલના જૂના કેસ સાથે સંલગ્ન હતો.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે થાણે પોલીસ ક્રાઈમ બ્રાન્ચના એઈસીએ 15મી મેના રોજ આ ગેંગનો પર્દાફાશ કર્યો હતો અને મુંબઈમાં સોનૂ જાલાન ઉર્ફે સોનુ મલાડ સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. જાલન દેશના ટોચના સટોડિયામાં સામેલ છે. એક અન્ય પોલીસ અધિકારીએ જણાવ્યું કે અમને શંકા છે કે અરબાઝ ખાને આઈપીએલમાં સટ્ટો લગાવ્યો હતો અને અમે તેના બેંકખાતાની લેવડ દેવડની તપાસ કરવા માંગીએ છીએ. અધિકારીએ ધરપકડ કરાયેલા આરોપીની પૂછપરછનો હવાલો આપતા કહ્યું કે  અરબાઝ ખાન જાલન સાથે કથિત રીતે 2.80 કરોડ સટ્ટામાં હાર્યો અને નાણા ચૂકવી શકતો નહતો આથી સટોડિયાએ અભિનેતાને ધમકી પણ આપી હતી.

IPL Betting, Arbaaz Khan, Sonu Jalan

અરબાઝને બાંદ્રા સ્થિત રહેઠાણ પર મોકલવામાં આવેલા સમનમાં જણાવાયું છે કે જાલાને ડોમ્બિવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આઈપીસીની કલમ 420, 465, 468, 471, અને સટ્ટા કાયદાની કલમ 4 (એ) તથા આઈટી કાયદાની કલમ 66 (એ) હેઠળ ધરપકડ કરાયો છે. અધિકારીએ જણાવ્યું કે જાલાનને આઈપીએલની મેચમાં સટ્ટો લગાવવા બદલ 2012માં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પણ પકડ્યો હતો. જાલાનની પોલીસ રિમાન્ડ આજે સમાપ્ત થઈ રહી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news