IPL 2024: હાર્દિકે દુનિયાના બેસ્ટ બોલર સાથે આ કેવું વર્તન કર્યું? બુમરાહનો ચહેરો ઉતરી ગયો, Video
Watch Video: ગત સીઝનમાં ગુજરાત ટાઈટન્સની કેપ્ટન્સી હતી ત્યારે પણ હાર્દિકે મોહમ્મદ શમીને કેચ છોડવા બદલ એલફેલ શબ્દો કહ્યા હતા. માહોલ એટલો ગરમાઈ ગયો કે ફ્રેન્ચાઈઝીના માલિકોએ વચ્ચે પડવું પડ્યું હતું. જ્યારે હવે હાર્દિક જસપ્રીત બુમરાહ પર બૂમાબૂમ કરતો હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
Trending Photos
હાર્દિક પંડ્યા અવારનવાર પોતાના વ્યવહારના કારણે ચર્ચામાં રહે છે અને ટ્રોલ થતો રહે છે. આઈપીએલ 2024ની શરૂઆતમાં રોહિત શર્માની ફીલ્ડ પ્લેસમેન્ટમાં તે સતત ફેરફાર કરતો જોવા મળ્યો હતો. રોહિતને સતત આમ તેમ ભાગવું પડ્યું હતું. ગત સીઝનમાં ગુજરાત ટાઈટન્સની કેપ્ટન્સી હતી ત્યારે પણ હાર્દિકે મોહમ્મદ શમીને કેચ છોડવા બદલ એલફેલ શબ્દો કહ્યા હતા. માહોલ એટલો ગરમાઈ ગયો કે ફ્રેન્ચાઈઝીના માલિકોએ વચ્ચે પડવું પડ્યું હતું. જ્યારે હવે હાર્દિક જસપ્રીત બુમરાહ પર બૂમાબૂમ કરતો હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જોકે, આ મામલે ખુલાસો થાય એ પણ જરૂરી છે.
બુમરાહ પર રાડારાડ કરવા લાગ્યો હાર્દિક
હાર્દિક પંડ્યાને કેપ્ટન્સી મળ્યા બાદ તે અલગ જ ટશનમાં જોવા મળી રહ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય બોલર જસપ્રીત બુમરાહ પર બૂમો પાડવા લાગ્યો. હાર્દિક તે સમયે બોલિંગ કરતો હતો. સર્કલમાં ફીલ્ડિંગ કરી રહેલા બુમરાહને હાર્દિકે પાછળ જવાનું કહ્યું. બુમરાહ જઈ રહ્યો હતો કે હાર્દિકે જલદી જવા માટે બૂમો પાડવાનું શરૂ કરી દીધું હતું. હાર્દિકના એકાએક બદલાયેલા વલણને પગલે બુમરાહ પણ ચોંક્યો હતો.
Hardik pandya disrespecting Jasprit bumrah 💔💔 pic.twitter.com/BH5bzYTYR8
— Vishu Saroha (@Saroha80986281) May 4, 2024
બુમરાહના ચહેરા પર જોવા મળી નિરાશા
જ્યારે હાર્દિક પંડ્યાએ જસપ્રીત બુમરાહ પર બૂમો પાડી તો તેનો ચહેરો જોવા લાયક હતો. બુમરાહ નિરાશ જોવા મળ્યો હતો. બુમરાહે છતાં હસતા હસતા બીજી તરફ જોવા માંડ્યું. આ ઘટના કોલકાતા નાઈટ રાઈડર્સની ઈનિંગની 17મી ઓવરમાં ઘટી હતી. તે ઓવરમાં હાર્દિક પંડ્યાની ખુબ ધોલાઈ થઈ હતી. તેને છગ્ગા પડ્યા. ચાર ઓવરના સ્પેલમાં 44 રન આપ્યા અને બે વિકેટ લીધી હતી. હાર્દિકે પોતાનો ગુસ્સો બુમરાહ પર ઉતાર્યો હતો.
મુંબઈ ઈન્ડિયન્સની સતત ચોથી હાર
મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2024માં સતત ચોથી મેચ હારી છે. હાર્દિકને ટીમે સતત 3 હાર સાથે લીગની શરૂઆત પણ કરી હતી. કેકેઆર વિરુદ્ધ મેચમાં હાર્દિકની કેપ્ટન્સી ઉપર પણ સવાલ ઉઠ્યા હતા. 57 રન પર 5 વિકેટ પડ્યા બાદ પણ તેણે જસપ્રીત બુમરાહને બોલિંગ આપી નહીં. બુમરાહની 3 ઓવર બાકી હતી. વેંકટેશ ઐય્યર અને મનીષ પાંડેને સેટ થવાની તક મળી ગઈ. તેનાથી કેકેઆરની ટીમ મુશ્કેલ વિકેટ પર 169 રન બનાવવામાં સફળ રહી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે