DC vs GT: શુભમન ગિલની એક ભૂલ ગુજરાત ટાઈટન્સને ભારે પડી ગઈ, ખતરનાક બોલર સાથે આવું વર્તન કેમ?
DC vs GT: ગુજરાત ટાઈટન્સનું આ સીઝનમાં પરફોર્મન્સ નબળું જોવા મળી રહ્યું છે. ટીમના કેપ્ટન શુભમન ગિલને ટીમ ઈન્ડિયાના ભવિષ્યના કેપ્ટન તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. પરંતુ ગિલ એન્ડ કંપનીની સફલ આ ટુર્નામેન્ટમાં ખુબ ઉતાર ચડાવવાળી જોવા મળી રહી છે
Trending Photos
DC vs GT: ગુજરાત ટાઈટન્સનું આ સીઝનમાં પરફોર્મન્સ નબળું જોવા મળી રહ્યું છે. ટીમના કેપ્ટન શુભમન ગિલને ટીમ ઈન્ડિયાના ભવિષ્યના કેપ્ટન તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. પરંતુ ગિલ એન્ડ કંપનીની સફલ આ ટુર્નામેન્ટમાં ખુબ ઉતાર ચડાવવાળી જોવા મળી રહી છે. દિલ્હી સામે 17 એપ્રિલના રોજ શરમજનક હાર બાદ ગુજરાતની ટીમ ગઈ કાલે 25 એપ્રિલે હિસાબ બરાબર કરશે તેવી ધારણા હતી. મુકાબલો રોમાંચક જરૂર બન્યો પણ ગુજરાત ટાઈટન્સે હારનો સામનો કરવો પડ્યો. પણ આ વખતે હાર બાદ કેપ્ટન ગિલનો એક નિર્ણય બધાને ચોંકાવી રહ્યો છે.
દિલ્હી તરફથી પહેલી જ ઓવરથી ધૂંઆધાર શરૂઆત જોવા મળી હતી. જેક ફ્રેઝર અને પૃથ્વી શો ઘાતક સાબિત થઈ શકે તેમ હતા. પરંતુ આ મુસીબતની ઘડીમાં ટીમ માટે સંકટમોચક બન્યો ફાસ્ટ બોલર સંદીપ વોરિયર જેણે પૃથ્વીને 11 રન અને જેક ફ્રેઝરને 23 રન પર પેવેલિયન ભેગા કર્યા. એટલું જ નહીં પાવર પ્લેમાં જ સંદીપે પોતાની ત્રીજી વિકેટ શાઈ હોપના સ્વરૂપમાં લીધી. પરંતુ તેનું આ પ્રદર્શન કદાચ શુભમન ગિલને નજરે ચડ્યું નહીં.
કેમ કર્યો ઈગ્નોર
સંદીપ વોરિયર તે દરમિયાન દિલ્હીની ગતિ પર બ્રેક લગાવતો જોવા મળ્યો હતો જ્યારે મોટાભાગના બોલરો પીટાઈ રહ્યા હતા. સંદીપે માત્ર 3 ઓવરમાં 15 રન આપી અને 3 વિકેટ લીધી. આમ છતાં કેપ્ટન ગિલે તેને સ્પેલ પૂરો કરવા દીધો નહીં. 16થી 20 ઓવરની વચ્ચે ગુજરાતના બોલરોએ 97 રન આપી દીધા. પરંતુ આ બધા વચ્ચે પણ શુભમન ગિલે સંદીપ વોરિયરને તેની ચોથી ઓવર માટે બોલાવ્યો નહીં. દિલ્હી તરફથી કેપ્ટન પંતે 88 રનની તાબડતોડ ઈનિંગ રમી અને સ્કોરબોડ પર 224 રન ઠોકી દીધા.
સિદ્ધુએ પણ કર્યો ઉલ્લેખ
મેચ બાદ કોમેન્ટ્રી કરતી વખતે નવજોત સિંહ સિદ્ધુએ પણ ભૂલો ગણાવતા ગિલની આ ભૂલનો ઉલ્લેખ કર્યો હતો. 225 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની ટીમ તરફથી શુભમન ગિલ ફ્લોપ જોવા મળ્યો. જો કે સાઈ કિશોર અને ડિવિડ મિલરે જબરદસ્ત ફોર્મ દેખાડતા અડધી સદી ફટકારી. રાશિદ ખાને પણ સારી બેટિંગ કરી. પરંતુ ટીમને છેલ્લા બોલે જીત માટે 5 રનની જરૂર હતી ત્યારે રાશિદ ખાન મોટો શોટ રમવામાં નિષ્ફળ ગયો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે