Shubman Gill: ટિચૂક-ટિચૂક રમનારો ખેલાડી કેવી રીતે બની ગયો સ્ફોટક બેટ્સમેન, મુંબઈ સામે સદી ફટકાર્યા બાદ ખુલ્યું રહસ્ય

Shubman Gill: શુભમન ગિલને (Shubman Gill) હંમેશા ટેસ્ટ અને વનડેનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન માનવામાં આવતો હતો. ટી20માં આવું નહોતું પરંતુ આ વર્ષે IPLમાં તે અલગ રીતે બેટિંગ કરી રહ્યો છે. IPL 2023માં (IPL 2023) મુંબઈ ઈન્ડિયન્સ સામે સદી ફટકાર્યા બાદ ગિલે તેની બેટિંગ વિશે ખુલાસો કર્યો છે.

Shubman Gill: ટિચૂક-ટિચૂક રમનારો ખેલાડી કેવી રીતે બની ગયો સ્ફોટક બેટ્સમેન, મુંબઈ સામે સદી ફટકાર્યા બાદ ખુલ્યું રહસ્ય

Shubman Gill: લગભગ એક વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શૂબમન ગિલ (Shubman Gill) સદીની આસપાસ  આવીને ચૂકી જતો હતો. પિતા અને શરૂઆતના કોચ લખવિંદર સિંહ આનાથી નાખુશ હતા. શુભમને ગયા વર્ષે ઝિમ્બાબ્વે વિરૂદ્ધ વનડેમાં સદી ફટકારી હતી અને ત્યાર બાદ તેને તેની આદત પડી ગઈ હતી. શુભમન, ત્રણેય ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર ચુનિંદા ખેલાડીઓમાંનો એક છે, તે IPL 2023 (IPL 2023) માં જે ફોર્મમાં તેને હવે 'શો-મેન' ગિલ કહેવામાં આવે છે. તેણે ક્વોલિફાયર-2માં મુંબઈ ઈન્ડિયન્સ (GT ​​vs MI) સામે સદી ફટકારી હતી, જે આ સિઝનમાં તેની ત્રીજી સદી છે. આ સદીની મદદથી ટાઇટન્સે ત્રણ વિકેટે 233 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગ્સ માત્ર 171 રનમાં સમેટાઈ ગઈ હતી.

No description available.

ગીલે પોતાના પર કામ કર્યું
શુભમન ગિલ (Shubman Gill)આ આઈપીએલમાં 156ના સ્ટ્રાઈક રેટથી રન બનાવી રહ્યો છે. ગત સિઝનમાં તેનો સ્ટ્રાઈક રેટ 132 હતો અને તે પહેલા 119 હતો. આ સિઝન પહેલા તેની પાસે આઈપીએલની (IPL 2023) એક પણ સદી નથી. તો પછી ગિલના પ્રદર્શનમાં આટલો બદલાવ કેવી રીતે આવ્યો. મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યા બાદ 23 વર્ષીય ગિલે કહ્યું, 'છેલ્લા વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસથી મને લાગે છે કે મેં ગિયર્સ બદલવાનું શરૂ કર્યું છે. હું છેલ્લી આઈપીએલ પહેલા ઈજાગ્રસ્ત થયો હતો પરંતુ મેં મારી રમત પર કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. મેં કેટલાક ક્ષેત્રો પર કામ કર્યું છે અને ટી-20 વર્લ્ડ કપ પછી ન્યુઝીલેન્ડ શ્રેણી પહેલા ટેકનિકલ ફેરફારો કર્યા છે.

5 સિઝનમાં 47 સિક્સર ફટકારી હતી
શુભમન ગિલે (Shubman Gill)2018માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું. 2018 થી 2022 ની વચ્ચે ગિલના બેટમાંથી કુલ 47 સિક્સર નીકળી હતી. આ સિઝનમાં એકલા તેણે 33 છગ્ગા માર્યા છે. અગાઉ એક સિઝનમાં તેણે 2021માં KKR માટે સૌથી વધુ 12 સિક્સ ફટકારી હતી. ગિલે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં 10 સિક્સર ફટકારી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news