CSK vs GT: ચેન્નઈ સુપર કિંગ્સ રેકોર્ડ 10મી વખત ફાઇનલમાં, ગુજરાતને મળશે બીજી તક
IPL 2023, CSK vs GT: ગાયકવાડની અડધી સદી બાદ બોલરોના દમદાર પ્રદર્શનની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને હરાવી આઈપીએલ-2023ના ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
Trending Photos
ચેન્નઈઃ એમએસ ધોનીની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ-2023ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ચેન્નઈના ચેપોકમાં રમાયેલી ક્વોલિફાયર-1માં ગુજરાત ટાઈટન્સને 15 રને પરાજય આપી ચેન્નઈની ટીમે ફાઇનલની ટિકિટ મેળવી લીધી છે. ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ રેકોર્ડ 10મી વખત ફાઇનલમાં પહોંચી છે. તો ગુજરાતને ફાઇનલમાં પહોંચવા માટે હજુ એક તક મળશે. પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 7 વિકેટે 172 રન ફટકાર્યા હતા, જેના જવાબમાં ગુજરાત ટાઈટન્સની ટીમ 20 ઓવરમાં 157 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ચેન્નઈ સુપર કિંગ્સે પ્રથમવાર ગુજરાત ટાઈટન્સને પરાજય આપ્યો છે.
ચેન્નઈ રેકોર્ડ 10મી વખત ફાઇનલમાં
મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીવાળી ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ રેકોર્ડ 10મી વખત ફાઇનલમાં પહોંચી છે. ચેન્નઈ સુપર કિંગ્સ ચાર વખત આઈપીએલ ટ્રોફી જીતી ચુકી છે. 2022ની સીઝનમાં ચેન્નઈની ટીમ પોઈન્ટ ટેબલમાં નવમાં સ્થાને રહી હતી. પરંતુ આ વખતે ટીમે દમદાર વાપસી કરી અને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
ગાયકવાડ અને કોનવેની શાનદાર શરૂઆત
ચેન્નઈ સુપર કિંગ્સ માટે આજે ફરી બંને ઓપનર રુતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેએ મજબૂત શરૂઆત અપાવી હતી. બંને ઓપનરોનું ટૂર્નામેન્ટમાં ફોર્મ શાનદાર રહ્યું છે અને આજે ક્વોલિફાયરમાં પણ બંનેએ પ્રથમ વિકેટ માટે 87 રનની ભાગીદારી કરી હતી. રુતુરાજ યાગકવાડ 44 બોલમાં સાત ચોગ્ગા અને એક સિક્સ સાથે 60 રન બનાવી આઉટ થયો હતો. તો ડેવોન કોનવે 34 બોલમાં 40 રન બનાવી આઉટ થયો હતો.
શિવમ દુબે 1 રન બનાવી નૂર અહમદનો શિકાર બન્યો હતો. રહાણેએ 10 બોલમાં 17 રન બનાવ્યા હતા. અંબાતી રાયડૂએ પણ 17 રનનું યોગદાન આપ્યું હતું. રવીન્દ્ર જાડેજા 16 બોલમાં 22 રરન બનાવી આઉટ થયો હતો. મોઈન અલીએ અણનમ 9 રન બનાવ્યા હતા. તો ગુજરાત તરફથી મોહમ્મદ શમી અને મોહિત શર્માએ બે-બે વિકેટ લીધી હતી. આ સિવાય રાશિદ ખાન, નૂર અહમદ અને દર્શન નાલકન્ડેને એક-એક વિકેટ મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે