IPL 2023: RCB થઈ જશે બહાર, IPL પ્લેઓફમાં પહોંચશે ધોનીની ચેન્નઈ સહિત આ 4 ટીમો

IPL 2023: આઈપીએલ 2023ની શરૂઆત હજુ થઈ નથી પરંતુ તે પહેલાં આરસીબીને મોટો ઝટકો લાગ્યો છે. એક સિમુલેશન મોડલ અનુસાર વિરાટ કોહલીનું સપનું ફરી તૂટી શકે છે. તે અનુસાર આરસીબીની ટીમ પ્લેઓફમાં પણ પહોંચશે નહીં. તો ચેન્નઈ અને મુંબઈ અંતિમ ચારમાં પહોંચી શકે છે.

IPL 2023: RCB થઈ જશે બહાર, IPL પ્લેઓફમાં પહોંચશે ધોનીની ચેન્નઈ સહિત આ 4 ટીમો

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023)ની 16મી સીઝન શરૂ થવાની છે. 31 માર્ચે 10 ટીમોની આ ટૂર્નામેન્ટનો પ્રથમ મુકાબલો રમાશે. આ પહેલાં અનુમાન લગાવવામાં આવી રહ્યાં છે કે કઈ ટીમ પ્લેઓફમાં પહોંચશે. દરેક પોત-પોતાની પસંદ જણાવી રહ્યાં છે. આ વચ્ચે ડી એન્ડ પી એડવાઇઝરી દ્વારા વિકસિત એક સાંખ્યિકીય સિમુલેશન મોડલ અનુસાર રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને દિલ્હી કેપિટલ્સી ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવવાથી ચૂકી જશે. પ્લેઓફમાં પહોંચવાની સૌથી વધુ તક રાજસ્થાન રોયલ્સની છે. મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ પણ પ્લેઓફમાં પહોંચી શકે છે. 

કઈ ટીમની પ્લેઓફમાં પહોંચવાની સંભાવના વધુ

ટીમ  પ્લેઓફમાં પહોંચવાની સંભાવના
રાજસ્થાન રોયલ્સ 50.1 %
લખનઉ સુપર જાયન્ટ્સ 49.8 %
ચેન્નઈ સુપર કિંગ્સ 46.5 %
મુંબઈ ઈન્ડિયન્સ 46.0 %
કોલકત્તા નાઇટ રાઇડર્સ 43.0 %
ગુજરાત ટાઈટન્સ 38.5 %
પંજાબ કિંગ્સ 36.3 %
સનરાઇઝર્સ હૈદરાબાદ 36.1 %
રોયલ ચેલેન્જર્સ બેંગલોર 28.5 %
દિલ્હી કેપિટલ્સ 25.0 %

આ પણ વાંચોઃ અમદાવાદમાં IPL મેચ દરમિયાન વરસાદ પડશે કે નહિ, આવી છે હવામાન વિભાગની આગાહી

કઈ રીતે સંભાવના વ્યક્ત કરવામાં આવી?
ડી એન્ડ પી એડવાઇઝરી નિયમિત રૂપથી આઈપીએલની બ્રાન્ડ વેલ્યૂએશન જારી કરે છે. હવે તેણે પ્લેઓફમાં જગ્યા બનાવનારી ચાર ટીમોની ભવિષ્યવાણી કરી છે. તે માટે મોન્ટે કાર્લો સિમુલેશનનો ઉપયોગ કરવામાં આવે છે. ડી એન્ડ પી એડવાઇઝરીના મેનેજિંગ પાર્ટનર સંતોષ એને કહ્યુ- ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી 2023 સીઝનના લીગ ફેઝની ટોપ-4 ટીમની ભવિષ્યવાણી કરવા માટે અમે મોન્ટે કાર્લો સિમુલેશન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ એક આંકડાકીય તકનીક છે, જે સામાન્ય રીતે નાણાના ક્ષેત્રમાં વાપરવામાં આવે છે. 

આઈપીએલ વિશ્વભરમાં સૌથી વધુ જોવાતી એક સ્પોર્ટ્સ ઈવેન્ટમાંથી એક છે. અત્યાર સુધી રમાયેલી 950 મેચમાંથી 564 મેચ અંતિમ ઓવર સુધી પહોંચી. ઘણીવાર તો છેલ્લા બોલ સુધી ખબર પડતી નથી કે વિજેતા કોણ બનશે. આ કારણે આઈપીએલને લઈને ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે. આ કારણે તેમાં પરિણામ સુધી પહોંચવા માટે ઘણા પ્રકારના ડેટા પર વિશ્વાસ કરવામાં આવે છે. રિપોર્ટ અનુસાર જે કારણ પર વિચાર કરવામાં આવ્યો છે, તેમાં ટીમની બેટિંગ અને તેના બોલિંગ વિભાગની તાકાત, ઘરેલૂ મેદાનનો લાભ, નેટ રનરેટ, પાછલો રેકોર્ડ, વર્તમાન ફોર્મ અને અન્ય ઘણા પ્રકારના મેટ્રિસનો ઉપયોગ કરવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news