IPL 2022: ટૂર્નામેન્ટ પહેલાં મુંબઈ ઈન્ડિયન્સને ઝટકો, સૂર્યકુમાર યાદવ ઈજાગ્રસ્ત
ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત 26 માર્ચથી થઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ 27 માર્ચે પોતાની પ્રથમ મેચ રમશે. પરંતુ ટીમનો સ્ટાર બેટર સૂર્યકુમાર યાદવ હજુ સુધી ફિટ થયો નથી.
Trending Photos
નવી દિલ્હીઃ પાંચ વખતની આઈપીએલ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ માટે ખરાબ સમાચાર આવ્યો છે. તેનો સ્ટાર બેટર સૂર્યકુમાર યાદવ ઈજાગ્રસ્ત છે. તેનો અંગૂઠો હજુ સુધી સાજો થયો નથી. તેવામાં આશંકા છે કે તે શરૂઆતી મેચોમાં બહાર રહી શકે છે. મુંબઈ આઈપીએલ 2022માં પોતાના અભિયાનની શરૂઆત 27 માર્ચે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રમી કરશે.
મુંબઈએ કર્યો હતો રિટેન
મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ ઓક્શન પહેલાં કેપ્ટન રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, પોલાર્ડની સાથે સૂર્યકુમાર યાદવને રિટેન કર્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ સામે હાલમાં ઘરઆંગણે પૂર્ણ થયેલી સિરીઝમાં સૂર્યકુમારનો અંગૂઠો ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ત્યારબાદ તે શ્રીલંકા સામે રમાયેલી સિરીઝમાં પણ બહાર રહ્યો હતો. સૂર્યકુમાર યાદવ હાલ નેશનલ ક્રિકેટ એકેડમી બેંગલુરૂમાં રિહેબ કરી રહ્યો છે.
કેટલી ગંભીર છે સૂર્યકુમારની ઈજા
મુંબઈનો આ બેટર ઝડપથી સાજો થઈ રહ્યો છે, પરંતુ સંભાવના છે કે તે શરૂઆતી મેચોમાં બહાર રહી શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના એક સૂત્રએ નામ ન જણાવવાની શરત પર આ વાત પીટીઆઈને જણાવી છે. સંભાવના છે કે તેને બોર્ડની મેડિકલ ટીમ દ્વારા ઓપનિંગ બેટરના રૂપમાં રમવાનું જોખમ ન ઉઠાવવાની સલાહ આપી શકે છે. મુંબઈ માટે કેપ્ટન રોહિત શર્મા, ઈશાન કિશન બાદ સૂર્યકુમાર સૌથી મહત્વનો બેટર છે. મુંબઈની પાસે પ્રથમ મેચ બાદ પાંચ દિવસનું અંતર છે. ટીમે બીજી મેચ 2 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રમવાની છે. ત્યાં સુધી સૂર્યકુમાર ફિટ થઈ જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે