શિખર ધવને ટી20 ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, આમ કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન
આઇપીએલ 2022 ખૂબ જ શાનદાર અંદાજમાં રમાઇ રહી છે. આઇપીએલ 2022 ની 16મી મેચમાં ગુજરાત ટાઇન્સે પંજાબ કિંગ્સને રોમાંચક મુકાબલામાં 6 વિકેટથી હરાવ્યું. પંજાબ કિંગ્સના ધાકડ ઓપનર શિખર ધવને ટી20 ક્રિકેટમાં ઇતિહાસ રચી દિધો છે.
Trending Photos
મુંબઇ: આઇપીએલ 2022 ખૂબ જ શાનદાર અંદાજમાં રમાઇ રહી છે. આઇપીએલ 2022 ની 16મી મેચમાં ગુજરાત ટાઇન્સે પંજાબ કિંગ્સને રોમાંચક મુકાબલામાં 6 વિકેટથી હરાવ્યું. પંજાબ કિંગ્સના ધાકડ ઓપનર શિખર ધવને ટી20 ક્રિકેટમાં ઇતિહાસ રચી દિધો છે.
ધવને બનાવ્યો આ રેકોર્ડ
પંજાબ કિંગ્સના વિરૂદ્ધ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પહેલાં બોલીંગ કરવાનો નિર્ણય કર્યો. મેચમાં શિખર ધવને 30 મેચોમાં 35 રન બનાવ્યા, જેમાં ચાર ચોગ્ગા સામેલ હતા. આ મેચમાં શિખર ધવને એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી દીધો. શિખર ધવને ટી20 ક્રિકેટમાં એક હજાર ચોગ્ગા ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયા છે. તો બીજી તરફ દુનિયામાં આમ કરનાર તે પાંચમા બેટ્સમેન છે.
શાનદાર બેટ્સમેન છે શિખર ધવન
શિખર ધવને પોતાની ધમાકેદાર બેટીંગ માટે ફેમસ છે. તે જ્યારે પોતાના લયમાં હોય છે તો કોઇપણ બોલરના છોતરા કાઢી નાખે છે. તે આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવવાના મામલે બીજા નંબર પર છે. ધવને આઇપીએલની 196 મેચોમાં 5911 રન બનાવ્યા છે, જેમાં બે સદી પણ સામેલ છે. આઇપીએલ મેગા ઓક્શન બાદ શિખર ધવનને પંજાબ કિંગ્સે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. ધવન ટીમ ઇન્ડીયામાંથી બહાર છે. એવામાં આઇપીએલમાં સારું પ્રદર્શન કરીને ટીમ ઇન્ડીયામાં વાપસી કરવા માંગે છે.
પંજાબ કિંગ્સને મળી બીજી હાર
આઇપીએલ 2022 ની ચાર મેચોમાં પંજાબ કિંગ્સને બેમાં હાર અને બેમાંન જીત મળી છે. ગુજરાત વિરૂદ્ધ લિયામ લિવિંગસ્ટોને શાનદાર 64 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત જિતેશ શર્માએ 23 રનનું યોગદાન આપ્યું. પંજાબ કિંગ્સએ ગુજરાત ટાઇટન્સ ટીમને જીતવા માટે 190 રનનો ટાર્ગેટ આપ્યો, જેને ગુજરાત ટીમે અંતિમ ઓવરમાં રાહુલ તેવતિયા દ્રારા ફટકારવામાં આવેલી બે સિક્સરના દમ જીતી લીધી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે