IPL 2021 PBKS vs MI: કેએલ રાહુલ અને ગેલની શાનદાર બેટિંગ, પંજાબે MI ને 9 વિકેટથી હરાવ્યું
આઈપીએલની (IPL 2021) 17 મી મેચમાં પંજાબ કિંગ્સે (PBKG) મુંબઈ ઈન્ડિયન્સને (MI) વિકેટથી હરાવ્યું. મેચમાં પંજાબે ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે
Trending Photos
ચેન્નાઈ: આઈપીએલની (IPL 2021) 17 મી મેચમાં પંજાબ કિંગ્સે (PBKG) મુંબઈ ઈન્ડિયન્સને (MI) વિકેટથી હરાવ્યું. મેચમાં પંજાબે ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પહેલા બેટિંગ કરવા આવેલા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 131 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા પંજાબ કિંગ્સે 17.4 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યો હતો.
131 રન બનાવી શકી હતી રોહિત બ્રિગેડ
પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સ તરફથી કેપ્ટન રોહિત શર્માએ 52 બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 63 રન બનાવ્યા. તેમના સિવાય સૂર્યકુમાર યાદવે 27 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 33 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી.
કિરોન પોલાર્ડે 12 બોલમાં અણનમ 16 રન બનાવ્યા. મુંબઇએ છેલ્લી ચાર ઓવરમાં ફક્ત 26 રન બનાવ્યા હતા અને ચાર વિકેટ પણ ગુમાવી દીધી હતી.
And that's that from Chennai.
(60*) from @klrahul11 and 43* from Chris Gayle as #PBKS win by 9 wickets against #MI.
— IndianPremierLeague (@IPL) April 23, 2021
પંજાબ કિંગ્સ તરફથી આ સિઝનની પ્રથમ મેચ રમતા રવિ બિશ્નોઇ અને મોહમ્મદ શમીએ બે-બે વિકેટ ઝડપી હતી જ્યારે દિપક હૂડા અને અર્શદીપસિંહે એક-એક વિકેટ લીધી હતી.
પંજાબે 9 વિકેટથી જીતી મેચ
પંજાબ માટે કેપ્ટન લોકેશ રાહુલે 52 બોલ પર ત્રણ ફોર અને ત્રણ સિક્સની મદદથી 60 રનની નાબાદ ઇનિંગ રમી. આ ઉપરાંત મયંક અગ્રવાલે 25 અને ક્રિસ ગેલે 35 બોલમાં પાંચ ફોર અને બે સિક્સની મદદથી 43 રન બનાવ્યા છે. જેના કારણે પંજાબે 17.4 ઓવરમાં જ લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે