આખરે આ વર્ષ બાદ IPL ને પણ અલવિદા કહી દેશે MS Dhoni! સામે આવ્યું મોટુ કારણ

IPL 2021 બાદ મહેન્દ્ર સિંહ ધોની આ લીગને અલવિદા કહી શકે છે. આ માટે એક મોટુ કારણ સામે આવ્યું છે. 
 

આખરે આ વર્ષ બાદ IPL ને પણ અલવિદા કહી દેશે MS Dhoni! સામે આવ્યું મોટુ કારણ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટન એમએસ ધોનીએ પાછલા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યુ હતું. પરંતુ ધોની આઈપીએલમાં રમી રહ્યો છે. ધોની 3 વખતની ચેમ્પિયન ટીમ ચેન્નઈનો કેપ્ટન છે અને તેની ટીમ આ સીઝનમાં ટોપ પર છે. પરંતુ આ વચ્ચે એક મોટી વાત સામે આવી રહી છે કે ધોની આગામી વર્ષે આઈપીએલને પણ અલવિદા કહી દેશે. 

આગામી વર્ષે આઈપીએલમાં ધોની જોવા મળશે નહીં?
ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્પિન બોલર બ્રેડ હોગે કહ્યુ કે, સીએસકેનો કેપ્ટન એમએસ ધોની આગામી વર્ષે આઈપીએલ છોડી દેશે. હોગે પોતાની યૂટ્યૂબ ચેનલ પર કહ્યુ- મારા હિસાબથી ધોની આ વર્ષના અંત સુધી આઈપીએલને અલવિદા કહી દેશે. જે રીતે તે વરૂણ ચક્રવર્તીના બોલ પર આઉટ થયો તેનાથી સ્પષ્ટ છે કે તેની તલવારની ધાર બુઠ્ઠી થઈ રહી છે. તેના આઉટ થવા પર ઉંમરનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. તેના બેટ અને પેડ વચ્ચે વધુ ગેપ રહે છે. પરંતુ તેની કીપિંગ હજુ કમાલની છે. 

ખરાબ ફોર્મમાં છે ધોની
મહેન્દ્ર સિંહ ધોની આ સમયે પોતાના કરિયરના સૌથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. માહીનું બેટ છેલ્લી બે સીઝનથી ચાલ્યું નથી. આ સીઝનની વાત કરીએ તો ધોની 10 મેચોમાં માત્ર 52 રન બનાવી શક્યો છે. જેમાં તેનો બેસ્ટ સ્કોર 18 રન રહ્યો છે. તેવામાં ધોની ગમે ત્યારે આઈપીએલને છોડી શકે છે. 

ત્રણ વખત ટીમને બનાવી ચેમ્પિયન
મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની આગેવાનીમાં અત્યાર સુધી ચેન્નઈ સુપર કિંગ્સને ત્રણ ટ્રોફી અપાવી છે. ધોનીની આગેવાનીમાં ચેન્નઈ 2010, 2011 અને 2018માં ચેમ્પિયન બની હતી. તો માત્ર 2020ને છોડી દો તો દર વખતે સીએસકેની ટીમ પ્લેઓફ સુધી પહોંચી છે. તેવામાં ધોનીના ગયા બાદ ચેન્નઈને તેની મોટી ખોટ પડશે. 

ભારતનો સૌથી સફળ કેપ્ટન
મહેન્દ્ર સિંહ ધોની ભારતનો સૌથી સફળ કેપ્ટન રહ્યો છે. ધોનીની આગેવાનીમાં ભારતે બે વિશ્વકપ અને એક ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. માહીએ ભારતને 2007નો ટી20 વિશ્વકપ અપાવ્યો હતો. ત્યારબાદ 2011માં 50 ઓવર વિશ્વકપમાં પણ ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું. આ સિવાય ભારતે 2013માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news