IPL 2020: SRHના કેપ્ટન ડેવિડ વોર્નરની યુવાઓને મહત્વની સલાહ, કહ્યું- જીત-હારની ચિંતા ન કરો

વોર્નરે કહ્યુ કે, મધ્યમક્રમમાં યુવાઓનું હોવુ સારૂ છે. તે ટીમમાં ઉત્સાહ લાવે છે અને સારૂ વલણ દેખાડે છે. મેં સોશિયલ મીડિયા પર તેના વિશે સારી વાતો સાંભળી છે અને આશા કરુ કે તે પોતાની પ્રતિભાને પ્રદર્શનમાં પરિવર્તિત કરશે. 

IPL 2020: SRHના કેપ્ટન ડેવિડ વોર્નરની યુવાઓને મહત્વની સલાહ, કહ્યું- જીત-હારની ચિંતા ન કરો

દુબઈઃ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના કેપ્ટન ડેવિડ વોર્નરને વિશ્વાસ છે કે તેની ટીમના યુવા ખેલાડી ઈન્ડિયન પ્રીમિયર લીગ  (IPL 2020)ની 13મી સીઝનમાં પોતાની પ્રતિભા પ્રમાણે પ્રદર્શન કરવામાં સફળ થશે. સાથે તેણે કહ્યું કે, જો શરૂઆતમાં આ ખેલાડી લય હાસિલ કરી લે તો તેના માટે સરળ થઈ જશે. તેણે યુવા ખેલાડીઓને હાર-જીતની ચિંતા વગર ખુલીને રમવાની સલાહ આપી છે. હૈદરાબાદની પ્રથમ મેચ કોહલીની આગેવાની વાળી રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) વિરુદ્ધ સોમવારે છે. 

વોર્નરે મીડિયા સાથે ઓનલાઇન વાતચીતમાં કહ્યુ કે, અમે સારૂ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરીશું અને જો તેમ ન થાય તો અમારી રણનીતિઓ પર ફરીથી કામ કરીશુ અને ટૂર્નામેન્ટમાં લાંબી સફર કાપવાનો પ્રયાસ કરીશું. તેણે કહ્યું કે, ટીમમાં વિદેશી અને ભારતીય ખેલાડીઓનું સારૂ મિશ્રણ છે. અમારી ટીમ દરેક વિભાગોમાં સંતુલિત છે. મેદાન પર ગયા બાદ અમારે રમતનો આંનદ લેવાનો છે. તેને લઈને ગંભીર થવાનું નથી. જો તમે ગુસ્સે થશો તો ભૂલનું પુનરાવર્તન કરશો.

IPL 2020 DC vs KXIP: આ છે બંન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન  

વોર્નરે કહ્યુ કે, મધ્યમક્રમમાં યુવાઓનું હોવુ સારૂ છે. તે ટીમમાં ઉત્સાહ લાવે છે અને સારૂ વલણ દેખાડે છે. મેં સોશિયલ મીડિયા પર તેના વિશે સારી વાતો સાંભળી છે અને આશા કરુ કે તે પોતાની પ્રતિભાને પ્રદર્શનમાં પરિવર્તિત કરશે. 

વોર્નરે આ દરમિયાન કહ્યુ કે, અમારી પાસે કેન વિલિયમ્સન, જોની બેયરસ્ટો, વિજય શંકર જેવા અનુભવી ખેલાડી છે. પોતાના સાથે ઓપનર બેયરસ્ટો વિશે વાત કરતા વોર્નરે કહ્યુ કે, અમે જાણીએ છીએ કે ક્યારે જોખમ લેવાનું છે. તે પૂછવા પર શું સ્પિનર મોટી ભૂમિકા નિભાવશે? વોર્નરે કહ્યુ કે, તે દુબઈ, અબુધાબી અને શારજાહ ત્રણેય જગ્યાની વિકેટો પર નિર્ભર કરે છે. નવા મુખ્ય કોચ ટ્રેવર બેલિસ વિશે વોર્નરે કહ્યુ કે, તેમણે એક શાંત વાતાવરણ બનાવવામાં મદદ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news