IPL 2020, Team Preview: યુવા અને અનુભવી ખેલાડીઓના દમ પર આઈપીએલમાં ધમાકો મચાવવા તૈયાર રાજસ્થાન


પ્રથમ ટાઇટલ જીતનારી રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ની પાસે જોસ બટલર, બેન સ્ટોક્સ, સ્ટીવ સ્મિથ, જોફ્રા આર્ચર જેવા વિશ્વના શાનદાર ખેલાડી છે, તેમ છતાં ટીમ  પોતાના ખોવાયેલા સ્ટેટસને પાછુ મેળવી શકી નથી. 

IPL 2020, Team Preview: યુવા અને અનુભવી ખેલાડીઓના દમ પર આઈપીએલમાં ધમાકો મચાવવા તૈયાર રાજસ્થાન

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની પ્રથમ સીઝનની ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ  (Rajasthan Royals) ત્યારબાદની સીઝનમાં કોઈ ખાસ કમાલ કરી શકી નછી. એટલું જ નહીં ટીમ પર દાગ પણ લાગ્યો. 2016 અને 2017મા ટીમને સસ્પેન્ડ કરવામાં આવી. 2008મા ટાઇટલ જીત્યા બાદ રાજસ્થાનનું પ્રદર્શન કથળતું રહ્યું. રાજસ્થાન રોયલ્સ અત્યાર સુધી ત્રણ વખત પ્લેઓફમાં પહોંચી છે. 

રાજસ્થાન રોયલ્સને હંમેશા યુવા ખેલાડીઓને તક આપવા માટે ઓળખવામાં આવે છે, રાજસ્થાન યુવા ખેલાડીઓ પર હંમેશા વધુ પૈસા ખર્ચ કરે છે. આઈપીએલની 13મી સીઝન માટે ફ્રેન્ચાઇઝીએ પોતાની ટીમમાં ઘણા સ્ટાર ખેલાડીઓને સામેલ કર્યા છે અને એકવાર ફરી દરેકને આ ટીમ પાસે ઘણી આશા છે. 

પાછલી સીઝન સાતમાં સ્થાને રહીને સમાપન કરનારી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 2020ની હરાજી પહેલા પોતાના 11 ખેલાડીઓને રિલીઝ કરી દીધા હતા. બાદમાં જયદેવ ઉનડકટ અને ઓશાને થોમનસે પરત સામેલ કર્યાં. તો જોફ્રા આર્ચરના નામે પણ બધાને ચોંકાવી દીધા હતા. ટીમે બેટિંગ વિભાગમાં ડેવિડ મિલર, રોબિન ઉથપ્પા સિવાય જોસ બટલર, સ્ટીવ સ્મિથ અને બેન સ્ટોક્સ જેવા ખેલાડી છે. યુવા બેટ્સમેનોમાં અન્ડર-19 વિશ્વકપના સ્ટાર યશસ્વી જાયસવાલ સિવાય તેના સાથે આકાશ સિંહ અને કાર્તિક ત્યાગી છે. રાજસ્થાન રોયલ્સની પાસે મયંક માર્કંડેય અને શ્રેયસ ગોપાલ જેવા મહત્વના સ્પિન વિકલ્પ છે. 

ટીમના મહત્વના ખેલાડી
બેન સ્ટોક્સઃ રાજસ્થાન રોયલ્સની પાસે હુમકના એક્કાના રૂપમાં બેન સ્ટોક્સ છે. 2017મા પુણે સુપર જાયન્ટ્સની સાથે આઈપીએલમાં પર્દાપણ દરમિયાન તેણે કમાલ કર્યો હતો. ભલે રોયલ્સની સાથે છેલ્લી બે સીઝનમાં તેનું પ્રદર્શન તેની ક્ષમતા પ્રમાણે નથી રહ્યું. પરંતુ પાછલા વર્ષે વિશ્વકપ બાદ તેણે ઓલરાઉન્ડર તરીકે વિશ્વમાં દરેકનું દિલ જીત્યું છે. વિશ્વકપ ફાઇનલમાં તેણે રમેલી ઐતિહાસિક ઈનિંગને આજે પણ બધા યાદ કરે છે. 

સંજૂ સેમસનઃ વિકેટકીપર બેટ્સમેનના નામે આઈપીએલમાં ખાસ રેકોર્ડ છે, તે આ ખેલાડીઓમાંથી એક છે, જે આ લીગમાં બે સદી ફટકારી ચુક્યો છે. આ સીઝનમાં તે રોયલ્સનો મહત્વનો ખેલાડી છે. સેમસંગ આ લીગના ઈતિહાસમાં બે હજાર રન બનાવનાર સૌથી યુવા બેટ્સમેન છે. 

ટીમની તાકાત
રાજસ્થાન રોયલ્સની તાકાત તેની બેટિંગમાં છે, ખાસ કરીને ટોપ ઓર્ડરમાં. જોસ બટલર અને સંજૂ સેમસનની જોડી ટીમને મજબૂતી આપે છે. ત્યારબાદ બેન સ્ટોક્સ, સ્ટીવ સ્મિથ જેવા ખેલાડી છે. ડેવિડ મિલર, રિયાન પરાગ અને શ્રેયસ ગોપાલ આ વિભાગને વધુ મજબૂત બનાવે છે. રાજસ્થાન રોયલ્સની પાસે મોટો બેટિંગ વિભાગ છે અને આ સીઝન બેંચ સ્ટ્રેન્થ પર પણ કેટલાક શાનદાર બેટ્સમેન જોવા મળશે. 

પાછલી સીઝનને ભૂલી જઈએ તો તેનો બોલિંગ વિભાગ ખુબ મહત્વનો હશે. સ્પિનમાં તેની પાસે ગોપાલ અને મયંક માર્કંડેય છે. જ્યારે ફાસ્ટ બોલિંગમાં જોફ્રા આર્ચર, ઓશાને થોમસ, ટોમ કુરેન અને એન્ડ્રુ ટાય છે. અન્ડર-19નો સ્ટાર કાર્તિક ત્યાગી અને આકાશ સિંહ પણ ટીમ માટે કમાલ કરી શકે છે. 

ટીમની નબળાઈ
ટીમની જે તાકાત છે, તે નબળાઈ પણ બની શકે છે. બેટિંગ વિભાગમાં સ્ટીવ સ્મિથ સહિત કેટલાક એવા ખેલાડી છે, જે ટી20 ખેલાડી નથી. તેનો બેટિંગ ક્રમ રાજસ્થાન રોયલ્સ માટે આ સીઝનમાં ખુબ મોટો ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. 

છેલ્લી બે સીઝનમાં જીત/હાર રેકોર્ડ
2018: 7 જીત, 8 હાર
2019: 5 જીત/9 હાર

છેલ્લી બે સીઝનમાં રિટેન ખેલાડીઓમાં ટોપ રન સ્કોરરઃ જોસ બટલર 859 રન, સંજૂ સેમસન 783 રન, સ્ટીવ સ્મિથ 319 રન

છેલ્લી બે સીઝનમાં રિટેન ખેલાડીઓમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર ખેલાડીઃ શ્રેયસ ગોપાલ 31 વિકેટ, જોફ્રા આર્ચર 26 વિકેટ, જયદેવ ઉનડકટ- 21 વિકેટ. 

ટીમઃ 
રાજસ્થાન રોયલ્સઃ સ્ટીવ સ્મિથ, જોસ બટલર, મનન વોહરા, રિયાન પરાગ, સંજુ સેમસન, શશાંક સિંઘ, બેન સ્ટોક્સ, મહિપાલ લોરમોર, અંકિત રાજપૂત, જોફ્રા આર્ચર, મયંક માર્કંડેય, રાહુલ તેવાટીયા, શ્રેયસ ગોપાલ, વરૂણ આરોન, જયદેવ ઉનડકટ, યશસ્વી જયસ્વાલ, રોબિન ઉથપ્પા, કાર્તિક ત્યાગી, આકાશ સિંઘ, અનુજ રાવત, અનિરુધ જોશી, ડેવિડ મિલર, ઓશાને થોમસ, એન્ડ્રુ ટાઇ અને ટોમ કરન.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news