જીત બાદ પણ Mumbai Indians ને થયું ભારે નુકસાન, prize money માં ધરખમ ઘટાડો
IPL 2020 નો ખિતાબ મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ એકવાર ફરીથી પોતાના નામે કરી લીધો છે. સતત બે વાર મુંબઈએ આ ટ્રોફી પર કબજો જમાવ્યો. ફાઈનલમાં મુંબઈએ દિલ્હી (DC)ને 5 વિકેટે હરાવ્યું અને ચેમ્પિયનશીપ જીતી, પરંતુ જીત બાદ પણ મુંબઈને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: IPL 2020 નો ખિતાબ મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ એકવાર ફરીથી પોતાના નામે કરી લીધો છે. સતત બે વાર મુંબઈએ આ ટ્રોફી પર કબજો જમાવ્યો. ફાઈનલમાં મુંબઈએ દિલ્હી (DC)ને 5 વિકેટે હરાવ્યું અને પાંચમીવાર ચેમ્પિયનશીપ જીતી, પરંતુ જીત બાદ પણ મુંબઈને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે.
કોવિડ-19ના કારણે બીસીસીઆઈને આઈપીએલના આયોજનમાં ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને કોરોનાના કારણે જ મુંબઈને ભારે નુકસાન થયું છે. આ વર્ષે ચેમ્પિયન બનવા છતાં મુંબઈ ઈન્ડિયન્સને માત્ર 10 કરોડ રૂપિયા જ ઈનામની રકમ મળી છે. જે પ્રાઈઝ મનીથી 50 ટકા ઓછી રકમ છે. આ બાજુ દિલ્હી કેપિટલ્સની ટીમને પણ ફક્ત 6.25 કરોડ રૂપિયાની રકમ અપાઈ છે.
The only team and the captain to win 5⃣ IPL titles 🔝👌
Congratulations to @mipaltan and @ImRo45 👊💪#Dream11IPL pic.twitter.com/rSb1uLjumz
— IndianPremierLeague (@IPL) November 10, 2020
ત્રીજા સ્થાને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ટીમોને 5-5 કરોડ રૂપિયાની ઈનામની રકમ મળી. કોરોના વાયરસના પગલે ટુર્નામેન્ટ 6 મહિના મોડી શરૂ થઈ અને મેદાન પર દર્શકોની એન્ટ્રી પર પ્રતિબંધ હોવાના કારણે આઈપીએલથી થનારી કમાણી પણ ખુબ ઓછી થઈ છે.
Happy that we gave people something to cheer for: @mipaltan' five-time IPL winning captain @ImRo45 👏🙌🏆#Dream11IPL #Final #MIvDC pic.twitter.com/l8aUTvtLaa
— IndianPremierLeague (@IPL) November 10, 2020
આ બાજુ ભારત અને ચીન વચ્ચે થયેલા વિવાદના કારણે વિવો આઈપીએલના ટાઈટલ સ્પોન્સરશીપમાંથી પણ ખસી ગઈ જેના કારણે બીસીસીઆઈને ભારે નુકસાન થયું. જ્યાં વિવો સાથે 450 કરોડ રૂપિયાનો વાર્ષિક કરાર થયો હતો ત્યાં નવા સ્પોન્સર ડ્રીમ ઈલેવને બીસીસીઆઈને એક સીઝન માટે 200 કરોડ રૂપિયા જ આપ્યા.
બીસીસીઆઈએ આ બધા નુકસાનના કારણે પ્રાઈઝ મનીમાં 50 ટકાનો ઘટાડો કરવો પડ્યો. આ અગાઉ આઈપીએલનો ખિતાબ જીતનારી ટીમને 20 કરોડ રૂપિયા મળતા હતા. જ્યારે ઉપવિજેતાને 12.5 કરોડ, ત્રીજા સ્થાને અને ચોથા સ્થાને આવનારી ટીમોને 10-10 કરોડ રૂપિયા મળતા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે