DC vs KXIP: મનોબળ વધારનારી જીત બાદ આજે કિંગ્સ ઇલેવન પંજાબ દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે

લોકેશ રાહુલની આગેવાની વાળી ટીમ પંજાબે મંગળવારે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમ દિલ્હી કેપિટલ્સનો સામનો કરવાનો છે. 

DC vs KXIP: મનોબળ વધારનારી જીત બાદ આજે કિંગ્સ ઇલેવન પંજાબ દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે

દુબઈઃ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ રોમાંચક મુકાબલામાં જીતથી કિંગ્સ ઇલેવન પંજાબનું મનોબળ વધ્યુ હશે પરંતુ અત્યાર સુધી નિરંતર પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહેલી આ ટીમનો માર્ગ સરળ રહેશે નહીં. પંજાબની ટીમ આજે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પોઈન્ટ ટેબલમાં ટોપ પર  રહેલી દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. 

રોમાંચક બનાવી પંજાબે મેચ
સીઝનની શરૂઆતમાં બે નજીકની મેચ ગુમાવ્યા બાદ કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ છેલ્લી બે મેચમાં જીત હાસિલ કરવામાં સફળ રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરુદ્ધ ટીમને અંતિમ બે ઓવરમાં જીત માટે માત્ર સાત રનની જરૂર હતી અને તેણે અંતિમ બોલ પહેલા મેચ પૂરી કરી દેવી જોઈએ જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ આઈપીએલની પ્રથમ ડબલ સુપર ઓવર પહેલા નિયમિત સમયમાં લોકેશ રાહુલની ટીમે જીત મેળવી લેવાની જરૂર હતી. 

શું છે પંજાબની ચિંતા?
ડેથ ઓવરોની બોલિંગ, ગ્લેન મેક્સવેલનું ખરાબ ફોર્મ અને નબળો મધ્યમક્રમ ટીમની ચિંતાનો વિષય છે જેણે પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે પોતાની બાકી પાંચેય મેચ જીતવી પડશે. ટૂર્નામેન્ટના બે ટોપ સ્કોરર રાહુલ (525) અને મયંક અગ્રવાલ (393)ની હાજરી છતાં ટીમ જીત હાસિલ કરવામાં નિષ્ફળ રહી છે. 

ગેલથી રાહુલને ફાયદો
ક્રિસ ગેલની સફળ વાપસીથી પરંતુ ઓપનિંગ બેટ્સમેન ઉપરથી દબાવ ઓછો થયો છે, વિશેષકરીને રાહુલ હવે વધુ ખુલીને રમી શકે છે. નિકોલસ પૂરને દેખાડી ચુક્યો છે કે તે શું કરવામાં સક્ષમ છે પરંતુ તેણે અત્યાર સુધી ટીમને જીત અપાવનાર ઈનિંગ રમી નથી. બેટ્સમેનના રૂપમાં મેક્સવેલ પર દબાવ વધી રહ્યો છે પરંતુ તે ઉપયોગી સ્પિનર સાબિત થઈ રહ્યો છે. દિલ્હી કેપિટલ્સ સામે ટીમ મેક્સવેલને વધુ એક તક આપે તેવી શક્યતા છે. 

યુવા જોશથી ભરપૂર છે દિલ્હી
દિલ્હીની ટીમ હાલની ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીની સૌથી સફળ ટીમ રહી છે અને શનિવારે રાત્રે ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રોમાંચક મેચ જીતવાથી તેનો આત્મવિશ્વાસ વધ્યો હશે. પૃથ્વી શો કેટલીક મેચોમાં ખાતુ ખોલવામાં નિષ્ફળ રહ્યા બાદ મોટી ઈનિંગ રમવા આતુર હશે જ્યારે શિખર ધવન ફોર્મમાં વાપસી કરી ચુક્યો છે. દિલ્હીની ટીમ 9 મેચમાં સાત મેચ જીતવામાં સફળ રહી છે. 

દિલ્હીનું ઓલરાઉન્ડ પ્રદર્શન
દિલ્હીની ટીમના અક્ષર પટેલે બોલ સિવાય બેટથી પણ પોતાની ઉપયોગિતા સાબિત કરી છે. ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ તેણે રવિન્દ્ર જાડેજાની મેચની અંતિમ ઓવરમાં ત્રણ સિક્સ ફટકારીને ટીમને જીત અપાવી હતી. મજબૂત બોલિંગ ક્રમની સાથે દિલ્હીની ટીમે દર્શાવ્યું છે કે તે ઓછા સ્કોરનો બચાવ કરવામાં પણ સક્ષમ છે. ઈજાગ્રસ્ત પંચના સ્થાને રમી રહેલ રહાણે વધુ પ્રભાવ છોડવામાં સફળ રહ્યો નથી. બંન્ને ટીમો વચ્ચે પાછલી મેચ સુપર ઓવરમાં પહોંચી હતી અને દિલ્હીથી વધુ પંજાબની ટીમ આશા કરી રહી હશે કે બીજીવાર આમ ન થાય. 

સંભવિત પ્લેઇંગ-XI
કિંગ્સ ઇલેવન પંજાબ- કેએલ રાહુલ  (wk/ c), મયંક અગ્રવાલ, ક્રિસ ગેલ, નિકોલસ પૂરન, ગ્લેન મેક્સવેલ, દીપક હુડ્ડા, ક્રિસ જોર્ડન, મુરૂગન અશ્વિન, મોહમ્મદ શમી, રવિ બિશ્નોઈ અને અર્શદીપ સિંહ.

દિલ્હી કેપિટલ્સઃ પૃથ્વી શો, શિખર ધવન, અંજ્કિય રહાણે શ્રેયસ અય્યર (કેપ્ટન), એલેક્સ કેરી (વિકી), માર્કસ સ્ટોયનિસ, આર અશ્વિન, અક્ષર પટેલ, એનરિક નોર્ત્જે, તુષાર દેશપાંડે, કગિસો રબાડા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news