શાર્દુલની નબળાઈનો રોહિતે આમ ઉઠાવ્યો ફાયદો, મલિંગા સાથે શેર કર્યું હતું આ સીક્રેટ
મલિંગાએ ધીમો બોલ ફેંકીને શાર્દુલને અંતિમ બોલ પર LBW આઉટ કરી દીધો અને મુંબઈ એક રનથી જીતી ગયું. શાર્દુલની સાથે પ્રથમ શ્રેણી ક્રિકેટમાં રમી ચુકેલા રોહિતને ખ્યાલ હતો કે તેને કેમ આઉટ કરવો છે.
Trending Photos
હૈદરાબાદઃ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને શાર્દુલ ઠાકુરના શોટ્સ વિશે ખ્યાલ હતો અને આ કારણે તેણે લસિથ મલિંગાને કહ્યું કે, તેને ધીમો બોલ ફેંકે અને આઈપીએલના રોમાંચક ફાઇનલમાં આ તેનો માસ્ટરસ્ટ્રોક સાબિત થયો હતો.
રોહિતે શાર્દુલને લલચાવવા માટે ઓન સાઇડ ખુલ્લી છોડી હતી. મલિંગાએ ધીમો બોલ ફેંકીને શાર્દુલને અંતિમ બોલ પર LBW આઉટ કરી દીધો અને મુંબઈએ એક રનથી ટાઇટલ પર કબજો કરી લીધો. શાર્દુલની સાથે પ્રથમ શ્રેણીના ક્રિકેટમાં રમી ચુકેલા રોહિતને જાણ હતી કે તેને કેમ આઉટ કરવો છે.
મેચ બાદ રોહિતે કહ્યું, 'અમારૂ ફોકસ તેને આઉટ કરવા પર હતું.' હું શાર્દુલને જાણતો હતો અને મને ખ્યાલ હતો કે તે ક્યાં મારવા ઈચ્છશે. મેં અને મલિંગાએ નક્કી કર્યું કે, અમે ધીમો બોલ કરીશું. મને ખ્યાલ હતો કે તે મોટો શોટ રમવાનો પ્રયત્ન કરશે અને તેવામાં કેચ આઉટ થઈ શકે છે. આમ પરિણામ ગમે તે આવી શક્યું હોત.
પહેલાની ઓવરમાં મોંઘો સાબિત થયેલા મલિંગાએ કેપ્ટનના વિશ્વાસને યોગ્ય ઠેરવતા અંતિમ ઓવરમાં શાનદાર બોલિંગ કરી હતી. રોહિતે અંતિમ ઓવર મલિંગા પાસે કરાવવાના નિર્ણય પર કહ્યું, તેનું પરિણામ અલગ પણ આવી શક્યું હોત. પરંતુ તે સમયેમાં અનુભવને મહત્વ આપવા ઈચ્છતો હતો જે આવી સ્થિતિનો પહેલા પણ સામનો કરી ચુક્યા હોય. મલિંગાને ઘણીવાર આવી સ્થિતિમાં જોયો છે અને અમે તેના પર વિશ્વાસ કર્યો.
આ પહેલા 2017 ફાઇનલમાં મુંબઈએ રાઇઝિંગ પૂણેને એક રનથી હરાવ્યું હતું. તેમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ જોનસને વિરોધી ટીમને અંતિમ ઓવરમાં 11 રન ન બનાવવા દીધા.
રોહિતે કહ્યું, મને યાદ છે જ્યારે અમે 2017માં જીત્યા હતા. જોનસને અંતિમ ઓવર કરી હતી અને 10 રન જ આપ્યા હતા. ઘણીવાર તમારે દિલનો અવાજ સાંભળવો પડે છે અને મને લાગે છે કે અનુભવ પર વિશ્વાસ કરીને કોઈ ભૂલ ન કરી.
રોહિત પાંચ વખત આઈપીએલ જીતી ચુક્યો છે જેમાં ચાર વખત મુંબઈ અને એક વખત ડેક્કન ચાર્જર્સ સાથે હતો. તેણે કહ્યું, ડેક્કન ચાર્જર્સને તો હું ભૂલી ગયો હતો. તે નક્કી કરવું મુશ્કેલ છે કે ક્યું ટાઇટલ ખાસ છે કારણ કે બધામાં ખુબ મહેનત લાગે છે. મારા માટે બધા યાદગાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે