IPL ફાઇનલ પહેલા બોલ્યો હાર્દિક- રોયલ જંગ માટે તૈયાર

મુંબઈ ઈન્ડિયન્સના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાએ ટ્વીટ કરી પોતાના ફેન્સને જણાવ્યું કે, રવિવારે હૈદરાબાદમાં રમાનારી ફાઇનલ મેચ માટે તે તૈયાર છે. 

IPL ફાઇનલ પહેલા બોલ્યો હાર્દિક- રોયલ જંગ માટે તૈયાર

નવી દિલ્હીઃ હાર્દિક પંડ્યાએ શુક્રવારે એક ટ્વીટના માધ્યમથી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ફાઇનલ પહેલા પોતાની વિરોધી ટીમને ચેતવણી આપી છે. તેની આ પોસ્ટ ત્યારે આવી છે, જ્યારે તેની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. મુંબઈ રવિવારે રમાનારી ફાઇનલમાં પોતાના ચોથા ટાઇટલ માટે લડશે. 

— hardik pandya (@hardikpandya7) May 10, 2019

હાર્દિકે ટ્વીટર પર એક તસ્વીર પોસ્ટ કરતા લખ્યું, 'રોયલ લડાઈ માટે તૈયાર છું.' મુંબઈને આ સિઝનમાં ફાઇનલમાં પહોંચાડવામાં હાર્દિકનું મહત્વનું યોગદાન રહ્યું છે. તેણે અત્યાર સુધી 393 રન બનાવ્યા છે અને તેમાંથી ઘણા રન અંતિમ ઓવરોમાં આવ્યા છે. આ સાથે તેણે સિઝનમાં કુલ 14 વિકેટ પણ પોતાના નામે કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news