IPL 2019: વોર્નર-બેયરસ્ટોના તોફાનમાં ઉડ્યું કોલકત્તા, 9 વિકેટથી હૈદરાબાદનો વિજય

હૈદરાબાદ સામે પરાજયની સાથે કોલકત્તાની આ સતત પાંચમી હાર છે. જ્યારે હૈદરાબાદની ટીમે આ સિઝનમાં પોતાનો પાંચમો વિજય મેળવ્યો છે. 

 IPL 2019: વોર્નર-બેયરસ્ટોના તોફાનમાં ઉડ્યું કોલકત્તા, 9 વિકેટથી હૈદરાબાદનો વિજય

હૈદરાબાદઃ ડેવિડ વોર્નર (67) અને જોની બેયરસ્ટો (80*)ની તોફાની ઈનિંગની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે કોલકત્તા નાઇટ રાઇડર્સને આઈપીએલ સિઝન-12ના 38માં મુકાબલામાં 9 વિકેટથી પરાજય આપ્યો છે. આ કોલકત્તાની સતત પાંચમી હાર છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ પર 159 રન બનાવ્યો અને સનરાઇઝર્સ હૈદરાબાદને જીત માટે હૈદરાબાદને 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ આસાન લક્ષ્યને સનરાઇઝર્સ હૈદરાબાદે 15 ઓવરમાં 1 વિકેટ ગુમાવી હાસિલ કરી લીધો હતો. 

હૈદરાબાદનો 9 મેચોમાં આ પાંચમો વિજય છે અને તે 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર પહોંચી ગયું છે. તો કોલકત્તાની 10 મેચોમાં આ છઠ્ઠી હાર છે અને તે આઠ પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાન પર છે. કોલકત્તાએ સતત પાંચમી હારનો સામો કરવો પડ્યો છે. કોલકત્તાએ આપેલા 160 રનોના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદને વોર્નર અને બેયરસ્ટોએ પ્રથમ વિકેટ માટે 12.2 ઓવરમાં 131 રનની ભાગીદારી કરીને જીત પાક્કી કરી દીધી હતી. 

વોર્નરને આઈપીએલ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા બોલર વાઈ. પૃથ્વીરાજે બોલ્ડ કર્યો હતો. વોર્નરે 38 બોલમાં ત્રણ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. તેણે આ સિઝનમાં પોતાની છઠ્ઠી અડધી સદી પણ પૂરી કરી હતી. વોર્નર આઉટ થયા બાદ બેયરસ્ટોએ કેપ્ટન કેન વિલિયમસન (અણનમ 8 રન)ની સાથે બીજી વિકેટ માટે 30 રનની અણનમ ભાગીદારી કરીને 30 બોલ બાકી રહેતા હૈદરાબાદને જીત અપાવી દીધી હતી. 

કોલકત્તા નાઇટ રાઇડર્સની ઈનિંગ
કોલકત્તા નાઇટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદની સામે જીત માટે 160 રનનો લક્ષ્ય રાખ્યો હતો. ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી કોલકત્તાએ 20 ઓવરમાં 8 વિકેટ પર 159 રનનો સ્કોર બનાવ્યો હતો. કોલકત્તા માટે ઓપનર ક્રિસ લિને સર્વાધિક 51 રન બનાવ્યા હતા. તેની આ નવમી આઈપીએલ અડધી સદી છે. આ સિવાય આ સિઝનમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા રિંકુ સિંહે 30 અને સુનીલ નરેને 25 રનનું યોગદાન આપ્યું હતું. હૈદરાબાદ તરફથી ખલીલ અહમદે 3, ભુવનેશ્વર કુમારે બે અને સંદીપ શર્મા તથા રાશિદ ખાને એક-એક વિકેટ ઝડપી હતી. 

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકત્તા નાઇટ રાઇડર્સે ક્રિસ લિન (51) અને સુનીલ નરેન (25)એ પ્રથમ વિકેટ માટે 2.4 ઓવરમાં 42 રનની ભાગીદારી કરી વિસ્ફોટક શરૂઆત અપાવી હતી. નરેન ત્યારે ખલીલ અહમદના બોલ પર બોલ્ડ થયો હતો. તેણે આઠ બોલ પર ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. 

ત્યારબાદ કોલકત્તાએ 73 રન સુધી પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી, જેમાં શુભમન ગિલ (3), ગત મેચનો હીરો નીતીશ રાણા (11) અને કેપ્ટન દિનેશ કાર્તિક (6)ની વિકેટ સામેલ છે. પરંતુ લિને આ સિઝનમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા રિંકુ સિંહ (30)ની સાથે પાંચમી વિકેટ માટે 51 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરીને ટીમને સન્માનજનક સ્થિતિમાં પહોંચાડી હતી. 

રિંકુએ 25 બોલ પર એક ચોગ્ગો અને બે છગ્ગા ફટકાર્યા હતા. તેના આઉટ થયા બાદ લિન પણ 47 બોલ બોલની ઈનિંગમાં ચાર ચોગ્ગા અને એક સિક્સ ફટકારી આઉટ થયો હતો. તેણે આઈપીએલમાં નવમી સદી ફટકારી હતી. લિન આઉટ થયા બાદ ક્રીઝ પર બેટિંગ માટે આવેલ રસેલ પણ કંઇ ખાસ કરી શક્યો નતો. તે નવ બોલમાં બે સિક્સની મદદથી 15 રન બનાવીને આઉટ થયો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news