IND VS ENG: ત્રીજી મેચ આવતી કાલે, વિરાટની ફિટનેસથી લઇને 11 ખેલાડીઓના સિલેક્શન સુધી હજુ કંઇ નક્કી નથી

નોટિંધમ ટેસ્ટમાં વિરાટ કોહલીની સામે સૌથી પહેલા તેની ફિટનેસને લઇને એક મોટી ચેલેન્જ છે

IND VS ENG: ત્રીજી મેચ આવતી કાલે, વિરાટની ફિટનેસથી લઇને 11 ખેલાડીઓના સિલેક્શન સુધી હજુ કંઇ નક્કી નથી

નવી દિલ્હી: આમ તો વિરાટ કોહલીનો ઇંગ્લેન્ડમાં કોઇ ખાસ રેકોર્ડ નથી, અત્યાર સુધીમાં માત્ર વર્મિધમમાં વિરાટ કોહલીએ 100 અને 50 માર્યા છે. તે પહેલા 2014ની પાંચ ટેસ્ટ મેચમાં કુલ 200 રન બનાવ્યા હતા. તે સમયે લોકોને અપક્ષા હતી કે ઇંગ્લેન્ડના બાકી ગ્રાઉન્ડમાં તેના રેકોર્ડમાં સુધારો જોવા મળશે. પરંતુ લોર્ડ્સ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી માત્ર 32 અને 17 રન બનાવી આઉટ થઇ ગયો હતો. જ્યારે 2014માં લોર્ડ્સ ટેસ્ટમાં વિરાટ કોહલીએ 25 અને શૂન્ય રન બનાવ્યા હતા. આ મેચમાં ભારતે 95 રનથી જીત્યું હતું.

આ શનિવારે નોટિંધમના ટેન્ટ બ્રિજ મેદાનમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાવાની છે. પરંતુ આ પહેલા વિરાટ કોહલીને કમરના દુ:ખાવાને લઇ તેની ફિટનેસની સામે મોટી ચેલેન્જ ઉભી થઇ છે. લોર્ડ્સ ટેસ્ટના ચોથા દિવસે વિરાટ પહેલા સત્રમાં મેદાનમાં દેખાયો ન હતો. ત્યારે તેના કમરના દુ:ખાવવાની ખબર સામે હતી. જ્યારે બીજા સત્રમાં તે બેટિંગ કરવા આવ્યો હતો પણ માત્ર 17 રન બનાવીને તે આઉટ થઇ ગયો હતો. અત્યાર સુધી તેની ત્રીજી ટેસ્ટ માટે ફિટ હોવાની કોઇ પુષ્ટિ થઇ નથી.

જો માનવામાં આવે કે વિરાટ નોટિંધમ ટેસ્ટ પહેલા ફિટ થઇ જશે તો તેની પાસે તેનો જૂનો રેકોર્ડ સુધારવા માટેની એક તક છે. વિરાટે વર્ષ 2015માં નોટિંધમ ટેસ્ટની પહેલી ઇનિંગમાં 1 અને બીજી ઇનિંગમાં 8 રન બનાવ્યા હતા. આ મેચમાં મુરલી વિજયે પહેલી ઇનિંગમાં 146 રન બનાવ્યા હતા. આ મેચ ડ્રો થઇ હતી.

ટેન્ટ બ્રિજની પીચ પર બોલ વધુ સ્વિંગ થાય છે. જ્યારે અત્યાર સુધી ભારતની ટીમ આ મેદાન પર નિષ્ફળ રહી છે. વિરાટને તેની ફિટનેસની સાથે સાથે બીજા ઘણા ચેલેન્જ સામે આવ્યા છે. ભારતીય ટીમ તેના ટોપ રેકિંગ અને મધ્ય રેકિંગને છોડી પુરી રીતે નિષફળ છે. હાલ વિરાટ કોહલી સામે એ સમસ્યા ઉભી થઇ છે કે, તે ટીમના અગિયાર ખેલાડીઓમાં કોની પસંદગી કરે અને કોની ના કરે, તેને લઇ તેની પાસે વધુ વિકલ્પ નથી અને જે છે તે બીજાની સરખામણીએ કોઇ વધુ ખાસ અથવા મજબુત નથી.

ભારતીય બેટિંગના આ રહ્યા અત્યાર સુધીના હાલ
પહેલી ટેસ્ટમાં 26 અને 13 રન બનાવનાર શિખર ધવનને બહાર કાઢી ચેતેશ્વર પુજારાને લાવ્યા હતા પરંતુ તે પણ નિષ્ફળ રહ્યો. પુજારા લોર્ડ્સ ટેસ્ટમાં માત્ર 11 અને 17 રન બનાવી શક્યો હતો. જ્યારે માત્ર રાહુલ પહેલીવાર ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સીરીઝ રમી રહ્યો હતો તેણે ઇંગ્લેન્ડમાં ચાર ઇનિંગમાં 4, 13, 8 અને 10 રન બનાવ્યા હતા. વિરાટે કેએલ પર ઘણો ભરોસો રાખ્યો હતો. આ શિવાય 2014ની સીરીઝમાં ઇંગ્લેન્ડમાં પહેલી ટેસ્ટમાં 146 રનની ઇનિંગ રમનાર મુરલી વિજય બીજી ટેસ્ટમાં બેન્ને ઇનિંગમાં શૂન્ય રન પર આઉટ થઇ ગયો હતો. જ્યારે પહેલી ટેસ્ટમાં તે 23 અને 6 રન બનાવી શક્યો હતો.

વિરાટે આ વખતે સાબિત કરવુ પડશે કે ટીમ સિલેક્શન વિશે તેનો નિર્ણય સાચો હોય છે. લોર્ડ્સ ટેસ્ટમાં પહેલા દિવસે વરસાદ પછી પણ એક ફાસ્ટ બોલરને છોડી સ્પિનર કુલદીપ યાદવનું સિલેક્શન કરવાની વાત સમજી શક્યા ન હતા. ત્યારે પહેલી ટેસ્ટમાં શિખર ધવનને બહાર કરી ચેતેશ્વર પુજારાને લેવાનો નિર્ણય વિરાટ કોહલી પોતે જ સમજી શક્યો હશે કે તે કેટલો સાચો હતો. વિરાટની સામે સિલેક્શન પહેલા તેની લીડરશિય સ્કિલનો ઉપયોગ ટીમમાં ઉત્સાહ ભરવાની ચેલેન્જ સમાન હશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news