ભારતીય મહિલા તીરંદાજી ટીમ પહોંચી ફાઈનલમાં, ક્વોલીફિકેશન રાઉન્ડમાં હાર બાદ કરી વાપસી

Archery World Cup 2022 ના ક્વોલીફિકેશન રાઉન્ડમાં ખરાબ પ્રદર્શન બાદ ભારતીય મહિલા તીરંદાજોએ શાનદાર વાપસી કરતા ફાઈનલમાં જગ્યા નક્કી કરી લીધી છે.

ભારતીય મહિલા તીરંદાજી ટીમ પહોંચી ફાઈનલમાં, ક્વોલીફિકેશન રાઉન્ડમાં હાર બાદ કરી વાપસી

Archery World Cup 2022: તીરંદાજી વર્લ્ડ કપના ક્વોલીફિકેશન રાઉન્ડમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન ખરાબ રહ્યું, પરંતુ ગુરૂવારના ભારતીય તીરંદાજોએ શાનદાર વાપસી કરી. ભારતીય રિકર્વ મહિલા તીરંદાજોએ વર્લ્ડ કપના ત્રીજા તબક્કાની ફાઈનલમાં પોતાનું સ્થાન નક્કી કરી લીધું છે. આ પ્રકારે ભારતીય ટીમને પહેલો મેડલ સુનિશ્ચિત થઈ ગયો છે. પહેલા ક્વોલીફિકેશન દરમિયાન તમામ મહિલા તીરંદાજ ટોપ 30 માંથી બહાર રહીને 13મા ક્રમે રહી હતી.

ભારતીય તીરંદાજ દીપિકા કુમારી, અંકિતા ભગત અને સિમરનજીત કૌરે યુક્રેન, બ્રિટેન અને તુર્કીના ખેલાડીઓને હરાવી ફાઈનલમાં પોતાની જગ્યા બનાવી. હવે રવિવારના ફાઈનલ રમાશે. ફાઈનલમાં ભારતીય ખેલાડીઓ સામે ચાઈનીઝ તાઈપેઈની ખેલાડી હશે. આ પહેલા ભારતીય મહિલા રિકર્વ ટીમે સૌથી પહેલા ચોથા ક્રમે યુક્રેનને 5-1 થી હરાવી બહારનો રસ્તો દેખાળ્યો. ત્યારબાદ ક્વોર્ટરફાઈનલમાં બ્રિટેનની સામે તેમણે માત્ર ચાર પોઈન્ટ ગુમાવ્યા અને તેમના પ્રતિસ્પર્ધીઓને 6-0 થી માત આપી.

ભારતે સેમીફાઈનલમાં આઠમાં ક્રમે તુર્કીની ગુલનાઝ કોસ્કુન, એજ્ગી બસારણ અને યાસમિન અનાગોજની ટીમને 5-3 થી હરાવી. ભારતીય ખેલાડીઓને ટોપ ક્રેમ કોરિયન ટીમનો સામનો ન કરવો પડ્યો કેમ કે તેને આઠમાં ક્રમે તુર્કીએ ક્વોર્ટરફાઈનલમાં હરાવી હતી. હવે ભારતીય ટીમ રવિવારના ફાઈનલ મેચમાં ત્રીજા ક્રમે ચાઈનઝ તાઈપેઈનો સામનો કરશે. ચાઈનીઝ તાઈપેઈની ટીમમાં રિયો ઓલમ્પિક ટીમની બ્રોન્ઝ મેડલિસ્ટ લેઇ ચિએન યિંગ પણ હશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news