ICC ODI Team Ranking: ઈંગ્લેન્ડ સામે હાર્યા બાદ ભારતે ગુમાવ્યો નંબર-1નો તાજ
આ યાદીમાં ઈંગ્લેન્ડ 123 પોઈન્ટ સાથે નંબર વન પર છે. ભારત 122 પોઈન્ટની સાથે બીજા અને ન્યૂઝીલેન્ડ 113 પોઈન્ટની સાથે ત્રીજા સ્થાન પર છે. ચોથા સ્થાન પર 113 પોઈન્ટ સાથે ઓસ્ટ્રેલિયા છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ટીમે વનડે રેન્કિંગમાં નંબર-1નો તાજ ગુમાવી દીધો છે. હવે તે બીજા સ્થાને પહોંચી ગયું છે. છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડ સામે પરાજય બાદ ભારતે એક પોઈન્ટ ગુમાવી દીધો છે જ્યારે ઈંગ્લેન્ડે એક પોઈન્ટ મેળવ્યો છે. તેવામાં ઈંગ્લેન્ડ ફરી નંબર-1 પર પહોંચી ગયું છે.
ઈંગ્લેન્ડમાં ચાલી રહેલા વિશ્વ કપમાં યજમાન ટીમ સામે હાર્યા પહેલા ભારતીય ટીમ 5 મેચ જીતીને અજેય રહી હતી. તેનો ફાયદો તેને આઈસીસી વનડે રેન્કિંગમાં મળ્યો હતો અને તે નંબર વન પર રહેલા ઈંગ્લેન્ડને પછાડીને પ્રથમ સ્થાને પહોંચી ગયું હતું. હવે આઈસીસીએ નવું રેન્કિંગ જાહેર કર્યું છે. આ રેન્કિંગ પ્રમાણે ભારતીય ટીમે એક પોઈન્ટ ગુમાવીને નંબર-1નો તાજ ગુમાવી દીધો છે. તો ઈંગ્લેન્ડ એક પોઈન્ટ મેળવી ટોપ પર પહોંચી ગયું છે.
મંગળવારે આઈસીસીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા જણાવ્યું કે, ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે પરાજય બાદ વનડે ટીમ રેન્કિંગમાં 123 પોઈન્ટ સાથે હાસિલ કરેલો નંબર-1નો તાજ ગુમાવી દીધો છે. જ્યારે આ યાદીમાં 122 પોઈન્ટ હાસિલ કરી નંબર બે પર રહેલા ઈંગ્લેન્ડે ભારતને હરાવતા એક પોઈન્ટ મળ્યો અને તે 123 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને પહોંચી ગયું છે.
ICYMI: India go into today's clash against Bangladesh as the No.2 side in the @MRFWorldwide ODI Men's Team Rankings following defeat to England on Sunday.#CWC19 pic.twitter.com/5NFxXPgGrD
— ICC (@ICC) July 2, 2019
આ યાદીમાં ઈંગ્લેન્ડ 123 પોઈન્ટ સાથે નંબર વન પર છે. ભારત 122 પોઈન્ટની સાથે બીજા અને ન્યૂઝીલેન્ડ 113 પોઈન્ટની સાથે ત્રીજા સ્થાન પર છે. ચોથા સ્થાન પર 113 પોઈન્ટ સાથે ઓસ્ટ્રેલિયા છે. જ્યારે 109 પોઈન્ટ સાથે આફ્રિકા પાંચમાં સ્થાને છે. છઠ્ઠા ક્રમે પાકિસ્તાન અને સાતમાં સ્થાને બાંગ્લાદેશ છે. ત્યારબાદ અંતિમ ત્રણ સ્થાનો પર ક્રમશઃ શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાનની ટીમ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે