World Cup 2019 BANvsIND: બાંગ્લાદેશને 28 રને હરાવી ભારત સેમિફાઇનલમાં

 World Cup 2019 BANvsIND: બાંગ્લાદેશને 28 રને હરાવી ભારત સેમિફાઇનલમાં

બર્મિંઘમઃ ભારતે બાંગ્લાદેશને 28 રને પરાજય આપીને આઈસીસી વિશ્વકપ-2019ની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 9 વિકેટે 314 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 48 ઓવરમાં 286 રન બનાવી ઓલાઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 55 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. તો હાર્દિક પંડ્યાએ 3 વિકેટ ઝડપી હતી. આ જીત સાથે ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચનારી બીજી ટીમ બની ગઈ છે. જ્યારે બાંગ્લાદેશની ટીમ ટૂર્નામેન્ટમાંથી આઉટ થઈ ગઈ છે. 

બાંગ્લાદેશ 264/8 (45 ઓવર)
સૈફુદ્દીન 38 અને રુબેલ 2 રન બનાવી ક્રીઝ પર. 

બાંગ્લાદેશ 246/7 (43.1 ઓવર)
શબ્બીર રહમાન 36 રન બનાવી આઉટ. બુમરાહે બોલ્ડ કરીને બીજી વિકેટ ઝડપી. 

બાંગ્લાદેશ 225/6 (40 ઓવર)
શબ્બીર રહમાન 30 અને સૈફુદ્દીન 19 રન બનાવી ક્રીઝ પર છે. બાંગ્લાદેશને અંતિમ 10 ઓવરમાં જીતવા માટે 90 રનની જરૂર છે. 

બાંગ્લાદેશ 179/6 (33.5 ઓવર)
શાકિબ અલ હસન 66 રન બનાવી આઉટ. પંડ્યાને મળી ત્રીજી સફળતા. બાંગ્લાદેશે છઠ્ઠી વિકેટ ગુમાવી. શાકિબે 74 બોલનો સામનો કરતા 6 ચોગ્ગા ફટકાર્યા. 

બાંગ્લાદેશ 173/5 (32.2 ઓવર)
મોસાદેક હુસૈન 3 રન બનાવી આઉટ. બુમરાહે બોલ્ડ કરી ભારતને અપાવી પાંચમી સફળતા.

બાંગ્લાદેશ 163/4 (30 ઓવર)
શાકિબ અલ હસન 57 અને મોસાદ્દેક હુસૈન 1 રન બનાવી ક્રીઝ પર. 

બાંગ્લાદેશ 162/4 (29.4 ઓવર)
હાર્દિક પંડ્યાએ ભારતને અપાવી ચોથી સફળતા. લિટન દાસ 22 રન બનાવી આઉટ. 

શાકિબની અડધી સદી
શાકિબ અલ બસને 58 બોલમાં 5 ચોગ્ગા સાથે પોતાના વનડે કરિયરની 46મી અડધી સદી ફટકારી હતી. આ વિશ્વકપમાં શાકિબની ચોથી અડધી સદી છે. તે બે સદી ફટકારી ચુક્યો છે. 

બાંગ્લાદેશ 121/3 (23 ઓવર)
ચહલે મુસફીકુર રહીમને શમીના હાથે કેચ આઉટ કરાવીને બાંગ્લાદેશને આપ્યો ત્રીજો ઝટકો. રહીમે 24 રન બનાવ્યા. 

બાંગ્લાદેશ 73/2 (15.1 ઓવર)
હાર્દિક પંડ્યાએ અપાવી ભારતને બીજી સફળતા. સૌમ્ય સરકાર 33 રન બનાવી આઉટ. 

બાંગ્લાદેશ 73/1 (15 ઓવર)
શાકિબ 16 અને સૌમ્ય સરકાર 33 રન બનાવી ક્રીઝ પર. 

બાંગ્લાદેશ 40/1 (10 ઓવર)
સૌમ્ય 16 અને શાકિબ 1 રન બનાવી ક્રીઝ પર. પ્રથમ પાવરપ્લેમાં ભારતે બનાવ્યા 40 રન. શમીને મળી એક સફળતા. 

બાંગ્લાદેશ 39/1 (9.3 ઓવર)
શમીએ ભારતને અપાવી સફળતા. તમીમ ઇકબાલ 22 રન બનાવી આઉટ. 

ભારત 314/9 (50 ઓવર)
ભારતે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 314 રન બનાવ્યા છે. 

ભારત 298/6 (47.2 ઓવર)
દિનેશ કાર્તિક 8 રન બનાવી આઉટ. ભારતે છઠ્ઠી વિકેટ ગુમાવી. મુસ્તફિઝુરને મળી ત્રીજી સફળતા. 

ભારત 279/5 (45 ઓવર)
ભારતે 45 ઓવરમાં 279 રન બનાવી લીધા છે. ધોની 11 અને કાર્તિક 1 રન બનાવી ક્રીઝ પર છે. 

ભારત 277/5 (44.1 ઓવર)
રિષભ પંત 48 રન બનાવી આઉટ. શાકિબને મળી સફળતા. પંતે 41 બોલની ઈનિંગમાં છ ચોગ્ગા અને 1 સિક્સ ફટકારી. 

ભારત 251/4 (40 ઓવર)
રિષભ પંત 36 અને ધોની 1 રન બનાવી બેટિંગ કરી રહ્યાં છે. ભારતે 40 ઓવરમાં પોતાનો સ્કોર 250ને પાર પહોંચાડી દીધો છે. 

ભારત 237/4 (38.4 ઓવર)
ભારતને લાગ્યો ચોથો ઝટકો. હાર્દિક પંડ્યા શૂન્ય પર આઉટ. 

ભારત 237/3 (38.2 ઓવર)
ભારતે ત્રીજી વિકેટ ગુમાવી, વિરાટ કોહલી 26 રન બનાવી આઉટ. 

ભારત 211/2 (35 ઓવર)
કેપ્ટન વિરાટ કોહલી 14 અને રિષભ પંત 10 રન બનાવી બેટિંગ કરી રહ્યાં છે. ભારતે 35 ઓવરમાં પોતાનો સ્કોર 200ને પાર કરી લીધો છે. 

ભારત 195/2 (32.4 ઓવર)
કેએલ રાહુલ 77 રન બનાવી આઉટ થયો છે. રુબેલ હુસેને બાંગ્લાદેશને બીજી સફળતા અપાવી છે. રાહુલે 92 બોલનો સામનો કરતા 6 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. 

ભારત 180/1 (29.2 ઓવર)
રોહિત શર્મા સદી ફટકારી આઉટ. રોહિતે 92 બોલમાં 104 રન ફટકાર્યા. 

રોહિત શર્માની વિશ્વકપમાં ચોથી સદી
રોહિત શર્માએ વિશ્વકપમાં પોતાની ચોથી સદી પૂરી કરી છે. તેણે 90 બોલમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે પોતાની સદી પૂરી કરી હતી. 

ભારતના 150 રન પૂરા
ભારતે 23.1 ઓવરમાં પોતાનો સ્કોર 150ને પાર પહોંચાડી દીધો છે. રોહિત શર્મા 88 અને કેએલ રાહુલ 63 રન બનાવી બેટિંગ કરી રહ્યાં છે. 

ભારત 122/0 (20 ઓવર)
ભારતીય ઓપનરો શાનદાર બેટિંગ કરી રહ્યાં છે. કેએલ રાહુલ 57 અને રોહિત શર્મા 61 રન બનાવી ક્રીઝ પર છે. 

રાહુલની અડધી સદી પૂરી
રોહિત શર્મા બાદ કેએલ રાહુલે અડધી સદી પૂરી કરી લીધી છે. તેણે 57 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે પોતાની અડધી સદી પૂરી કરી હતી. 

ભારત 87/0 (15 ઓવર)
રોહિત શર્મા 51 અને રાહુલ 32 રન બનાવી ક્રીઝ પર છે. 

રોહિત શર્માની અડધી સદી
રોહિત શર્મા 8 રન બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તમીમ ઇકબાલે તેનો કેચ પડતો મુક્યો હતો. ત્યારબાદ રોહિતે 45 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે પોતાની અડધી સદી પૂરી કરી હતી. 

ભારત 69/0 (10 ઓવર)
રોહિત શર્મા અને કેએલ રાહુલે શાનદાર શરૂઆત અપાવી છે. રાહુલ 28 અને રોહિત શર્મા 38 રન બનાવી બેટિંગ કરી રહ્યાં છે. ભારતે પ્રથમ પાવરપ્લે પોતાના નામે કર્યો છે. 

ભારતના 50 રન પૂરા
ભારતીય ટીમે 8.2 ઓવરમાં 50 રન પૂરા કરી લીધા છે. રોહિત શર્મા 28 અને કેએલ રાહુલ 22 રન બનાવી બેટિંગ કરી રહ્યાં છે.

ભારતીય ટીમમાં બે ફેરફાર
ભારતે પોતાની અંતિમ ઇલેવનમાં બે ફેરફાર કર્યાં છે. કેદાર જાધવના સ્થાને દિનેશ કાર્તિકને તક આપવામાં આવી છે. જ્યારે કુલદીપ યાદવના સ્થાને ટીમમાં ભુવનેશ્વર કુમારની વાપસી થઈ છે. જ્યારે બાંગ્લાદેશે પણ પોતાની ટીમમાં બે ફેરફાર કર્યાં છે. 

પ્લેઇંગ ઇલેવન
બાંગ્લાદેશઃ તમીમ ઇકબાલ, સૌમ્ય સરકાર, શાકિબ અલ હસન, મુશફિકુર રહીમ, લિટન દાસ,  શબ્બીર રહમાન, મોસાદ્દિક હુસૈન, રૂબેલ હુસેન, મુશરફે મોર્તજા અને મુસ્તફિઝુર રહમાન, મોહમ્મદ સૈફુદ્દીન

ભારતઃ રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, રિષભ પંત, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ. 

બાંગ્લાદેશ એક એવી ટીમ છે જેની પાસે આ વિશ્વકપમાં સારા પ્રદર્શનની આશા તો બધાએ કરી હતી પરંતુ જે પ્રકારની ગેમ એશિયન ટીમ રમી રહી છે, તેણે બધાને ચોંકાવી દીધા છે. આ વિશ્વકપમાં ટીમની ખાસિયત તેનું સાતત્યપૂર્ણ પ્રદર્શન રહ્યું છે જેની કમી પહેલા આ ટીમમાં જોવા મળતી હતી. 

એજબેસ્ટનમાં રમાનારી મેચમાં ભારતે સતર્ક રહેવું પડશે. આમ તો ભારતે સેમિફાઇનલમાં પહોંચવા માટે એક પોઈન્ટની જરૂર છે પરંતુ જો બાંગ્લાદેશ વિરુદ્ધ તેને હાર મળે છે તો શ્રીલંકા વિરુદ્ધ તેની મેચ કરો યા મરો જેવી થઈ જશે. 

બાંગ્લાદેશ ગમે તે ટીમની સ્થિતિ બગાડી શકે છે. 2007 વિશ્વ કપમાં આ ટીમે ભારતને પરાજય આપીને શરૂઆતી રાઉન્ડમાંથી બહાર કરી દીધી હતી. તેવામાં ભારતે બાંગ્લાદેશના હાલના ફોર્મને જોતા સતર્ક રહેવું પડશે. 

ભારત વિરુદ્ધ બાંગ્લાદેશે સારૂ પ્રદર્શન કર્યું છે, અને ઘણીવાર જીત મેળવી છે. આ વખતે ટીમ લયમાં છે અને આત્મવિશ્વાસથી ભરેલી છે. આ મેચ પહેલા ભારતને વધુ એક ઝટકો લાગ્યો છે. ઓલરાઉન્ડર વિજય શંકર ઈજાને કારણે ટીમમાંથી બહાર થઈ ગયો છે. આ પહેલા શિખર ધવન પણ બહાર થયો હતો. 

બાંગ્લાદેશની ટીમને અહીં સુધી પહોંચાડવામાં તેના સૌથી અનુભવી ખેલાડી શાકિબ અલ હસનનું મહત્વનું યોગદાન રહ્યું છે, જેણે બેટ અને બોલથી શાનદાર પ્રદર્શન કર્યું છે. જ્યારે તમીમ ઇકબાલે આફ્રિકા,  ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ જેવી ટીમો વિરુદ્ધ બેટથી મહત્વનું યોગદાન આપ્યું છે. 

બાંગ્લાદેશ માત્ર શાકિબ પર નિર્ભર નથી. તમીમ ઇકબાલ, મહમદુલ્લાહ, મુશફિકુર, લિટન દાસ તમામે શાકિબને સાથ આપ્યો છે. બોલિંગમાં મુસ્તફિઝુર, સૈફુદ્દીને પણ મહત્વના સમયે વિકેટ ઝડપી છે. 

લાંબા વિરામ બાદ મેદાન પર ઉતરી રહેલી બાંગ્લાદેશની ટીમ ભારત વિરુદ્ધ શાકિબ અને મુશફિકુર પર નિર્ભર રહેશે. ટીમ આશા કરે કે આ બંન્ને બેટ્સમેનો મોટો સ્કોર બનાવે. આ મેચમાં જીત બાંગ્લાદેશ માટે સેમિફાઇનલની આશા જીવંત રાખવા માટે પણ જરૂરી છે. 

જો ભારતીય ટીમની વાત કરવામાં આવે તો તે રવિવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમી હતી અને એક દિવસના આરામ બાદ તેણે મુકાબલો રમવાનો છે. 

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતીય ટીમનો વિજય રથ રોકાઇ ગયો હતો. યજમાન ટીમ વિરુદ્ધ ભારતના બોલરોએ રન પણ આપ્યા અને તેના બેટ્સમેનો રન ન બનાવી શક્યા. 

જસપ્રીત બુમરાહ અને શમીએ ભારતને શરૂઆતમાં સફળતા ન અપાવી પરંતુ રન રોકવામાં જરૂર સફળ રહ્યાં હતા. મધ્યમ ઓવરોમાં ચહલ અને કુલદીપની જોડીએ ઘણા રન આપ્યા હતા. આ મેચમાં ભારતને પોતાની નબળાઇની જાણ થઈ છે. 

બોલિંગમાં તેના ખેલાડીઓ પાસે એક રણનીતિ ફ્લોપ રહ્યાં બાદ બીજી રણનીતિનો અભાવ જણાયો હતો. ઈંગ્લેન્ડની ઈનિંગ બાંગ્લાદેશે જરૂર હોઈ હશે કે તેણે ભારતના મજબૂત બોલિંગ આક્રમણનો સામનો કઈ રીતે કર્યો. ભારતીય બોલરોએ આ મેચમાં સારી રણનીતિ અને બેકઅપ પ્લાનની સાથે ઉતરવું પડશે કારણ કે જે રીતની બેટિંગ જોની બેયરસ્ટો અને જેસન રોયે કરી તે પ્રકારની બેટિંગ તમીમ, શાકિબ અને રહીમ કરવામાં સક્ષમ છે. 

જો ભારતીય ટીમની બેટિંગની વાત કરવામાં આવે તો એકવાર ફરી ભારતે ધ્યાન આપવું પડશે કે ટોપ ક્રમના બેટ્સમેનોનું અંત સુધી ન રહેવું ટીમની હારની સંભાવના વધારે છે. રોહિત અને કોહલીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ શાનદાર બેટિંગ કરી પરંતુ બંન્ને આઉટ થતાં જ ભાર આવી ગયો મધ્યમક્રમ પર જ્યાં ઈજાગ્રસ્ત શંકરના સ્થાને નંબર-4 પર યુવા પંતને તક મળી હતી. પંતે બેટિંગ સારી કરી પરંતુ ઝડપથી આઉટ થઈ ગયો હતો. 

હાર્દિક પંડ્યા પણ મેચને અંજામ સુધી ન પહોંચાડી શક્યો અને ધોની પણ મોટા શોટ્સ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. 

એક હાર પરંતુ ભારતને ખરાબ ટીમ બનાવતી નથી છતાં તે જરૂર જણાવે છે કે જ્યારે સામેની ટીમ તમારી તાકાત પર હાવી થાય તો તમારી પાસે બેકઅપ પ્લાન હોય, સાથે જૂની ભૂલને સુધારવાની તક આપે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news