IND vs ZIM 1st ODI: ટીમ ઇન્ડીયાને મળ્યો 190 રનનો ટાર્ગેટ, અક્ષર પટેલે પુરી કરી ખાસ 'ફિફ્ટી'

હરારે સ્પોર્ટ્સ કલબમાં ગુરૂવારે 18 ઓગસ્ટના રોજ ટીમ ઇન્ડીયાના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પહેલાં બોલીંગ પસંદ કરી અને દીપક ચાહરથી શરૂઆત કરી. ઇજા બાદ વાપસી કરી રહેલા ચાહરના પ્રદર્શન વધાની નજર હતી અને તેમણે પણ નિરાશ ન કર્યા. દિપક ચાહરે 11મી ઓવર સુધી ઝિમ્બાબ્વેની મહત્વની 3 વિકેટ લીધી હતી.

IND vs ZIM 1st ODI: ટીમ ઇન્ડીયાને મળ્યો 190 રનનો ટાર્ગેટ, અક્ષર પટેલે પુરી કરી ખાસ 'ફિફ્ટી'

IND vs ZIM 1st ODI: હરારેમાં રમાઇ રહેલી પહેલી વનડેમાં ટોસ હારીને પહેલાં બેટીંગ કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમ 40.3 ઓવરમાં 189 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. મેજબાન ટીમ માટે કેપ્ટન રેજિસ ચકાબવાએ 35, રિચર્ડ નગાર્વાએ 34 અને બરાડ ઇવન્સે અણનમ 33 રન બનાવ્યા. તો બીજી તરફ ભારત માટે દીપક ચાહર, પ્રસિદ્ધ કૃષ્ણા અને અક્ષર પટેલે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. આ સાથે જ વનડે ક્રિકેટમાં અક્ષર પટેલે 50 વિકેટ પણ પુરી કરી લીધી છે. 

હરારે સ્પોર્ટ્સ કલબમાં ગુરૂવારે 18 ઓગસ્ટના રોજ ટીમ ઇન્ડીયાના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પહેલાં બોલીંગ પસંદ કરી અને દીપક ચાહરથી શરૂઆત કરી. ઇજા બાદ વાપસી કરી રહેલા ચાહરના પ્રદર્શન વધાની નજર હતી અને તેમણે પણ નિરાશ ન કર્યા. દિપક ચાહરે 11મી ઓવર સુધી ઝિમ્બાબ્વેની મહત્વની 3 વિકેટ લીધી હતી. તેમણે ઓપનર ઇનોસેંટ કાયા અને ટી મારૂમાનીને નવમી ઓવર સુધી આઉટ કરી દીધો હતો અને તે સમયે ટીમનો સ્કોર ફક્ત 26 રનનો હતો. જેમાંથી 13 રન એક્સ્ટ્રા તરીકે આવ્યા હતા. મોહમંદ સિરાઝે પણ પોતાની તરફથી એક વિકેટનું યોગદાન આપ્યું અને આ પ્રકારે પહેલી 11 ઓવરોમાં જ 4 વિકેટ ભારતને મળી હતી. 

આ પહેલાં ઝિમ્બાબ્વે વિરૂદ્ધ ત્રણેય મેચોની વનડે સીરીઝના પહેલાં મુકાબલામાં ભારતે ટોસ જીતીને પહેલાં બોલીંગ લીધી હતી. કેએલ રાહુલનું કહેવું છે કે આ વિકેટ પર પહેલાં બોલીંગ કરવું સારું રહેશે. પ્રયત્ન રહેશે કે પહેલાં કલાકનો સારો ઉપયોગ કરી શકાશે. 

કેએલ રાહુલે કહ્યું કે અમે બોલીંગ કરીશું. વિકેટ સારી મળી રહી છે. પીચ પર થોડો ભેજ છે. પહેલાં બોલીંગ કરવાનું અને શરૂઆતી એક કલાકનો ઉપયોગ કરવાની સારી તક મળી છે. આશા છે કે અમે સારું કરીશું. 'ઝિમ્બાબ્વેના કેપ્ટ રેગિંસ ચકબાવાએ કહ્યું કે 'અમે પણ ટોસ જીતીને પહેલાં બોલીંગ જ પસંદ કરતાં.  જોકે આ વિકેટ સારી જોવા મળી રહી છે અને આખો દિવસ આવો જ રહી શકે છે. 

ટીમ ઇન્ડીયાના કેપ્ટન કેએલ રાહુલ પહેલી વનડેમાં નંબર ચાર પર બેટીંગ કરશે. શિખર ધવન સાથે શુભમન ગિલને ઓપનિંગની જવાબદારી મળે છે. વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ રમાયેલી વનડે સીરીઝમાં ઓપનર શુભમન ગિલે સારું પ્રદર્શન કર્યું હતું. આ સાથે જ ઇશાન કિશનને નંબર ત્રણ પર રમવાની તક આપવામાં આવી છે. સંજૂ સૈમસન ફિનિશનરની ભૂમિકામાં હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news