INDvsWI: ભારતે બનાવ્યો 649 રનનો પહાડી સ્કોર, જવાબમાં વેસ્ટ ઈન્ડિઝ 94/6
વિરાટ કોહલી ભારતનો સ્કોર 500ની પાર કરવાનો પ્રયત્ન કરશે જેથી વેસ્ટઇન્ડિઝ પર દબાણ વઘારી શકાય
Trending Photos
રાજકોટઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચોની ટેસ્ટ શ્રેણીનો પ્રથમ મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે પોતાની પ્રથમ ઈનિંગ 9 વિકેટે 649 રન પર ડિક્લેર કરી હતી. તેના જવાબમાં વેસ્ટઈન્ડિઝ બીજા દિવસની રમત પૂર્ણ થઈ ત્યારે 6 વિકેટ ગુમાવીને 94 રન બનાવ્યા છે. આ સાથે ભારત મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે. દિવસના અંતે રોસ્ટન ચેસ 27 અને કીમો પોલ 13 રન બનાવી ક્રિઝ પર હતા.
વેસ્ટ ઈન્ડિઝ તરફથી કેપ્ટન ક્રેગ બ્રેથવેટ અને કીરોન પોવેલે ઈનિંગની શરૂઆત કરી હતી. પરંતુ ત્રીજી ઓવરમાં શમીએ બ્રેથવેટ (2)ને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ શમીએ પોવેલને આઉટ કરીને વિન્ડીઝને બીજી ઝટકો આવ્યો હતો. પોવેલ 1 રન બનાવી આઉટ થયો હતો.
ત્યારબાદ આર. અશ્વિને શાઇ હોપ (10)ને બોલ્ડ કરતા ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. થોડીવાર બાદ શિમરન હેટમાયર (10) રન બનાવી રનઆઉટ થઈ ગયો હતો. ત્યારબાદ સુનીલ એમ્બ્રિસ (12) જાડેજાનો શિકાર બન્યો હતો. આ કેચ રહાણેએ ઝડપ્યો અને આ સાથે અડધી વિન્ડીઝ ટીમ પેવેલિયન પરત ફરી ગઈ હતી. પછી શેન ડોરિચ (10)ને કુલદીપ યાદવે બોલ્ડ કર્યો હતો. વેસ્ટઈન્ડિઝ હજુ 555 રન પાછળ છે અને તેની ચાર વિકેટ જમા છે.
પ્રથમ ઇનિગ્સમાં જાડેજાની સદી થતાની સાથે જ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ 649 રનના સ્કોર પર ડિક્લેર કરી દીધી હતી. જાડેજા કરીયરનું પ્રથમ સદી કરી નોટ આઉટ રહ્યો હતો. ત્યારે વેસ્ટઇન્ડિઝ ટીમે શરૂઆતમાં જ ધબડકો કર્યો હતો. ઇનિગ્સની ત્રીજી ઓવરમાં જ મોહમ્મદ શામીને વિકેટ મળી હતી. વેસ્ટઇન્ડિઝનો કેપ્ટન બ્રેથવેટ માત્ર 2 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે શમીની જ ઓવરમાં કેરન પાવેલ પણ એલબીડબ્લયુ આઉટ થયો હતો.
ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે રાજકોટમાં ચાલી રહેલી પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે પહેલા સત્રમાં જ ઋષભ પંત સદી બનાવાથી ચૂક્યો અને 92 રન કરીને આઉટ થયો હતો. પંતે જોરદાર ઇનિગ્સ રમતા 8 ફોર અને ચાર સિક્સ મારી હતી. પંતે વિરાટ સાથે 133 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. (ભારત 473/5, 109 ઓવર)
વિરાટ કોહલીએ તેના કરિયરની 24મી સદી ફોર મારીને પૂરી કરી હતી. કેપ્ટન તરીકે વિરાટ કોહલીની આ 17મી સદી છે. જેથી તેણે એલન બોર્ડર, સ્ટીવન સ્મિથ અને સ્ટીવ વોને પાછળ છોડી દીધા છે. આ ત્રણેય કેપ્ટન તરીકે 15 સદી ફટકારી છે, વિરાટ બાદ પંત પણ સદી તરફ આગળ વધી રહ્યો હતો. પરંતુ તે 92 રન કરીને આઉટ થયો હતો.
ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે રાજકોટમાં ચાલી રહેલી પહેલી ટેસ્ટ મેચના બીજા દિવસની શરૂઆત થઇ ગઇ છે, દિવસની શરૂઆતના ચોથા બોલ પર જ શેરમનના બોલ પર ચોકો મારી દીધો હતો. વિરાટ કોહલીએ ભારતમાં તેના ટેસ્ટ કરિયરના 3000 રન પૂરા કરી દીધા છે. વિરાટે આ ઉલબ્ધી માત્ર 53 ઇનિગ્સમાં હાસલ કરી છે. વિરાટ કોહલી સિવાય ચેતેશ્વર પૂજારાએ પણ માત્ર 53 ઇનિગ્સમાં 3000 રન પૂરા કર્યા હતા, વિરાટ અને પૂજારા બાદ સચિન તેન્ડુલકરે 55 ઇનિગ્સમાં તથા અજરૂદ્દીને 56 ઇનિગ્સમાં, વિરેન્દ્ર સહેવાગે 59 ઇનિંગ્સમાં અને ગાવસ્કર અને દિલીપ વેંહસરકરએ 64 ઇનિંગ્સમાં 3000 રન પૂરા કર્યા હતા.
ક્રીઝ પર વિરાટની સાખે ઋષભ પંત છે. વિરાટ પહેલા સત્રમાં જ તેના કરિયરનું સદી પણ લગાવી શકે છે. ટીમ ઇન્ડિયા વેસ્ટઇન્ડિઝને ઓછામાં ઓછા 500 રનનો લક્ષ્યાંક આપનાનો પ્રયત્ન કરશે. મેચ પહેલા દિવસે જ પોતાના પહેલા મેચમાં જ સદી મારનાર પૃથ્વી શો(132), ચેતેશ્વર પૂજાર(86) અને કેપ્ટન વિરાટ કોહલી(72 નોટઆઉટ)ની શાનદાર ઇનિંગ્સની મદદથી પ્રથમ દાવમાં ચાર વિકેટના નુકશાને 364 રનનો મજબૂત સ્કોર બનાવી લીધો છે.
ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સૌથી નાની ઉંમરમાં સદી
પૃથ્વી શો ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સદી મારનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બની ગયો છે. તેની ઉંમર માત્ર 18 વર્ષ 329 દિવસ છે. આમતો, ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સૌથી નાની ઉંમરમાં સદી મારનાર ઓવરઓલ ચોથા નંબર પર છે. બાંગ્લાદેશનો મોહમ્મદ અશરફુલ (17 વર્ષ 61 દિવસ), ઝીમ્બાબ્વેનો એચ મસકાદ્જા (17 વર્ષ 352 દિવસ) અને પાકિસ્તાનનો સલીમ મિલક (18 વર્ષ 323 દિવસ) પૃથ્વીથી નાની ઉંમરમાં સદી લગાવી ચુક્યા છે.
પૂજારા અને શોની વિકેટ જલદી પડી
પૃથ્વી શોએ બીજા સત્રમાં પૂજારા સાથે 206 રનની ભાગીદારી કરી ટીમના સ્કોરને 209 રન સુધી પહોંચાડી દીધો છે. પરંતુ આ સ્કોર પર ટેસ્ટ કરિયરના પહેલી વિકેટના રૂપમાં વેસ્ટઇન્ડિઝ ખેલાડી શેરમાન લેવિસએ પૂડારાને આઉટ કરીને ભારતની બીજી વિકેટ પાડી હતી. પૂજારા લેવિસના બોલ પર વિકેટની પાછળ ઉભેલા શોન ડોવરિચના હાથમાં કેચ આપી આઉટ થયો હતો. પૂજારએ 130 બોલ રમીને 14 ચોકા માર્યા હતા. આના થોડા સમય બાદ જ ભારતને શોના રૂપમાં તેની ત્રીજી વિકેટ પણ પાડી દીધી હતી. શોને દેવેન્દ્ર બિશૂએ તેના જ બોલ પર કેચ આઉટ કરીને પલેલિયનનો રસ્તો દેખાડ્યો હતો. મુંબઇના બેસ્ટમેન શોએ 134 બોલ રમીને 19 ચોક્કા માર્યા હતા. અને આ સાથે જ બીજુ સત્ર સમાપ્ત થયું હતું.
કોહલી અને રહાણેએ વઘાર્યો ટીમ ઇન્ડિયાને સ્કોર
ત્રીજા સત્રમાં કેપ્ટન કોહલીએ રાહાણે(41) સાથે રહીને ટીમને સ્કોર આગળ વધાર્યો હતો. બંન્નેએ ચોથી વિકેટમાંટે 105 રનની ભાગીદારી કરીને ટીમના સ્કોરને 300ની પાર પહોંચાડ્યો હતો. પરંતું, લેકિન રોસ્ટન ચેસએ રહાણેને કેચ આઉટ કરીને આ મજબૂત ભાગીદારી તોડી હતી. કહાણે 337 રનના સ્કોર પર આઉટ થયો હતો. ત્યારબાદ કોહલી અને પંતે ટીમના સ્કોરને 364 રન સુધી પહોચાડ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે