IND vs SL T20: છગ્ગો મારીને વિરાટે ટીમ ઈન્ડિયાને અપાવી ભવ્ય જીત

ઈન્દોરમાં ભારત અને શ્રીલંકાની (India vs Sri Lanka) વચ્ચે ત્રણ ટી20 મેચની સીરિઝની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાના કે.એલ રાહુલ અને શિખર ધવને શાનદાર શરૂઆત કરી. 143 રનના ટાર્ગેટનો પીછો કરતા બંનેએ પહેલા વિકેટ લઈને 9 ઓવરમાં 71 રન જોડ્યા હતા. તેના બાદ વિરાટ અને શ્રેયસે ટીમને જીત તરફ પહોંચાડ્યો અને અંતમાં વિરાટે છક્કો લગાવીને ટીમને જીત અપાવી. 

IND vs SL T20: છગ્ગો મારીને વિરાટે ટીમ ઈન્ડિયાને અપાવી ભવ્ય જીત

નવી દિલ્હી :ઈન્દોરમાં ભારત અને શ્રીલંકાની (India vs Sri Lanka) વચ્ચે ત્રણ ટી20 મેચની સીરિઝની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાના કે.એલ રાહુલ અને શિખર ધવને શાનદાર શરૂઆત કરી. 143 રનના ટાર્ગેટનો પીછો કરતા બંનેએ પહેલા વિકેટ લઈને 9 ઓવરમાં 71 રન જોડ્યા હતા. તેના બાદ વિરાટ અને શ્રેયસે ટીમને જીત તરફ પહોંચાડ્યો અને અંતમાં વિરાટે છક્કો લગાવીને ટીમને જીત અપાવી. ભારતે પોતાના બેટ્સમેનના દમ પર 17.3 ઓવરમાં 3 વિકેટ પર 144 રન બનાવીને પોતાનું જીતનું લક્ષ્યાંક મેળવી લીધું હતું. ભારત માટે ઓપનર લોકેશ રાહુલે 45, શ્રેયર અય્યરે 34, શિખર ધવને 32 અને કેપ્ટન વિરાટ કોહલીએ નોટઆઉટ 30 રન બનાવ્યા હતા. સીરિઝની ત્રીજી અને અંતિમ ટી20 ઈન્ટરનેશનલ મેચ પૂણેમાં 10 જાન્યુઆરીમાં રમાશે. 

વિરાટની વિનિંગ સિક્સ
કેપ્ટન વિરાટ કોહલીએ 18મી ઓવરની ત્રીજી બોલ પર વિનિંગ સિક્સ લગાવી હતી. તેમણે લાહિરુ કુમારાની બોલ પર લોન્ગ લેગ દિશામાં શાનદાર સિક્સ લગાવી હતી અને ટીમને જીત અપાવી હતી. વિરાટે 17 બોલની પોતાની નાબાદ ગેમમાં 1 ચોગ્ગા અને 2 છક્કા લગાવ્યા હતા.

અય્યરના આઉટ થયા બાદ વિરાટે લાહિરુની ઓવરમાં છગ્ગો લગાવીને ટીમ ઈન્ડિયાની જીતની ઔપચારિકતા પૂરી કરી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પહેલા ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બંને ટીમોએ પોતાની પ્લેઈંગ ઈવેલનમાં કોઈ બદલાવ કર્યો ન હતો અને એ જ ટીમ પસંદ કરી હતી, જે ગુવાહાટીમાં રાખી હતી. 

ભારત
વિરાટ કોહલી (કેપ્ટન), જસપ્રીત બુમરાહ, શિખર ધવન, શિવમ દૂબે, શ્રેયસ અય્યર, કુલદીપ યાદવ, ઋષભ પંત (વિકેટ કીપર), લોકેશ રાહુલ, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર, વોશિંગટન સુંદર

શ્રીલંકા
લસિથ મલિંગા (કેપ્ટન), ધનંજય ડી સિલ્વા, વાનિંડુ હસારંગા, ઓશાડા ફર્નાડો, અવિશ્કા ફર્નાડો, દાનુષ્કા ગુણાથિલકા, લાહિરુ કુમારા, કુશલ પરેરા, ભાનુકા રાજાપક્ષા, દાસુન શનકા, ઈસુરા ઉદાના

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news