Video: ભારત સામે હારની અસર, મેદાન વચ્ચે ઝગડવા લાગ્યા શ્રીલંકાના કોચ અને કેપ્ટન

IND vs SL 2nd ODI:  જ્યારે મેચ પૂરી થઈ તો શ્રીલંકાના કોચ મિકી આર્થર મેદાન પર જ કેપ્ટન શનાકા સાથે ચર્ચા કરવા લાગ્યા. બંનેની આ ગરમાગરમ ચર્ચાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 
 

Video: ભારત સામે હારની અસર, મેદાન વચ્ચે ઝગડવા લાગ્યા શ્રીલંકાના કોચ અને કેપ્ટન

કોલંબોઃ ભારતે શ્રીલંકાને કોલંબોમાં રમાયેલી બીજી વનડે મેચમાં જે રીતે હરાવ્યું તે દિલ તોડવા જેવું હતું. આ હારથી શ્રીલંકાની ટીમમાં તોફાન આવી ગયું છે. આ હાર બાદ મેદાન પર શ્રીલંકાના કોચ મિકી આર્થર (Mickey Arthur) કેપ્ટન દાસુન શનાકા (Dasun Shanaka) ઝગડતા જોવા મળ્યા છે. શ્રીલંકાએ જીતેલી મેચ ભારતને ભેટમાં આપી દીધી, જેથી શ્રીલંકાના હેડ કોચ મિકી આર્થર ભડકી ગયા છે. 

મેદાન પર આમને-સામને કોચ અને કેપ્ટન
શ્રીલંકાના હેડ કોચ મિકી આર્થર અને કેપ્ટન દાસુન શનાકા મેદાન પર સામસામે આવી ગયા. દીપક ચહર અને ભુવનેશ્વર કુમારે શ્રીલંકા પાસેથી આ જીત છીનવી લીધી હતી. સૌથી વધુ દુખ શ્રીલંકાના કોચ આર્થરના ચહેરા પર જોવા મળ્યુ હતું. જ્યારે મેચ પૂરી થઈ તો મિકી આર્થર મેદાન પર કેપ્ટન શનાકા સાથે ઉગ્ર ચર્ચા કરતા જોવા મળ્યો. બંનેની આ તનાતનીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

— cric fun (@cric12222) July 20, 2021

મિકી આર્થરના વર્તન પર થયો વિવાદ
ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી વનડે બાદ મિકી આર્થરના આ વર્તનને લઈને શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર રસેલ આર્નોલ્ડે ટિપ્પણી કરી છે. આર્નોલ્ડે ટ્વીટ કર્યુ, કોચ અને કેપ્ટન વચ્ચેની વાતચીત મેદાન પર નહીં પરંતુ ડ્રેસિંગ રૂમમાં થવી જોઈએ. 

— Russel Arnold (@RusselArnold69) July 20, 2021

જોરદાર ચર્ચા કરતા જોવા મળ્યા
આ વીડિયોમાં દાસુન શનાકા અને મિકી આર્થર કોઈ વાત પર જોરદાર ચર્ચા કરી રહ્યા છે. આર્થર કેપ્ટન પર કોઈ વાતને લઈને નિશાન સાધતા જોવા મળ્યા તો શનાકાએ તેમને સમાજવવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ મિકી આર્થર ગુસ્સામાં મેદાન બહાર જતા રહે છે. 

ચહર અને ભુવીની દમદાર બેટિંગ
ભારતીય ટીમે બીજી વનડેમાં શ્રીલંકાને 3 વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે ભારતે ત્રણ મેચોની સિરીઝમાં 2-0થી લીડ મેળવી લીધી છે. દીપક ચહર અને ભુવનેશ્વર કુમારે આઠમી વિકેટ માટે 84 રનની ભાગીદારી કરી ભારતને જીત અપાવી હતી. દીપક ચાહરે અણનમ 69 રન બનાવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news