મોહમ્મદ શમી બીજી ઈનિંગનો હીરો રહ્યોઃ વિરાટ કોહલી

કોહલીએ ઓપનર રોહિત શર્મા અને મયંક અગ્રવાલની ખુબ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું, ધીરે-ધીરે પિચ સ્લો થવા લાગી હતી. ફાસ્ટ બોલરોને લઈને તેણે કહ્યું કે, અમે નાનો સ્પેલ રાખ્યો અને તેનો ફાયદો પણ મળ્યો હતો. 

મોહમ્મદ શમી બીજી ઈનિંગનો હીરો રહ્યોઃ વિરાટ કોહલી

વિશાખાપટ્ટનમઃ ભારતે પ્રથમ ટેસ્ટ મેચમાં દક્ષિમ આફ્રિકાને 203 રનથી પરાજય આપ્યો છે. રોહિત શર્માએ બંન્ને ઈનિંગમાં સદી ફટકારી, જ્યારે મયંક અગ્રવાલે પ્રથમ ઈનિંગમાં બેવડી સદી ફટકારી હતી. બોલરોની વાત કરીએ તો મોહમ્મદ શમીએ પાંચ અને જાડેજાએ ચાર વિકેટ ઝડપી હતી. જીત બાદ પ્રેઝનટેશન સેરેમનીમાં કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, શરૂઆતી ત્રણ દિવસમાં વિકેટે સારૂ કામ કર્યું હતું. અમે એક સત્રમાં જરૂર વધુ સફળ ન રહ્યાં, પરંતુ તમે 500થી વધુ રન બનાવ્યા છે તો પરિસ્થિતિઓ અનુકૂળ હોય છે. 

શર્મા અને અગ્રવાલની પ્રશંસા
કોહલીએ ઓપનર રોહિત શર્મા અને મયંક અગ્રવાલની ખુબ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું, ધીરે-ધીરે પિચ સ્લો થવા લાગી હતી. ફાસ્ટ બોલરોને લઈને તેણે કહ્યું કે, અમે નાનો સ્પેલ રાખ્યો અને તેનો ફાયદો પણ મળ્યો હતો. ટીમની જીતમાં દરેકનું યોગદાન હોય છે. સ્પિનરોની ઓવરમાં બાઉન્ડ્રી પણ લાગી, પરંતુ તેણે શરૂઆતી વિકેટ ઝડપી હતી. 

શમી બીજી ઈનિંગમાં શાનદાર બોલર
કોહલીએ કહ્યું કે, આ ગ્રાઉન્ડ પર સેકન્ડ ઈનિંગ થવી નક્કી હતી. મોહમ્મદ શમીએ હંમેશા બીજી ઈનિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ વખતે પણ શમીએ મેચના અંતિમ દિવસે દમદાર પ્રદર્શન કર્યું અને પાંચ વિકેટ ઝડપી હતી. કોહલીએ સ્પષ્ટ કહ્યું કે, મેચના હીરો બેટ્સમેન છે, પરંતુ બોલરોની ભૂમિકા પણ મહત્વની છે. SG બોલને લઈને કોહલીએ કહ્યું કે, હું ઈચ્છું છું કે તે થોડો હાર્ડ હોય જે 60 ઓવર સુધી બેટ્સમેનોને પરેશાન કરે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news