નવરાત્રીમાં જગદંબાને રીઝવવા રાજપૂત સમાજની મહિલાઓએ કર્યો ‘તલવાર રાસ’

ભરૂચના રાજપૂત સમાજ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં તલવાર રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ, ભરૂચ સંચાલિત શ્રી રાજ શક્તિ ક્લબમાં આદ્યશક્તિના આરાધના પર્વ નવરાત્રીની શહેરના રાજપૂત છાત્રાલય ખાતે ઉત્સાહ અને શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે.

નવરાત્રીમાં જગદંબાને રીઝવવા રાજપૂત સમાજની મહિલાઓએ કર્યો ‘તલવાર રાસ’

ભરત ચુડાસમા/ભરૂચ: ભરૂચના રાજપૂત સમાજ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં તલવાર રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ, ભરૂચ સંચાલિત શ્રી રાજ શક્તિ ક્લબમાં આદ્યશક્તિના આરાધના પર્વ નવરાત્રીની શહેરના રાજપૂત છાત્રાલય ખાતે ઉત્સાહ અને શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. નવલા નોરતા નિમિતે આયોજિત ગરબા માં  ‘તલવાર ગરબા’ નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં રાજપૂત સમાજના યુવાન યુવતીઓ હાથમાં તલવાર સાથે ગરબે ઘૂમી તલવાર રાસ કરી માતાજીની આરાધનામાં મગ્ન બન્યા હતા. 

ભરૂચ જિલ્લાના પોલીસવડાએ પણ પરિવાર સાથે તલવાર રસ ગરબામાં ભાગ લઈ પોતાની આગવી છતાની તલવાર રાસ રમી લોકોમાં આશ્ચર્ય અને કુતુહલ સર્જ્યું હતું. શક્તિની ભક્તિ સાથે રાજપૂતાના શૌર્યના દર્શન પણ થતા હતા. શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ, ભરૂચ સંચાલિત શ્રી રાજ શક્તિ ક્લબ દ્વારા તલવાર બાજીના રાસ ગરબાના ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ખેલૈયાઓમા પણ અજબનો ઉત્સાહ જોવા મળ્યો હતો. સંગઠનને એકત્રિત કરવા અને મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્યથી તલવાર ગરબા, રાસ અને દોઢિયું રમી સંસ્થા દ્વારા ગરબા દર વર્ષે ગરબાનું આયોજન કરવામાં આવે છે.

અનોખી પરંપરા: આ ગામમાં મહિલાઓ ચણિયાચોળી પહેરી કરે છે ગરબા

મોડી રાત સુધી ચાલેલા ગરબામાં મનભરીને યુવા હૈયું પોતાની કળા દર્શાવી અને તલવાર રાસ ગરબાની રમઝટ બોલવાય હતી તેમજ શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ, ભરૂચ સંચાલિત શ્રી રાજ શક્તિ ક્લબ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પણ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને દરેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાના પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ પણ આ તલવાર રાસ ગરબામાં પરિવાર સહિત ભાગ લીધો હતો.

દશેરા પર વાહન ખરીદી કરતા લોકો પર ‘મંદીની અસર’, બુકિંગમાં થયો ઘટાડો

ઐતિહાસિક પરંપરાને જાળવવા માટે અને બાળકોમાં રાજપૂત સમાજના સંસ્કાર રેડવાનું કાર્ય સમાજની મહિલાઓ દ્વારા ઉપડવામાં આવ્યું છે. નારીને પુરુષ સમોવડી બનાવવાના શુભ આશયથી આવા તલવાર બાજી સહિતના શૌર્ય સભર ગરબા દર વર્ષે શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ, ભરૂચ સંચાલિત શ્રી રાજ શક્તિ ક્લબ દ્વારા યોજવામાં આવે છે.

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news