મેચ જોવા પહોંચી ઉર્વશી રૌતેલા અને પંત ટીમમાંથી બહાર, ટ્વિટર પર ફેન્સે લીધી મજા

IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ દરમિયાન ઉર્વશી રૌતેલા જોવા મળી, ત્યારે ફેન્સ ખુદને રોકી શક્યા નહીં. ફેન્સે રિષભ પંત અને ઉર્વશીના જોરદાર મીમ્સ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યાં છે. 

મેચ જોવા પહોંચી ઉર્વશી રૌતેલા અને પંત ટીમમાંથી બહાર, ટ્વિટર પર ફેન્સે લીધી મજા

દુબઈઃ બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા રવિવારે દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો જોવા પહોંચી હતી. પરંતુ રિષભ પંતને પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. હાલમાં રિષભ પંત અને ઉર્વશી રૌતેલા વચ્ચે સોશિયલ મીડિયા પર જબરદસ્ત જંગ જોવા મળ્યો હતો. 

ટ્વિટર પર ફેન્સે લીધી મજા
રવિવારે જ્યારે દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ દરમિયાન ઉર્વશી રૌલેતા જોવા મળી, ત્યારે ફેન્સ પોતાને રોકી શક્યા નહીં. રિષભ પંત અને ઉર્વશીને લઈને સોશિયલ મીડિયા પર મીમ્સ વાયરલ થવા લાગ્યા હતા. ટ્વિટર પર ફેન્સે બંનેની ખુબ મજા લીધી હતી. 

— ꧁ÄĐ𝕀ƬɎÅ꧂ (@Adityam72049066) August 28, 2022

— Sunil the Cricketer (@1sInto2s) August 28, 2022

— Abhishek Tripathi (@abhithecomic) August 28, 2022

— deep 🛸 (@KattarTigerian) August 28, 2022

— Me...03 (@MehVerse) August 28, 2022

રિષભ પંતને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રખાયો
નોંધનીય છે કે પાકિસ્તાન વિરુદ્ધ એશિયા કપ ટી20 ટૂર્નામેન્ટના મહા મુકાબલામાં કેપ્ટન રોહિત શર્માએ જ્યારે ટોસ બાદ ટીમની જાહેરાત કરી તો બધા ચોંકી ગયા. રોહિતે રિષભ પંતને બહાર કરીને દિનેશ કાર્તિકને તક આપી હતી. ત્યારબાદ ગૌતમ ગંભીર જેવા ક્રિકેટ દિગ્ગજો સહિત અનેક લોકોએ ટીમના આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news