IND vs NZ: ત્રીજી T20માં બનેલા તમામ આંકડા અને રેકોર્ડ્સ પર નજર

ભારતીય ટીમ શ્રેણીના અંતિમ અને નિર્ણાયક મેચમાં 4 રને હારી ગઈ હતી. આ સાથે ભારતે ત્રણ મેચોની સિરીઝ પણ 2-1થી ગુમાવી દીધી છે. 

IND vs NZ: ત્રીજી T20માં બનેલા તમામ આંકડા અને રેકોર્ડ્સ પર નજર

હેમિલ્ટનઃ ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે રમાયેલી ત્રીજી અને નિર્ણાયક ટી20 મેચમાં ભારતને 4 રને હાવીને કીવીએ 2-1થી સિરીઝ પોતાના નામે કરી લીધી હતી. ન્યૂઝીલેન્ડ 212/4ના જવાબમાં ભારતીય ટીમ 208/6નો સ્કોર બનાવી શકી અને મેચ ગુમાવી દીધી હતી. કોલિન મુનરો (40 બોલ 72 રન) મેન ઓફ ધ મેચ અને ટિમ સિફર્ટ (3 મેચ 139 રન) મેન ઓફ ધ સિરીઝ રહ્યો હતો. 

આવો નજર કરીએ ત્રીજા ટી20માં બનેલા મહત્વના આંકડા અને રેકોર્ડ્સ પર
- ભારતીય ટીમની 10 સિરીઝ બાદ પ્રથમ હાર. આ દરમિયાન ભારતે 8 સિરીઝ તીતી અને બે સિરીઝ ડ્રો રહી. આ સિરીઝ પહેલા ભારતીય ટીમે છેલ્લે 2017માં વિન્ડિઝ વિરુદ્ધ 1-0થી ગુમાવી હતી. 

- ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતની આઠમી હાર, તેનાથી વધુ મેચ ભારત કોઈ દેશ સામે હાર્યું નથી. 

- ત્રણ મેચોની સિરીઝમાં કુલ 56 સિક્સ લાગી અને બે દેશોની ટી20 સિરીઝમાં સૌથી વધુ સિક્સ લાગવાનો નવો વિશ્વ રેકોર્ડ બન્યો. આ પહેલા રેકોર્ડ અફગાનિસ્તાન-આયર્લેન્ડ (2017, 55 સિક્સ) સિરીઝમાં બન્યો હતો. 

- ક્રુણાલ પંડ્યાએ ચાર ઓવરમાં 54 રન આપ્યા અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ એક મેચમાં સૌથી વધુ રન આપવાનો નવો ભારતીય રેકોર્ડ. 

- લક્ષ્યનો પીછો કરતા દિનેશ કાર્તિક (33*) અણનમ રહેલા ભારતીય ટીમનો ટી20 આંતરરાષ્ટ્રીયમાં પ્રથમ પરાજય. 

- હાર્દિક પંડ્યાએ આ સિરીઝમાં કુલ મળીને 131 રન આપ્યા અને એક સિરીઝમાં કોઈપણ ભારતીય બોલર દ્વારા સૌથી વધુ રન આપવાનો રેકોર્ડ. બીજા અને ત્રીજા સ્થાન પર ક્રમશઃ ખલીલ અહમદ (122 રન) તથા ક્રુણાલ પંડ્યા (119 રન) આવે છે અને તેણે પણ આ સિરીઝમાં રેકોર્ડ બનાવ્યો. 

- ટિમ સિફર્ટે આ સિરીઝમાં સૌથી વધુ 139 રન બનાવ્યા, તો ડેરિલ મિચેલ, ક્રુણાલ પંડ્યા, ખલીલ અહમદ તથા સેન્ટનરે ચાર-ચાર વિકેટ ઝડપી. 

- મહેન્દ્ર સિંહ ધોનીની 300મી ટી20 મેચ, આમ કરનાર તે પ્રથમ ભારતીય બન્યો. 

- બ્લેયર ટિકનરનો પર્દાપણ અને તે ન્યૂઝીલેન્ડનો 82મો ટી-20 ખેલાડી બન્યો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news