India vs New Zealand 3rd T20: ન્યૂઝીલેન્ડની ધરતી પર ઈતિહાસ રચવા ઉતરશે ટીમ ઈન્ડિયા

India vs New Zealand 3rd T20: ન્યૂઝીલેન્ડની સૌથી મોટી ચિંતા ભારતીય બોલર ખાસ કરીને બુમરાહનો સામનો કરવાની છે. બંન્ને મેચમાં કીવી બેટ્સમેન બુમરાહને સમજવામાં નિષ્ફળ રહ્યાં છે. 
 

India vs New Zealand 3rd T20: ન્યૂઝીલેન્ડની ધરતી પર ઈતિહાસ રચવા ઉતરશે ટીમ ઈન્ડિયા

હેમિલ્ટનઃ ભારત અને ન્યૂઝીલેન્ડ (India vs New Zealand 3rd T20) વચ્ચે પાંચ મેચોની ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝનો ત્રીજો મુકાબલો હેમિલ્ટનના સેડોન પાર્કમાં રમાશે. આ મુકાબલો કાલે બુધવાર 29 જાન્યુઆરી બપોરે 12.30 કલાકે શરૂ થશે. ભારત જો ત્રીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ જીતે તો તે ન્યૂઝીલેન્ડની ધરતી પર ઈતિહાસ રચી દેશે. આ મેચમાં જીતની સાથે ભારત પ્રથમવાર ન્યૂઝીલેન્ડની ધરતી પર કીવીઓ વિરુદ્ધ દ્વિપક્ષીય ટી-20 આંતરરાષ્ટ્રીય સિરીઝ કબજે કરી લેશે. 

ભારત પાસે ઈતિહાસ રચવાની તક
ભારત અત્યાર સુધી ન્યૂઝીલેન્ડની ધરતી પર દ્વિપક્ષીય ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝ જીતી શક્યું નથી. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હાલની ટી20 સિરીઝ પહેલા માત્ર બે દ્વિપક્ષીય ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝ રમાઇ છે. આ બંન્ને ટી20 સિરીઝમાં ભારતે ન્યૂઝીલેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. એક દ્વિપક્ષીય ટી20 સિરીઝ વર્ષ 2008-2009માં રમાઇ હતી. બે મેચોની આ ટી20 સિરીઝમાં ભારતે 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ભારતને 2018-2019માં રમાયેલી ટી20 સિરીઝમાં ન્યૂઝીલેન્ડે 2-1થી પરાજય આપ્યો હતો. 

હાલની સિરીઝમાં ભારતની પક્કડ મજબૂત
મહત્વનું છે કે હાલની ટી20 સિરીઝના પ્રથમ મુકાબલામાં ભારતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટે પરાજય આપ્યો હતો. ત્યારબાદ બીજી ટી20 મેચ પણ સાત વિકેટે જીતીને ભારતે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 5 મેચોની ટી20 સિરીઝમાં 2-0ની સરસાઈ મેળવી લીધી હતી. ભારતીય ટીમ હાલ શઆનદાર ફોર્મમાં છે અને 2019ના વિશ્વકપબાદ તેણે જે પાંચ ટી20 સિરીઝ રમી છે તેમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. તેમાં હાલની સિરીઝ પણ સામેલ છે. આ વચ્ચે તે માત્ર આફ્રિકા વિરુદ્ધ સિરીઝ જીતી શક્યું નથી. 

AUS OPEN: ફેડરર 15મી વખત સેમિફાઇનલમાં, સૈન્ડગ્રેનને 5 સેટ સુધી ચાલેલા મુકાબલામાં હરાવ્યો 

5-0ની જીત ભારતને ચોથા સ્થાને પહોંચાડશે
આફ્રિકા સામેની સિરીઝ 1-1થી બરોબર રહી હતી. ટી20 ક્રિકેટમાં સારા ફોર્મ છતાં આઈસીસી રેન્કિંગમાં ભારતની સ્થિતિમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. ભારત હજુ ટી20 રેન્કિગંમાં પાંચમાં સ્થાન પર છે અને તેણે ચોથા સ્થાન પર પહોંચવા માટે વર્તમાન સિરીઝ 5-0થી જીતવી પડશે. 

ન્યૂઝીલેન્ડ હાલ છઠ્ઠા સ્થાન પર છે જ્યારે પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને આફ્રિકા રેન્કિંગમાં ભારતથી આગળ છે. બધાની નજર ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે રમાનારા ટી20  વિશ્વકપ પર છે, પરંતુ ટીમ મેનેજમેન્ટને વિશ્વાસ છે કે આ મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ પહેલા યોગ્ય સમય પર બધી વસ્તુ સેટ થઈ રહી છે. 

કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર કરી રહ્યાં છે ધમાકો
કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરના વિશેષકરીને આ પ્રવાસમાં પ્રદર્શનથી તે વસ્તુને બળ મળ્યું છે. તેને જોતા ત્રીજી મેચ માટે ભારતીય ટીમમાં કોઈ ફેરફારની સંભાવના નથી. મંગળવારે વૈકલ્પિક અભ્યાસનો દિવસ હતો અને કેપ્ટન કોહલી, કેએલ રાહુલ, ચહલ, શમી અને બુમરાહે તેમાં ભાગ લીધો નથી.

બુમરાહની સામે ન્યૂઝીલેન્ડ ટીમ નબડી
જ્યાં સુધી ન્યૂઝીલેન્ડનો સવાલ છે તો કોલિન ડી ગ્રાન્ડહોમની પાસે પ્રભાવ છોડવાની આ છેલ્લી તક હશે. અંતિમ બે ટી20 મેચ માટે બેટ્સમેન ટોમ બ્રૂસ આ ઓલરાઉન્ડરનું સ્થાન લેશે. ગ્રાન્ડહોમ આ સિરીઝમાં બેટ્સમેન તરીકે રમ્યો પરંતુ પ્રથમ મેચમાં શૂન્ય અને બીજી મેચમાં માત્ર ત્રણ રન બનાવી શક્યો હતો. ભારતે પ્રથમ બે મેચમાં સફળતાપૂર્વક લક્ષ્ય હાસિલ કર્યાં છતાં ન્યૂઝીલેન્ડ બોલરોના પ્રદર્શનથી ચિંતિત નથી. 

ન્યૂઝીલેન્ડની સૌથી મોટી ચિંતા ભારતીય બોલરો વિશેષકરીને જસપ્રીત બુમરાહનો સામનો કરવાની છે. બે મેચોમાં તેના બેટ્સમેન બુમરાહના બોલને સમજવામાં નિષ્ફળ રહ્યાં છે. ન્યૂઝીલેન્ડનો આમ તો સેડોન પાર્કમાં રેકોર્ડ સારો રહ્યો છે. અહીં અત્યાર સુધી તેણે 9 મેચ રમી છે અને 7 મેચમાં વિજય મેળવ્યો છે. તે ભારતના વિજય રથને રોકવાનો પ્રયત્ન કરશે. 

ભારતઃ રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, યુજવેન્દ્ર ચહલ અને મોહમ્મદ શમી. 

ન્યૂઝીલેન્ડઃ માર્ટિન ગુપ્ટિલ, કોલિન મુનરો, કેન વિલિયમ્સન, રોસ ટેલર, ટિમ સેફર્ટ, કોલિન ડી ગ્રાન્ડહોમ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉદી, ઈશ સોઢી, બ્લેયર ટિકનર, હાશિમ બેનેટ. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news