ભારતે બાંગ્લાદેશને 5 રનથી આપી માત, સેમીફાઇનલની દાવેદારી મજબૂત
India vs Bangladesh T20 World Cup-2022: 16 ઓવરમાં 151 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરતાં બાંગ્લાદેશે 16 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 145 રન બનાવી શકી હતી. અને તેને 5 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
Trending Photos
India vs Bangladesh T20 World Cup-2022: એડિલેડના ઓવલ મેદાન પર ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી20 વર્લ્ડકપનો મુકાબલો રમાઇ રહ્યો છે. બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને ભારતને પ્રથમ બેટીંગ માટે આમંત્રણ આપ્યું હતું. ટીમ ઇન્ડીયાની કમાન ધુરંધર ઓપનર રોહિત શર્મા પાસે છે. ભારતે પ્રથમ બેટીંગ કરતાં 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 184 રન બનાવ્યા હતા. પરંતુ વરસાદનું વિઘ્ન નડતાં મેચ થોડીવાર બંધ રહી હતી.
અને ત્યારબાદ બાંગ્લાદેશને 16 ઓવરમાં 151 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરતાં બાંગ્લાદેશે 16 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 145 રન બનાવી શકી હતી. અને તેને 5 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
ટીમ ઇન્ડીયાએ બાંગ્લાદેશને રોમાંચક મેચમાં 5 રનથી હરાવીને સેમીફાઇનલની દાવેદારી લગભગ પાકી કરી દીધી છે. આ જીત સથે ભારતે 6 પોઇન્ટ થઇ ગયા છે. ભારતે પ્રથમ બેટીંગ કરતાં 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા હતા. જોકે વરસાદના વિઘ્નના કારણે બાંગ્લાદેશને 16 ઓવરમાં 151 રનનો ટાર્ગેટ મળ્યો હતો. તેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 145 રન બનાવી શકી હતી. બાંગ્લાદેશ માટે ઓપનર લિટ્ટન દાસે ફક્ત 27 બોલમાં 60 રન બનાવ્યા પરંતુ કોઇ અન્ય બેટ્સમેને તેમનો સાથ ન આપ્યો. ભારત માટે અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાએ બે-બે વિકેટ લીધી હતી.
કોહલી અને રાહુલની ફીફ્ટીથી ભારતે બનાવ્યો મોટો સ્કોર
પહેલાં બેટીંગ કરતાં ભારતે ફક્ત 11 રનના સ્કોર પર જ રોહિત શર્માની વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ત્યારબાદ કેએલ રાહુલે 32 બોલમાં 50 રનની શાનદાર ઇનિંગ રમી. સૂર્યકુમાર યાદવે પણ 16 બોલમાં 30 રનની ઝડપી ઇનિંગ રમી. વિરાટ કોહલીએ બીજા છેડાને સંભાળી રાખ્યો અને 44 બોલમાં અણનમ 64 રનની મોટી ઇનિંગ રમી. સંયુક્ત પ્રયત્નથી ભારતીય ટીમે 184 રનનો મોટો સ્કોર ઉભો કરી દીધો હતો. કોહલીએ આ વર્લ્ડકપમાં ત્રીજી ફીફ્ટી ફટકારી છે.
બાંગ્લાદેશની ધુંઆધાર શરૂઆત, વરસાદે તોડી લય
સ્કોરનો પીછો કરતાં બાંગ્લાદેશે ધુંઆધાર શરૂઆત કરી હતી. સાત ઓવરમાં જ બાંગ્લાદેશે વિકેટ ગુમાવ્યા વિના 66 રન બનાવી લીધા હતા. તેમાંથી 59 રન એકલા લિટન દાસે બનાવ્યા હતા. લિટને ફક્ત 21 બોલમાં જ પોતાની ફીફ્ટી પુરી કરી લીધી હતી. લિટનની બેટીંગને જોઇને લાગી રહ્યું હતું કે બાંગ્લાદેશનો દબદબો ખૂબ વધી ગયો છે, પરંતુ વરસાદના કારણે લગભગ અડધા કલાકના બ્રેકે બાંગ્લાદેશના બેટ્સમેનોની લય તોડી નાખી. બ્રેક બાદ બેટીંગ કરવા ઉતરેલા બાંગ્લાદેશના લિટન અને બીજા ઓપનર નજમુલ હસન સાંટોની વિકેટ ઝડપી પડી ગઇ હતી.
બ્રેક પહેલાં વિકેટ ગુમાવ્યા વિના 66 રન બનાવી ચૂકેલી બાંગ્લાદેશનો સ્કોર 12 ઓવર બાદ ચાર વિકેટના નુકસાન પર 101 રન થઇ ગયો હતો. સાત રન બાદ જ બીજા બે બાંગ્લાદેશી બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા હતા અને મેચ પર ભારતની પકડ મજબૂત થઇ ગઇ હતી. પૂછડિયા બેટ્સમેનોએ અંતિમ ઓવર સુધી સંઘર્ષ કર્યો પરંતુ બાંગ્લાદેશ જીતી શક્યું નહી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે