ColorOS 13: વધી જશે બેટરી લાઇફ અને સ્પીડ થશે સુપરફાસ્ટ, આ છે Top 4 નવા ધમાકેદાર ફીચર્સ

ColorOS 13 ના કેટલાક ફીચર્સ એટલા જોરદાર છે કે તમને ઉપયોગ કરવામાં મજા આવશે. આવો નજર કરીએ તે 5 ફીચર્સ વિશે જે તમારું દિલ જીતી લેશે... 

ColorOS 13: વધી જશે બેટરી લાઇફ અને સ્પીડ થશે સુપરફાસ્ટ, આ છે Top 4 નવા ધમાકેદાર ફીચર્સ

OPPO ની ColorOS 13 ઓપરેટિંગ સિસ્ટમ આવી ગઇ છે. કંપનીના મોબાઇલ સોફ્ટવેરનું લેટેસ્ટ ઇટેરેશન એંડ્રોઇડ 13 પર આધારિત છે. તમને જણાવી દઇએ કે 2020 ColorOS 11 ની શરૂઆત સાથે Android વર્જનના અનુરૂપ ColorOS વર્જનનું નામાકરણ બદલી દીધું છે. આ વર્ષનું  ColorOS 13 પહેલાંથી જ સારા સોફ્ટવેરને રિફાઇન કરવા પર ફોકસ કરે છે. કંપનીના અનુસાર તેમાં બેટરી લાઇફને પણ સારી કરવામાં આવી છે. ColorOS 13 ના કેટલાક ફીચર્સ એટલા જોરદાર છે કે તમને ઉપયોગ કરવામાં મજા આવી જશે. આવો નજર કરીએ તો તે 5 ફીચર્સ વિશે જે તમારું દિલ જીતી લેશે. 

Aquamorphic
ColorOS 13 માં 'Aquamorphic' નામની એક ડિઝાઇન લેગ્વેઝ છે. ઓપ્પોનો દાવો છે કે ડિઝાઇન પાણીથી પ્રેરિત છે. નવી ડિઝાઇન મોટાભાગે ColorOS 12 ના સમાન છે, જેમાં કેટલાક ફેરફાર છે અને ઓવરઓલ બેટર એક્સપીરિયન્સ પ્રદાન કરે છે. ડિફોલ્ટ રૂપથી, કલર પેલેટ વાદળી છે અને આખા દિવસ પોતાના શેટ્સ બદલે છે. ઇન્ટરફેસ કાર્ડ-શૈલીના લેઆઉટનું ઇન્ટરફેસ કરે છે. સેટિંગ એપ અને ફર્સ્ટ પાર્ટી એપમાં કેંટેંટના પ્રકારના આધારે જાણકારી દેખાડનાર અલગ-અલગ સાઇઝના કાર્ડ ડિસ્પ્લે થાય છે. કુલ મળીને તમને યૂનિક ડિઝાઇન મળશે. 

Home Screen
ColorOS 13 ની હોમ સ્ક્રીન લગભગ ColorOS 12 જેવી છે, સિવાય કે યૂઝર હવે ફોલ્ડરોને મોટા કરી શકે છે. આ ફીચર ખૂબ સિંપલ લાગે છે પરંતુ ખૂબ ઉપયોગી છે. કારણ કે હવે તમને ડિઝાયર્ડ એપ સુધી પહોંચવા માટે ફોલ્ડર ખોલવાની જરૂર નથી. તમારે બસ આટલું જ કરવાનું છે કે તેને જલદીથી એક્સેસ કરવા માટે મોટા ફોલ્ડરની અંદર ઉપલબ્ધ જરૂરી એપના આઇકન પર ક્લિક કરવાનું છે. સૌથી મહત્વપૂર્ણ વાત ColorOS 13 એક રિડિઝાઇન કરવામાં આવેલા કંટ્રોલ સેન્ટર સાથે આવે છે. ટોપ પોર્શન લેફ્ટ અને બે મોટા ટોગલ અને જમણી તરફ એક મીડિયા પ્લેબેક વિઝેટથી ભરેલું છે. ડિફોલ્ટરૂપથી, મોટા ટોગલ વાઇફાઇ અને બ્લ્યૂટૂથ હોય છે પરંતુ યૂઝર જે ઇચ્છે  તેને બદલી શકે છે. 

Always On Display
ColorOS માં સૌથી સારા ઓલવેજ-ઓન ડિસ્પ્લે (AOD) ઇમ્પ્લિમેંશન છે. ColorOS 13 સાથે વધુ AOD સ્ટાઇલ્સ અને થર્ડ પાર્ટી એપ્સ સાથે ઇંટિગ્રેટેડ સાથે પણ વધુ સારુ થઇ જાય છે. ઓલવેજ ઓન ડિસ્પ્લેમાં તમે ઇચ્છો તો કોઇપણ એપને એડ કરી શકો છો, જે સ્ક્રીન ઓફ થયા બાદ પણ તમને સ્ક્રીન પર જોવા મળશે. 

Kid Space
ColorOS માં થોડા સમય માટે કિડ સ્પેસ છે જેમાં કોઇ નવું એડીશન નથી. વર્ષો બાદ આખરે ColorOS13 માં એક ઉપયોગી નવી સુવિધા મળે છે. નવી સુવિધા બાળકોની દ્રષ્ટિની સુરક્ષા માટે ફોનના હાર્ડવેર પર નિર્ભર કરે છે. આ બેસવાની સ્થિતિ, જોવાનું અંતર અને એમ્બિયન્સ લાઇટ સાથે સંબંધિત ત્રણ અલગ-અલગ પ્રકારના રિમાઇંડર્સ આપે છે. કિડ સ્પેસ સેશન દરમિયાન માતા-પિતા ફોન દ્રાર જાહેર કરવામાં આવેલા તમા રિમાંડર પણ જોઇ શકો છો. એટલા માટે તે પોતાના બાળકોને સ્માર્ટફોનનો યોગ્ય ઉપયોગ કરવાનું શિખવાડી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news