IND vs AUS: મેદાન વચ્ચે ટકરાયા ઋષભ પંત અને મેથ્યુ વેડ, જાણો સમગ્ર મામલો
Trending Photos
નવી દિલ્હી: ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS)ની મેચમાં સ્લેજિંગ (Sledging)નો કિસ્સો સામે આવતો હોય છે. મેદાનમાં ટકરાયાનો કિસ્સો તાજેતરમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટના ત્રીજા દિવસે સામે આવ્યો છે. કંગારૂ બેટ્સમેન મેથ્યૂ વેડ (Matthew Wade) અને ભારતીય વિકેટકીપર ઋષભ પંત (Rishabh Pant)ની વચ્ચે થોડી તકરાર થઈ જે સ્ટંપના માઈકમાં કેદ થઈ ગઈ.
શું થઈ ચર્ચા?
ઓસ્ટ્રેલિયા (Australia)ની બીજી ઇનિંગ્સની 25મી ઓવર દરમિયાન આ ઘટના બની. તે સમયે મેથ્યૂ વેડ 21 રનના સ્કોર પર રમી રહ્યો હતો. ત્યારે મેજબાન ટીમની સરખામણીએ ભારત 73 રનથી આગળ હતું. આ વીડિયો સોશિયલ મીડિયા ફર ખૂબ જ ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે.
કઈ વાત પર થઈ ચર્ચા
આ વીડિયોમાં ઋષભ પંત (Rishabh Pant)એ મેથ્યૂ બેડ (Matthew Wade)ના વજનને લઇને ઈશારો કરતા રમૂજ કરી અને તેને બિગ સ્ક્રિન પર પોતાને જોવાની વાત કરી. ત્યારબાદ વેડ (Matthew Wade)એ પણ પંતને કહ્યું કે, તે પહેલા પોતાને બિગ સ્ક્રિન પર જોવે. આ બંને ખેલાડીઓની ચર્ચા સાંભળી કોમેન્ટેટર પણ જોર જોરથી હસવા લાગ્યો હતો.
The Wade-Pant verbals continue 🗣🍿 #AUSvIND pic.twitter.com/VjZ9hDm24I
— cricket.com.au (@cricketcomau) December 28, 2020
કેમ કરવામાં આવે છે સ્લેજિંગ?
આ કોઈપણ ટીમની રણનીતિનો ભાગ હોય છે. સ્લેજિંગ (Sledging)નો ઉપયોગ વિપક્ષી ટીમની સામે કરવામાં આવે છે. જેથી વિરોધી ખેલાડી મુશ્કેલીમાં મુકાઈ જાય અને ભૂલ કરે જેનો ફાયદો પોતાની ટીમને મળે. વિરાટ કોહલી (Virat Kohli) પણ ઓસ્ટ્રેલિયાની ટીમ સામે સ્લેજિંગ કરવા માટે જાણીતો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે