વિશ્વ કપમાં ભારત પર હાવી રહ્યું છે ઓસ્ટ્રેલિયા, ટોસની ભૂમિકા મહત્વની રહેશે

કાંગારૂ ટીમ વિશ્વકપમાં હંમેશા ભારત પર હાવી રહી છે. ટીમ ઈન્ડિયાની રાહ 9 જૂને રમાનારા મુકાબલામાં આસાન રહેવાની નથી. 

વિશ્વ કપમાં ભારત પર હાવી રહ્યું છે ઓસ્ટ્રેલિયા, ટોસની ભૂમિકા મહત્વની રહેશે

લંડનઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 જૂને કેનિંગ્ટન ઓવલમાં રમાનારો મુકાબલો ચોક્કસ પણે આ વિશ્વકપના સૌથી મોટા મુકાબલામાંથી એક છે. જ્યાં સુધી વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતના રેકોર્ડની વાત છે તો કાંગારૂ ટીમ આગળ છે. બંન્ને ટીમો વચ્ચે અત્યાર સુધી વિશ્વકપમાં કુલ 11 મેચ રમાઇ છે જેમાં ત્રણ વખત ભારતીય ટીમને તો 8 વખત ઓસ્ટ્રેલિયન ટીમને જીત મળી છે. તેનાથી સાબિત થાય છે કે કાંગારૂ ટીમ વિશ્વકપમાં હંમેશા ભારત પર હાવી રહ્યું છે. 

ભારત અને ઓસ્ટ્રેલિયાએ વિશ્વકપમાં અત્યાર સુધી રમેલી 11 મેચો પર નજર કરવામાં આવે તો પ્રથમ બેટિંગ કરનારી ટીમ 9 વખત જીતી છે, જ્યારે લક્ષ્યનો પીછો કરતા માત્ર ટીમ બે વખત જીતી છે. આ રેકોર્ડને જોતા બંન્ને ટીમના કેપ્ટન ટોસ જીતવા ઈચ્છશે. પરંતુ ઈંગ્લેન્ડમાં હવામાનનો મિજાજ નક્કી કરશે કે બંન્ને ટીમના કેપ્ટન ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવી પસંદ કરશે કે બોલિંગ. આમ તો વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયન ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે અને 9 જૂને ટીમ ઈન્ડિયાની રાહ આસાન રહેશે નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news