World Cup AUSvsIND: કાંગારૂ ટીમના આ છ ખેલાડીઓથી ભારતે રહેવું પડશે સાવધાન
વિશ્વકપમાં રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો. બંન્ને ટીમોની પાસે એવા ખેલાડી છે જેના પર ફેન્સની નજર રહેશે. આ ખેલાડી ગમે ત્યારે મેચનું પરિણામ બદલવા માટે સક્ષમ છે.
Trending Photos
લંડનઃ વિશ્વકપ 2019માં રવિવારે ભારતીય ટીમ પોતાના બીજા મુકાબલામાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઉતરશે. વર્લ્ડ કપનું ટાઇટલ બચાવવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી પોતાની બંન્ને મેચમાં વિજય મેળવ્યો છે. બંન્ને ટીમ કપની પ્રબળ દાવેદાર છે અને આ મેચને જીતવા માટે પોતાની તમામ તાકાત લગાવી દેશે. આ મેચમાં બંન્ને ટીમ પાસે ઘણા એવા ખેલાડી છે જેના પર નજર રહેશે. આ ખેલાડી કોઈપણ સમયે પોતાની ક્ષમતાથી મેચનું પાસું પલટવામાં માહેર છે.
સૌથી પહેલા વાત કરીએ ઓસ્ટ્રેલિયાની બેટિંગની. ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ એક વર્ષના પ્રતિબંધ ટીમમાં પરત આવ્યા છે અને તેનાથી તેને મજબૂતી મળવી સ્વાભાવિક છે. ઓસ્ટ્રેલિયામાં તેની બેટિંગ પર નજર
નાથન કૂલ્ટર નાઇલ
ઓલરાઉન્ડર નાથન કૂલ્ટર નાઇલે વિશ્વકપની બે મેચમાં અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા તરફથી વોર્નરની સાથે સંયુક્ત રૂપથી સૌથી વધુ રન બનાવ્યા છે. નાઇલને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ એકવાર બેટિંગ કરવાની તક મળી અને તેણે 60 બોલમાં 92 રન ફટકારીને પોતાની ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેની આ ઈનિંગની મદદથી ટીમ 288 સુધી પહોંચી શકી હતી. મેચમાં ઓસ્ટ્રેલિયાનો 15 રને વિજય થયો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયાન ટીમની બેજોડ ત્રિપૂટી (વોર્નર, ફિન્ચ અને સ્મિથ)માંથી માત્ર સ્મિથે (73) રન બનાવ્યા હતા.
ડેવિડ વોર્નર
બોલ ટેમ્પરિંગ વિવાદને કારણે પ્રતિબંધ બાદ વાપસી કરનાર વોર્નર વિસ્ફોટક બેટ્સમેન છે. વિશ્વકપની બે મેચોમાં તે 92 રન બનાવી ચુક્યો છે. તેમાં તેની 89* ની ઈનિંગ પણ સામેલ છે, જે અફગાનિસ્તાન વિરુદ્ધ રમી હતી. આ પહેલા વોર્નરે આઈપીએલમાં તેની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) માટે રમતા સૌથી વધુ 692 રન બનાવ્યા હતા. તેમાં 1 સદી અને 8 અડધી સદી સામેલ છે.
સ્ટીવન સ્મિથ
વોર્નરની જેમ સ્મિથ પર પણ પ્રતિબંધ લાગ્યો હતો. વિશ્વકપની બે મેચોમાં તે 91 રન બનાવી ચુક્યો છે. તેમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ફટકારેલા 73 રન સામેલ છે. આ પહેલા તેણે આઈપીએલમાં 319 રન બનાવ્યા હતા. તેમાં ત્રણ અડધી સદી સામેલ છે.
એરોન ફિન્ચ
સ્મિથ પર પ્રતિબંધ લાગ્યા બાદ ફિન્ચને કેપ્ટન બનાવવામાં આવ્યો અને તેણે પોતાની જવાબદારી સારી રીતે નિભાવી હતી. કેપ્ટન સિવાય એક બેટ્સમેનના રૂપમાં ફિન્ચ સારૂ કરી રહ્યો છે. તેણે વિશ્વકપની બે મેચોમાં કુલ 72 રન બનાવ્યા છે. તેણે અફગાનિસ્તાન વિરુદ્ધ 66 રન ફટકાર્યા હતા.
અત્યાર સુધી બોલરોની રહી મહત્વની ભૂમિકા
વિશ્વકપની બંન્ને મેચ ઓસ્ટ્રેલિયાએ પોતાની બોલિંગની મદદથી જીતી છે. પ્રથમ મેચમાં તેણે અફગાનિસ્તાનને 207 રન પર ઓલઆઉટ કરી દીધું હતું. તો બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝ જેવી ટીમની સામે 288 રનના સામાન્ય સ્કોરને મુશ્કેલ બનાવવામાં બોલરોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
મિશેલ સ્ટાર્ક
કાંગારૂઓના મુખ્ય ફાસ્ટ બોલરોમાંથી એક સ્ટાર્કે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ શાનદાર બોલિંગ કરી. 10 ઓવરોમાં તેણે 46 રન આપીને 5 બેટ્સમેનોને આઉટ કર્યાં હતા. અત્યાર સુધી સ્ટાર્ક 2 મેચોમાં 6 વિકેટ ઝડપી ચુક્યો છે.
પેટ કમિન્સ
ઓસ્ટ્રેલિયાનો બીજો મુખ્ય ફાસ્ટ બોલર કમિન્સનું બે મેચોમાં પ્રદર્શન મિશ્રિત રહ્યું છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બે તથા અફગાનિસ્તાન વિરુદ્ધ 3 વિકેટ ઝડપી હતી. આ પહેલા ભારત વિરુદ્ધ રમાયેલી વનડે સિરીઝમાં પણ તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે