જ્યારે કપિલ દેવે 8 વિકેટ ખેરવીને તોડી નાંખી હતી ઓસ્ટ્રેલિયાની કમર, એડિલેડમાં મચાવ્યો હતો તરખાટ
વર્ષ 1985ના ડિસેમ્બરમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે પહેલી ટેસ્ટ મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતના સ્ટાર ઓલરાઉન્ડર કપિલ દેવે આઠ વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગ્સમાં 381 રન બનાવ્યા હતા.
Trending Photos
નવી દિલ્લી: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ગુરુવારથી ટેસ્ટ સીરિઝની શરૂઆત થવા જઈ રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચેની મેચ ઘણી દિલચશ્પ હોય છે અને બધાની આ સીરિઝ પર ખાસ નજર હોય છે. ટેસ્ટ સીરિઝની પહેલા બંને દેશની વચ્ચે થયેલી મેચની કેટલીક ગોલ્ડન મોમેન્ટ્સ છે. આવી જ એક મેચ જે એડિલેડમાં રમાઈ હતી. તે મેચ આજેપણ લોકોના મનમાંથી નીકળી શકી નથી.
એડિલેડમાં કપિલ દેવનો તરખાટ
વર્ષ 1985ના ડિસેમ્બરમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે પહેલી ટેસ્ટ મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતના સ્ટાર ઓલરાઉન્ડર કપિલ દેવે આઠ વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગ્સમાં 381 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના બે બેટ્સમેનોએ સદી ફટકારી હતી. પછી આ મેચ ડ્રો થઈ ગઈ હતી. અને શાનદાર બોલિંગ કરનારા કપિલ દેવને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
સૌથી વધારે વિકેટ કપિલ દેવના નામે
ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ટેસ્ટ સીરિઝમાં સૌથી વધારે વિકેટ કપિલ દેવના નામે છે. કપિલે ઓસ્ટ્રેલિયામાં 11 ટેસ્ટ મેચ રમીને સૌથી વધારે 51 વિકેટ પોતાના નામે કરી છે. આ દરમિયાન 108 રન આપીને 8 વિકેટ તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું. 6 ડિસેમ્બરથી ભારત ઓસ્ટ્રેલિયાની વચ્ચે ટેસ્ટ સીરિઝની પહેલી મેચ એડિલેડમાં શરૂ થશે. બંને દેશની વચ્ચે રમાયેલી સીરિઝમાં ભારતીય ટીમ અત્યાર સુધી જીત માટે તરસી રહી છે. ઓસ્ટ્રેલિયામાં રમાયેલી 11 ટેસ્ટ સીરિઝમાંથી ટીમ ઈન્ડિયાને એક પણમાં જીત મળી નથી.
India Tour of Australia: ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ, વન-ડેમાં શું કહે છે આંકડા?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે