IND vs PAK: ભારતીય ક્રિકેટ ટીમનો શરમજનક પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું

U-19 Asia Cup : ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાન સામે રવિવારે અન્ડર-19 એશિયા કપના મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમે 50 ઓવરમાં 259 રન બનાવ્યા હતા, જ્યારે પાકિસ્તાને 47 ઓવરમાં લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 

IND vs PAK: ભારતીય ક્રિકેટ ટીમનો શરમજનક પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું

દુબઈઃ India vs Pakistan, U-19 Asia Cup : ભારતીય ટીમે પાકિસ્તાન વિરુદ્ધ દુબઈમાં રવિવારે રમાયેલી અન્ડર-19 એશિયા કપ મેચમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટ પર 259 રન બનાવ્યા હતા, ત્યારબાદ પાકિસ્તાને 47 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. પાકિસ્તાન માટે અઝાન અવૈસે અણનમ 105 રન ફટકાર્યા હતા. તેણે 130 બોલમાં 10 ચોગ્ગા ફટકાર્યા હતા. 

ભારત માટે આદર્શ, ઉદય અને સચિન ચમક્યા
ભારત માટે 18 વર્ષીય ઓપનર આદર્શ સિંહ, કેપ્ટન ઉદય સહારન અને સચિન દાસે બેટિંગમાં સારૂ પ્રદર્શન કર્યું હતું. આદર્શે 81 બોલની ઈનિંગમાં 4 ચોગ્ગા અને 1 સિક્સની મદદથી 62 રન બનાવ્યા હતા. આદર્શે કેપ્ટન ઉદય સહારન (60) ની સાથે ત્રીજી વિકેટ માટે 93 રનની ભાગીદારી કરી હતી. ઉદયે 98 બોલનો સામનો કરતા પાંચ ચોગ્ગાની મદદથી 60 રન બનાવ્યા હતા. 

ત્યારબાદ સાતમાં ક્રમે બેટિંગ કરવા આવેલા સચિન દાસે ટીમને મજબૂતી આપી હતી. તેણે આક્રમક બેટિંગ કરતા 58 રન ફટકાર્યા હતા. તેણે 42 બોલમાં બે ચોગ્ગા અને ત્રણ સિક્સ ફટકારી હતી. ભારતના પાંચ બેટરો બે આંકડાના સ્કોરમાં પહોંચી શક્યા નહીં. પાકિસ્તાન માટે મોહમ્મદ ઝીશાને 10 ઓવરમાં 46 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news